ફેસબુક અને ઇનસ્ટાગ્રામની નવી પ્રાયવસી પોલિસી, સગીર યુઝર્સને મળશે ‘સુરક્ષા કવય’

Facebook and Instagram Privacy policy : સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ટિનેજ અને સગીર વયના યુઝર્સને ઓનલાઇન હેરાનગતિ અને શોષણ સામે સુરક્ષા મળશે.

Facebook and Instagram Privacy policy : સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ટિનેજ અને સગીર વયના યુઝર્સને ઓનલાઇન હેરાનગતિ અને શોષણ સામે સુરક્ષા મળશે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ દ્વારા પ્રાયવસી પોલિસીમાં મહત્વપૂર્ણ સુધારો કરવામાં આવ્યો છે જેનાથી ટિનેજ અને સગીર વયના યુઝર્સને ઓનલાઇન થતી હેરાનગતિ અને શોષણ સામે સુરક્ષા પ્રાપ્ત થશે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની પેરન્ટ કંપની મેટા (META inc)એ આ નવા પ્રાયવસી પોલિસી અંગે જણાવ્યુ કે, તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મની ગોપનીયતા અને સુરક્ષા માટે તેના સોફ્ટવેરમાં Gen-Z ઉમેર્યું છે.

Advertisment

મેટા કંપનીના કંપનીના સ્થાપક અને સીઈઓ માર્ક ઝકરબર્ગે કહ્યું કે કંપની વર્ચ્યુઅલ સિક્યોરિટી જાળવવાની સાથે યુઝર્સના અનુભવને ઉત્કૃષ્ઠ બનાવવા માટે પ્રાયવસી સંબંધિત નવી પોલિસીઓ બનાવી રહી છે.

ટિનેજ યુઝર્સને મળશે સુરક્ષા કવચ

કંપની દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, આ અપડેટ પછી, ફેસબુક પર આવતા નવા યુઝરો, ખાસ કરીને 16 થી 18 વર્ષની વય વચ્ચેના લોકોને ડિફોલ્ટ રીતે પ્રાયવસી સાથે સંબંધિત વધુ વિકલ્પો આપવામાં આવશે, જે ફોટા પોસ્ટ કરવા અને લોકોની ફ્રેન્ડ્સ લીસ્ટ અને પ્રાઇવેટ ચેટમાં ટેગ કરવાથી ક્યાંય પણ વાયરલ થાય છે.

publive-image

મેટાએ જણાવ્યું કે, શરૂઆતમાં ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકના ટીનેજર યુઝર્સના મોબાઈલ સ્ક્રીન પર પ્રાઈવસી અને સેફ્ટી સંબંધિત નોટિફિકેશન દેખાશે. આ સૂચનાનો હેતુ યુવાનોને એકાઉન્ટની પ્રાયવસી જાળવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. અયોગ્ય અથવા સમસ્યારૂપ મેસેજીસને ઓળખી કાઢવા માટે સિક્યોરિટી એલર્ટ પણ આપશે.

Advertisment

મેટાએ જણાવ્યું કે, શંકાસ્પદ એડલ્ટ એકાઉન્ટ્સની ટૂંક સમયમાં તપાસ કરવામાં આવશે. ઉપરાંત, કંપની ટીનેજર યુઝર્સને આવા એકાઉન્ટ્સનો ઈરાદાપૂર્વક સંપર્ક કરવાથી દૂર રાખવાનો પ્રયાસ કરશે, જે તેમના માટે નુકસાનકારક હોઈ શકે છે.

ફોટો લોક ઓપ્શન

આ અગાઉ પાછલા વર્ષની શરૂઆતમાં જ મેટાએ પિક્ચર લૉક ઓપ્શન રજૂ કર્યુ હતુ, પરંતુ નવા અપડેટ બાદ ટિનેજર યુઝર્સની મંજૂરી વગર કોઇ પણ તેમના પ્રોફાઇલ અને કવર ફોટા જોઈ શકશે નહીં. ઉપરાંત ટિનેજ યુઝર્સ અનધિકૃત એકાઉન્ટ્સને એડ પણ શકશે નહીં.

publive-image

ઉપરાંત મેટા કંપની યુઝર્સના માનસિક સ્વાસ્થ્ય અને પોઝિટિવ સેલ્ફ-ઇમેજ માટે થોર્ન અને નોફિલ્ટરની મદદ લઈ રહ્યું છે. આ સાથે, તે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર આવી શૈક્ષણિક સામગ્રી પણ પ્રદાન કરી રહી છે, જે સગીરવયના યુઝર્સને સકારાત્મક દિશામાં આગળ વધવામાં મદદ કરશે. આ સાથે મેટાએ એક ખાસ ચેટબોક્સ અને ફોરમ જેવું ટૂલ શરૂ કર્યું છે, જેના થકી કોઇ પોસ્ટ વિશે ફરિયાદ કરી શકાય છે.

આ પણ વાંચો - WhatsApp લાવશે બે નવા ફીચર્સ, યુઝર્સને નવી સુવિધાની સાથે મળશે સુરક્ષા

વર્ચ્યુઅલ દુનિયા હવે ધીમે ધીમે વાસ્તવિક દુનિયાની ચિંતાઓને દૂર કરી રહી છે અને સગીરવયના યુઝર્સ પર વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે જેઓ હવે સોશિયલ નેટવર્કિંગ દરમિયાન સિક્યોરિટી જાળવવા માટે આવા અપડેટ્સનો ઉપયોગ કરી શકે છે.

ટેકનોલોજી