ગુજરાત નજીક ટોપ 5 ફરવાના સ્થળ, ઓછા બજેટમાં પ્રવાસ સાથે ભરપૂર મજા માણો

Famous Top 5 Tourist Places Near Gujarat In Madhya Pradesh : ગુજરાત નજીક મધ્યપ્રદેશના આ 5 પ્રવાસન સ્થળો પર તમે ઓછા બજેટમાં સારી રીતે ઉનાળામાં ફરવા જઇ શકો છો. કુદરતી સૌંદર્ય, અભ્યારણ અને ઇતિહાસનો એક સાથે રોમાંચક અનુભવ લઇ શકો છો.

Written by Ajay Saroya
April 08, 2024 23:31 IST
ગુજરાત નજીક ટોપ 5 ફરવાના સ્થળ, ઓછા બજેટમાં પ્રવાસ સાથે ભરપૂર મજા માણો
ઉનાળાની ગરમીમાં ગુજરાત નજીક મધ્યપ્રદેશમાં ફરવા લાયક પ્રખ્યાત પ્રવાસન સ્થળ (Photo - www.mptourism.com)

Famous Top 5 Tourist Places Near Gujarat In Madhya Pradesh : ઉનાળામાં ગરમીથી હચવા લોકો ઠંડા વિસ્તારોમાં ફરવા જવાનું પસંદ કરે છે. ઘણા લોકોને ઉનાળાના વેકેશનમાં શિમલા મસૂરી, હિમાચલ પ્રદેશ, કે કાશ્મિર ફરવા જવાનું મન હોય છે પરંતુ બજેટ ન હોવાથી તેઓ જઇ શકતા નથી. જો તમારી પણ આવી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો તો આ સમાચાર તમને મદદરૂપ બની શકે છે. અહીંયા ગુજરાતના પડોશી રાજ્યના અમુક અદભૂત પ્રવાસન સ્થળોની યાદી આપવામાં આવી છે, જ્યા તમે સરળતાથી ફરવા જઇ શકો છો તે પણ ઓછા બજેટમાં. તો ચાલો ફરવા

મધ્યપ્રદેશ હિન્દુસ્તાનનું દિલ

મધ્યપ્રદેશ હિન્દુસ્તાનનું દિલ કહેવાય છે. ગુજરાતની પૂર્વ સરહદે આવેલું મધ્યપ્રદેશ સમૃદ્ધ કુદરતી સંપત્તિ ધરાવે છે. વિંધ્યાચલ અને સતપુડાના પહાડ, જંગલ, નદી – ઝરણા અને વન્ય અભ્યારણો દર વર્ષો લાખો પ્રવાસીઓને ખેંચી લાવે છે. હિન્દુસ્તાનનું દિલ ગણાતું મધ્યપ્રદેશ સૌથી વધુ વૃક્ષાવરણ ધરાવે છે. અહીં મધ્યપ્રદેશના લોકપ્રિય પ્રવાસન સ્થળો વિશે જણાવી રહ્યા છે જ્યાં તમે ઉનાળાની ગરમી ભૂલી જશો અને પ્રવાસની ભરપૂર મજા પણ મળશે

પંચમઢી પ્રવાસ (Famous Tourist Places In Panchmahal)

મધ્યપ્રદેશના નર્મદાપુરમ્ જિલ્લામાં આવેલું પંચમઢી કુદરતી સૌંદર્ય અને સુંદરતા મામલે સૌથી મોખરે છે. સતપુરાના પર્વતથી ઘેરાયેલું હોવાથી તેને સતપુડાની રાણી પણ કહેવાય છે. જો તમે ઉનાળાના વેકેશનમાં પરિવાર કે મિત્રો સાથે ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ સ્થળ તમારા માટે બેસ્ટ ડસ્ટિનેશન બની શકે છે.

પચંમઢીમાં પાંડવ ગુફા, બી ફોલ્સ, ધૂપગઢ, જટા શંકર ગુફા, ગપ્ત મહાદેવ, ચોરાગઢ મંદિર, મહાદેવ પહાડી, હાંડી ખોહ, ડચેસ ફોલ, સતપુડા રાષ્ટ્રીય અભ્યારણ, પ્રિયદર્શની પોઇન્ટ (ફોર્સિટ પોઇન્ટ), રજત પ્રપા, અપ્સરા વિહાર ઝરણું, પંચમઢી કેથોલિક ચર્ચ, રિંછ ગઢ, રાજેન્દ્ર ગિરી સનસેટ પોઇન્ટ, વનશ્રી વિહાર ફરવા લાયક સ્થળો છે.

panchmahal famous tourist places | panchmahal famous tourist places near gujarat | famous tourist places madhya pradesh | famous tourist places in summer | summer vacation places in india | madhya pradesh famous tourist places
પંચમઢી (Photo – www.mptourism.com)

પંચમઢી કેવી રીતે પહોંચવું?

પંચમઢીનું નજીકનું એરપોર્ટ ભોપાલ છે. ભોપાલ એરપોર્ટને રાજા ભોજ એરપોર્ટના નામે ઓળખાય છે. ભોપાલ એરપોર્ટથી પંચમઢી લગભગ 200 કિમી દૂર છે. તો પંચમઢીનું નજીકનું રેલવે સ્ટેશન પિપરિયા રેલવે સ્ટેશન છે, જે ઇટારસી અને જબલપુરની વચ્ચે આવે છે. પિપરિયા રેલવે સ્ટેશનથી પંચમઢી લગભગ 52 કિમી દૂર છે.

અમરકંટક પ્રવાસ (Famous Tourist Places In Amarkantak)

અમરકંટક કુદરતી સૌદર્યથી ભરપૂર અને શાંત સ્થળ છે. અમરકંટક નર્મદા નદીનું ઉદગમ સ્થાન છે. સાથ જ સોન નદી અને જોહિલા નદી પણ અહીં નીકળે છે. ધાર્મિક પ્રવૃત્તિ અને કુદરતી સુંદરતાથી ભરપૂર અમરકંટક મધ્યપ્રદેશના અનૂપપુર જિલ્લામાં આવેલુ છે. ઉનાળામાં આ સ્થળ સ્વર્ગથી કમ નથી. ખળખળ વહેતા ઝરણાં, પવિત્ર નદીઓ, ઉંચા પહાડ, શાંત વાતાવરણ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરે છે.

અમરકંટકમાં નર્મદા ઉદગમ મંદિર, માઈનો બગીચો, સોનમુડા, દૂધ ધારા જલપ્રતાપ, રાજેન્દ્ર ગિરિ, કપિલ ધારા, આમરેશઅવર મંદિર, યંત્ર મંદિર ફરવાના મુખ્ય સ્થળ છે.

amarkantak | amarkantak famous tourist places | famous tourist places near gujarat | famous tourist places madhya pradesh | famous tourist places in summer | summer vacation places in india | madhya pradesh famous tourist places
અમરકંટક (Photo – www.mptourism.com)

અમરકંટક કેવી રીતે પહોંચવું?

મધ્યપ્રદેશમાં આવેલા અમરકંટકની નજીક જબલપુર એરપોર્ટ આવેલું છે, જેને ડુમના એરપોર્ટ પણ કહેવાય છે. અહીંથી અમરકંટક લગભગ 200 કિમી છે. અહીંથી બસ કે કાર અને ટ્રેન મારફતે અમરકંટક પહોંચી શકાય છે. અમરકંટકની નજીક પેંડ્રા રેલવે સ્ટેશન છે, જ્યાંથી આ સ્થળ 30 કિમી દૂર છે.

તામિયા પ્રવાસ (મિની પંચમઢી) (Famous Tourist Places In Tamia Patalkot)

તામિયાને મિની પંચમઢી કહેવાય છે. મધ્યપ્રદેશના છિંદવાડામાં આવેલું તામિયા હિલ સ્ટેશન ઉનાળામાં ફરવાનું બેસ્ટ ડેસ્ટિનેશન છે. તામિયામાં પાતાલકોટમાં દર વર્ષે યોજાતા એડવેન્ચર સ્પોર્ટ્સ જોવા દૂર દૂરથી પ્રકૃતિ પ્રેમીઓ આવે છે. તામિયામાં છોટા મહાદેવ, વલ્ચર પોઇન્ટ, સિંહવાહિની નૈનાદેવી મંદિર, ગ્વાલગઢ પહાડી અને જળાશય, ચીડ પોઇન્ટ, પાતાલકોટ, રાતેડ, ગૈલડુબ્બા, ચિમટીપુર રેસ્ટહાઉસ, ગિરજા માઈ, અન્હોની કુંડ, સતધારા જોવાલાયક સ્થળ છે.

tamia famous tourist places | tamia patalkot | tamia | famous tourist places near gujarat | famous tourist places madhya pradesh | famous tourist places in summer | summer vacation places in india | madhya pradesh famous tourist places
તામિયા પાતાલકોટ (Photo – www.mptourism.com)

તામિયા કેવી રીતે પહોંચવું?

તામિયાનું નજીકનું એરપોર્ટ નાગપુર છે. તો તામિયાનું નજીક પરસિયા રેલવે સ્ટેશન આવેલું છે, જે 45 કિમી દૂર છે.

જબલપુર પ્રવાસ (Famous Tourist Places In Jabalpur)

પર્વત્રી નદીના કિનારે વસેલું જબલપુર એમપીનું લોકપ્રિય પ્રવાસન સ્થળ છે. પોતાની કલા, સમૃદ્ધ ઇતિહાસ અને સંસ્કૃત માટે પ્રખ્યાત આ શહેર મધ્યપ્રદેશની સંસ્કાર રાજધાની તરીકે કહેવાય છે. અહીંયા આરસપહાણના પર્વત અને ખીણ વચ્ચેથી ઝળઝળ વહેતી નર્મદા નદી જોવી રોમાંચક હોય છે. આ સ્થળ જોવા દર વર્ષે દૂર દૂરથી લાખો પ્રવાસીઓ આવે છે.

જબલપુરમાં ધુઆંધર જલપ્રતાપ, ભેડાઘાટ માર્બલ રોક, મદન મહલ કિલ્લા, ડુમના રિઝર્વ નેચર પાર્ક, બેલેસિંગ રોક, ચોસઠ જોગણી મંદિર, પિસનહારીની મઢિયા, કચનાર સિટી ગ્વારીઘાટ, બરગી ડેમ ફરવાના સ્થળ છે.

jabalpur famous tourist places | jabalpur | famous tourist places near gujarat | famous tourist places madhya pradesh | famous tourist places in summer | summer vacation places in india | madhya pradesh famous tourist places
જબલપુર (Photo – www.mptourism.com)

જબલપુર કેવી રીતે પહોંચવું?

જબલપુર વિવિધ શહેર સાથે ફ્લાઇટ અને રેલ – રોડથી જોડાયેલં છે. જબલપુરમાં ડુમના એરપોર્ટ અને રેલવે સ્ટેશન આવેલું છે. તેમજ સરકારી અને ખાનગી બસથી પણ જબલપુર પહોંચી શકાય છે.

માંડુ પ્રવાસ (Famous Tourist Places In Mandu)

મધ્યપ્રદેશા ધાર જિલ્લામાં આનેલું માંડુ વિંધ્યાચલ પર્વતમાળામાં આવેલું પ્રખ્યાત પ્રવાસ સ્થળ છે. માંડુ વિંધ્યાચલ પર્વત પર લગભગ 2000 ફુટની ઉંચાઇ પર આવેલું છે. માંડુને ખંડેરનું ગામ કહેવાય છે. માંડુમાં લગભગ 12 પ્રવેશ દ્વાર છે જેમાં દિલ્હી દ્વાર મુખ્ય છે, જેને માંડુનો પ્રવેશ દ્વાર પણ કહેવાય છે. માંડુમાં શિપ કેસલ, રૂપમતિ મહેલ, બાજ બહાદુર મહલ, રીવા કુંડ, હિંડોલા મહલ, દારા ખાનનો મકબરો, જહાજ મહલ, જામા મસ્જિદ જોવા લાયક સ્થળ છે. અહીં ઉનાળામાં ગરમીનો અનુભવ થતો નથી.

Mandu famous tourist places | Mandu | famous tourist places near gujarat | famous tourist places madhya pradesh | famous tourist places in summer | summer vacation places in india | madhya pradesh famous tourist places
માંડુ (Photo – www.mptourism.com)

આ પણ વાંચો | અમદાવાદની નજીકના ટોપ 5 હિલ સ્ટેશન, ઉનાળાની ગરમીમાં ઠંડો અહેસાસ, વિકેન્ડમાં ફરવા માટે બેસ્ટ ડેસ્ટિશન

માંડુ કેવી રીતે પહોંચવું?

માંડુની નજીક ઈન્દોર એરપોર્ટ છે, જેને અહિલ્યાબાઇ એરપોર્ટ કહેવાય છે. ઈન્દોર એરપોર્ટથી માંડુ લગભગ 100 કિમી દૂર છે. રતલામ રેલવે સ્ટેશનથી માંડુ 130 કિમી દૂર છે. તમે પ્રાઇવેટ કાર કે અન્ય વાહનથી પણ માંડુ પહોંચી શકો છો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ