ગલગોટિયાસ યુનિવર્સિટીએ AI સમિટમાં થયેલી 'ભૂલ' માટે માફી માંગી, જાણો કોના માથે ફોડ્યુ દોષનું ઠીકરૂં

AI ઇમ્પેક્ટ સમિટ 2026 માં 'મેક ઇન ઇન્ડિયા' થીમ હેઠળ ચાઇનીઝ રોબોડોગ પ્રદર્શિત કરવાના વિવાદ મામલે ગલગોટિયાસ યુનિવર્સિટીએ પ્રેસ રિલીઝ જારી કરીને જાહેરમાં માફી માંગી છે.

AI ઇમ્પેક્ટ સમિટ 2026 માં 'મેક ઇન ઇન્ડિયા' થીમ હેઠળ ચાઇનીઝ રોબોડોગ પ્રદર્શિત કરવાના વિવાદ મામલે ગલગોટિયાસ યુનિવર્સિટીએ પ્રેસ રિલીઝ જારી કરીને જાહેરમાં માફી માંગી છે.

author-image
Rakesh Parmar
New Update
Galgotias University apologizes

ગલગોટિયાસ યુનિવર્સિટીએ સમગ્ર ઘટનાને 'ગેરસમજ' ગણાવી છે અને ત્યાં હાજર પ્રતિનિધિને દોષી ઠેરવ્યા છે. Photograph: (સોશિયલ મીડિયા)

AI ઇમ્પેક્ટ સમિટ 2026 માં 'મેક ઇન ઇન્ડિયા' થીમ હેઠળ ચાઇનીઝ રોબોડોગ પ્રદર્શિત કરવાનો મુદ્દો વધુ વકર્યો છે. વ્યાપક વિવાદ અને સોશિયલ મીડિયાના આક્રોશને પગલે ગલગોટિયાસ યુનિવર્સિટીએ એક સત્તાવાર પ્રેસ રિલીઝ જારી કરીને જાહેરમાં માફી માંગી છે. યુનિવર્સિટીએ સમગ્ર ઘટનાને 'ગેરસમજ' ગણાવી છે અને ત્યાં હાજર પ્રતિનિધિને દોષી ઠેરવ્યા છે.

Advertisment

"ઉત્સાહમાં ખોટી માહિતી આપી"

યુનિવર્સિટીએ સ્પષ્ટતા કરી કે તેના પેવેલિયનમાં પોસ્ટ કરાયેલ પ્રતિનિધિ પ્રોડક્ટના ટેક્નીકલ મૂળથી અજાણ હતા. યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે પ્રતિનિધિને મીડિયા સાથે વાત કરવા માટે સત્તાવાર રીતે અધિકૃત નથી. કેમેરા સામે રહેવાના ઉત્સાહમાં પ્રતિનિધિએ ઉત્પાદનના મૂળ વિશે ખોટા અને ભ્રામક દાવા કર્યા હતા.

સમગ્ર વિવાદ શું છે?

સમિટના એક્સ્પો વિસ્તારમાં ગલગોટિયાસ યુનિવર્સિટીના સ્ટોલ પર એક "રોબોડોગ" આકર્ષણનું કેન્દ્ર હતો. યુનિવર્સિટીના પ્રતિનિધિ પ્રોફેસર નેહા સિંહે તેને "ઓરિયન" નામથી કેમેરા સમક્ષ રજૂ કર્યો અને દાવો કર્યો હતો કે તે યુનિવર્સિટીના "સેન્ટર ઓફ એક્સેલન્સ" દ્વારા વિકસિત સ્વદેશી ઉત્પાદન છે.

Advertisment

ગલગોટિયાસ યુનિવર્સિટીને AI સમિટમાંથી હાંકી કઢાઈ, તાત્કાલિક ધોરણે સ્ટોલ ખાલી કરવા નિર્દેશ

જોકે ટેકનિકલ નિષ્ણાતોએ સોશિયલ મીડિયા પર આ બાબતનો ખુલાસો કર્યો અને કહ્યું કે રોબોડોગ ખરેખર ચીની કંપની યુનિટ્રીનું Go2 મોડેલ હતું, જે બજારમાં લગભગ 2.5 લાખ રૂપિયામાં વ્યાપારી રીતે ઉપલબ્ધ છે. 'મેક ઇન ઇન્ડિયા' પ્લેટફોર્મ પર વિદેશી ઉત્પાદનને 'ભારતીય' તરીકે રજૂ કરવાથી વિવાદ ઉભો થયો હતો.

india ટેકનોલોજી AI