ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈની અમેરિકા પોલીસે કરી ધરપકડ

Anmol Bishnoi Arrested: અનમોલ બિશ્નોઈ પર આ કાર્યવાહી તેવા સમયે થઈ છે જ્યારે થોડા દિવસ પહેલા મુંબઈ પોલીસે જંલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સના નાના ભાઈ અનમોલ બિશ્નોઈના પ્રત્યાર્પણનો પ્રસ્તાવ મોકલ્યો હતો.

Written by Rakesh Parmar
Updated : November 18, 2024 19:10 IST
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈની અમેરિકા પોલીસે કરી ધરપકડ
ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈ (Indian Express File Photo)

Anmol Bishnoi Arrested in America: ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ બિશ્નોઈ હવે અમેરિકાની પોલીસની હિરાસતમાં છે. અમેરિકાની કેલિફોર્નિયા પોલીસે તેની અટકાયત કરી છે. અનમોલ બિશ્નોઈ પર અમેરિકાના કેલિફોર્નિયામાં કાર્યવાહી કરવામાં આવી છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) અને મહારાષ્ટ્ર પોલીસ સહિત ભારતીય એજન્સીઓ હવે તેના પ્રત્યાર્પણ અને ધરપકડ પર કામ કરી રહી છે.

બાબા સિદ્દીકી હત્યાકાંડમાં છે આરોપી

અનમોલ બિશ્નોઈ પર આ કાર્યવાહી તેવા સમયે થઈ છે જ્યારે થોડા દિવસ પહેલા મુંબઈ પોલીસે જંલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સના નાના ભાઈ અનમોલ બિશ્નોઈના પ્રત્યાર્પણનો પ્રસ્તાવ મોકલ્યો હતો. અનમોલ બિશ્નોઈ પર બાબા સિદ્દીકી હત્યાકાંડ સહિત કેટલાક હાઈ પ્રોફાઈલ ગુનાઓમાં આરોપી બનાવાયો છે.

આ પણ વાંચો: ન્યુઝીલેન્ડમાં એક વ્યક્તિએ ખાલિસ્તાનના સમર્થકોને ઝાટકી નાંખ્યા, કહ્યું- આ બધુ અહીં નહીં ચાલે

અનમોલ બિશ્નોઈ પર 10 લાખ રૂપિયાનું ઈનામ

રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ તાજેતરમાં જ અનમોલ બિશ્નોઈની ધરપકડ માટે જાણકારી આપનારને 10 લાખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી હતી. અનમોલ બિશ્નોઈ પર 2022મા નોંધાયેલ એનઆઈએ મામલાઓમાં આરોપપત્ર પણ દાખલ કરાયું છે.

મુંબઈ ક્રાઈમ બ્રાંચે પણ પ્રત્યાર્પણની માંગ કરી હતી

ગત મહિને મુંબઈ પોલીસને ક્રાઈમ બ્રાંચે વિશેષ મહારાષ્ટ્ર સંગઠિત ગુના નિવારણ અધિનિયમ (મકોકા) કોર્ટમાં અરજી દાખલ કરી હતી કે તે ભગોડા ગુનેગાર અનમોલ બિશ્નોઈના પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ કરવા માંગે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ