Google Online Scams Advisory: ગૂગલ દુનિયાનું સૌથી મોટું સર્ચ એન્જીન છે. દુનિયાભરના અબજો યૂઝર્સ ગૂગલની અલગ-અલગ સર્વિસનો ઉપયોગ કરે છે. પરંતુ આટલી મોટી સંખ્યામાં યૂઝર્સ બેસ હોવાના કારણે ઠગ લોકો પણ આ સર્વિસને પોતાનો નિશાનો બનાવે છે. અને આ સ્કેમર્સ અલગ-અળગ રીતે યૂઝર્સના ડિજિટલ એકાઉન્ટ્સ અને પૈસાની ચોરી કરી લે છે.
Google હંમેશાથી ઓનલાઈન અને ડિજિટલ ફ્રોડ રોકવા માટે અલગ-અલગ પગલા ભરે છે. આ સિવાય ઓનલાઈન છેતરપિંડીને રોકવા માટે અલગ-અલગ ટૂલ પણ લોન્ચ કરે છે. Alphabet inc. ની માલિકીવાળી ગૂગલ એ ઓનનલાઈન છેતરપિંડી તથા સ્કેમથી યૂઝરને સુરક્ષિત અને પ્રોટેક્ટ કરવામાં મદદ માટે ટિપ્સ આપી છે.
અમે તમને જણાવી રહ્યા છીએ ઓનલાઈન સ્કેમને ઓળખવા અને તેનાથી બચાવવામાં મદદ કરનારા ટોપ-5 ટિપ્સ વિશે…
ડીપફેક-પાવર્ડ સ્કેમ: Deepfake-powered impersonation scams
ગૂગલે યૂઝર્સને સલાહ આપી છે કે પબ્લિક ફિગરના વીડિયો અને ઓડિયો પર ખાસ ધ્યાન આપો. સૌથી પહેલા એવું જોવો કે વીડિયોમાં કોઈ પર્સનાલિટી જોવા અને સાંભળવામાં જેન્યુઈ હોય, પરંતુ તે વાતની ઘણી સંભાવના હોય શકે છે કે તે કન્ટેન્ચ ડીપફેક હોય અને તેને આર્ટિફિશિયલ ઈંટેલિજન્સ (AI) નો ઉપયોગ કરીને જનરેટ કરવામાં આવ્યું હોય. સ્કેમર્સ આ પ્રકારના કન્ટેન્ટની પસંદગી દરમિયાન પ્રોપગેંડા ફેલાવવા અને ઈન્વેસ્ટમેન્ટ સાથે જોડાયેલ છેતરપિંડી માટે લોકોને લલચાવવા ઉપયોગ કરે છે.
આ પણ વાંચો: બાંગ્લાદેશની છોકરીએ ભારતીય કપલ પર લગાવ્યો ગંભીર આરોપ, કોલ રેકોર્ડ જોઈ પોલીસ પણ ચોંકી ગઈ
ગૂગલનું કહેવું છે કે, યૂઝર્સે કન્ટેન્ટમાં એવા હાવભાવ શોધવા જોઈએ જે નેચરલ હોય. કારણ કે સૌથી સોફિસ્ટિકેટેડ ડીપફેક જનરેટન પણ ચહેરા સાથે ભૂલો કરે છે અને સિંથેટિક એટલે આર્ટિફિશિયલ કોન્ટેન્ટ માટે આ પ્રથમ સ્પષ્ટ સંકેત હોય છે.
ક્રિપ્ટો ઈન્વેસ્ટમેન્ટ સ્કિમ: Crypto investment schemes
શું તમને ક્રિપ્ટોમાં રોકાણ કરવા પર હાઈ રિટર્નની ગેરંટીવાળો મેસેજ અથવા ઈમેલ આવ્યો છે? ખુબ જ વધારે સંભાવના છે કે આ ઈન્વેસ્ટમેન્ટ સ્કેમ હોય. તમને જણાવી દઈએ કે ઓછા સમયમાં વધારે રૂપિયાની ગેરન્ટીવાળા આવા કોઈ અસલ પ્લાન અથવા રોકાણની સ્કીમ નથી. અને જો કોઈ આવી ઓફર હોય અથવા ડિલ હોય જે તમને ખુબ જ સારી લાગી હોય તો તેના સ્કેમ હોવાની સંભાવના વધારે હોય છે.
ક્લોન એપ્સ અને વેબસાઈટથી એલર્ટ રહો: Be aware of cloned apps and websites
ઘણા ખરા ઓનલાઈન ફ્રોડ મોટા ભાગે ખાનગી જાણકારી ચોરી કરવા માટે ફેક બેંકિંગ એપ્સ અને વેબસાઈટનો ઉપયોગ થાય છે. આ નકલી પોર્ટલ જોવામાં એકદમ ઓરિજનલ હોઈ શકે છે અને તેમાં તે તમામ ફિચર્સ હોય છે જે તમે હંમેશાથી ઈચ્છી રહ્યા હોવ છો.
એ વાતનું ધ્યાન રાખો કે તમે હંમેશા વિશ્વાસપાત્ર સોર્સ જેમ કે ગૂગલ પ્લે સ્ટોર અથવા એપ સ્ટોરથી જ એપ્સ ડાઉનલોડ કરો. URL, ફોન્ટ, લોગો અને ઈમોજીમાં સ્પેલિંગ એરર પર ધ્યાન આપો. આ પોર્ટલ અથવા વેબસાઈટના ફેક હોવાનું સાઈન હોય છે.
આ પણ વાંચો: ભારતમાં કઈ કંપનીની ઈલેક્ટ્રીક કાર સૌથી વધુ વેચાય છે? આ રહ્યું ટૉપ-5 કંપનીઓનું લિસ્ટ
ફેક લેન્ડીંગ પેજ: Fake Landing page
આ કૌભાંડ ખુબ ડ એડવાન્સ હોય છે જ્યાં એક સાઈબરક્રિમિનલ યૂઝર તેવું કન્ટેન્ટ દેખાડી શકે છે જે ગૂગલને દેખાડવામાં આવે છે. કોઈ વેબસાઈટનું લેન્ડીંગ પેજ કોઈ પ્રખ્યાત વેબસાઈટ જેવું દેખાય છે અને યૂઝર્સ અહીં પોતાની માહિતી જેમ કે લોગઈન આઈડી અને બીજા ક્રેડેન્શિયલ્સ (યૂઝર આઈડી અને પાસવર્ડ) સબમીટ કરી નાંખે છે. જેના પછી સ્કેમર્સ આ માહિતીનો ઉપયોગ આ એકાઉન્ટને કંટ્રોલ પોતાના હાથમાં લઈ લે છે અને યૂઝર્સને પૈસાની ચપેટ લાગે છે.
આ પ્રકારની વેબસાઈટને ઓળખવાની એક રીત છે કે યૂઆરએલને ખુબ જ નજીકથી જુઓ અને ચેક કરો કે રીયાડરેક્ટ થવા પર પણ ત્યાં જ યૂઆરએલ રહે અને તે બદલાય નહીં. Google Chrome પર પ્રોટેક્શન ઈનેબલ હોવાથી પણ આ પ્રકારની વેબસાઈટને ઓળખવામાં વધારે મદદ મળે છે.
મોટા ઈવેન્ટ સ્કમર્સ માટે તક: Exploitation of major events
મોટી બ્રાન્ડ્સ માટે મોટી ઈવેન્ટ્સ પર માઈક્રો વેબ પેજ બનાવવું ખુબ જ સામાન્ય વાત છે અને સ્કેમર્સ આ એક તકની રાહ જોઈને બેઠા હોય છે. ફ્રોડસ્ટર્સ મોટી ઈવેન્ટ અને કોન્સર્ટ પહેલા આ વેબ પેજની માફક દેખાતા પેજ બનાવે છે અને અહીં ફેક મર્ચેંડાઈઝ, પાસ/ટિકિટ વેચવાની સાથે-સાથે ડોનેશન કલેક્ટ કરે છે.
જ્યારે પણ તમે કંઈ ઓનલાઈન ખરીદી રહ્યા છો તો એ સુનિશ્ચિત કરી લો કે વેબસાઈટ અસલી છે અને પેમેન્ટ કરતા પહેલા પણ માહિતીને ક્રોસ ચેક કરી લો.