/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/Sanchar-Saathi-App.jpg)
સરકારે દરેક ફોનમાં સંચાર સાથી એપ પ્રી-ઇન્સ્ટોલ કરવાનું ફરજિયાત બનાવતો આદેશ પાછો ખેંચી લીધો છે. (તસવીર: સોશિયલ મીડિયા)
Sanchar Saathi App: સંચાર સાથી એપને લગતા વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે આખરે પોતાનો આદેશ પાછો ખેંચી લીધો છે. ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) એ સરકાર દ્વારા જારી કરાયેલ સંચાર સાથી એપને ફરજિયાતપણે પ્રી-લોડ કરવાનો આદેશ પાછો ખેંચી લીધો છે. સરકારે અગાઉ સ્માર્ટફોન કંપનીઓને દરેક ફોન પર સંચાર સાથી એપને પ્રી-ઇન્સ્ટોલ કરવાનો આદેશ આપ્યો હતો. આ નિર્ણય યુઝરની ગોપનીયતા અને સંભવિત જાસૂસી અંગેની ચિંતાઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
આજે ટેલિકોમ્યુનિકેશન મંત્રાલય દ્વારા જારી કરાયેલ એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, "સંચાર સાથીના વધતા ઉપયોગને ધ્યાનમાં રાખીને સરકારે મોબાઇલ ઉત્પાદકો માટે પ્રી-ઇન્સ્ટોલેશન ફરજિયાત ના બનાવવાનો નિર્ણય લીધો છે."
નોંધનીય છે કે 28 નવેમ્બરના રોજ ટેલિકોમ્યુનિકેશન વિભાગે સ્માર્ટફોન ઉત્પાદકો અને આયાતકારોને નવા ફોન પર સંચાર સાથી એપને પ્રી-ઇન્સ્ટોલ કરવાનો આદેશ આપ્યો હતો. વધુમાં જૂના ફોનને સોફ્ટવેર અપડેટ દ્વારા એપ ઇન્સ્ટોલ કરવાની પણ સૂચના આપવામાં આવી હતી. આદેશમાં કહેવામાં આવ્યું હતું કે એપને અક્ષમ અથવા ડિલીટ કરી શકાતી નથી.
આ પણ વાંચો: ભારતમાં હવે સ્માર્ટફોન પર કડક પગલાં!
તમને જણાવી દઈએ કે, સંચાર સાથી એક સરકારી સાયબર સુરક્ષા એપ્લિકેશન છે. તેના દ્વારા વપરાશકર્તાઓ છેતરપિંડીવાળા કોલ્સ, સંદેશાઓ અને ચોરાયેલા મોબાઇલ ફોનની જાણ કરી શકે છે.
થોડા સમય પહેલા ટેલિકોમ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે જો જરૂરી હોય તો સરકાર ફેરફારો કરવા તૈયાર છે. સિંધિયાએ સંસદમાં જણાવ્યું હતું કે, "જો અમને મળેલા પ્રતિસાદના આધારે આદેશમાં ફેરફારોની જરૂર હોય, તો અમે તે કરીશું…અમે સુધારા માટે તૈયાર છીએ." દેખરેખ અંગેની ચિંતાઓ અંગે તેમણે જણાવ્યું હતું કે જાસૂસી શક્ય નથી અને કરવામાં આવશે નહીં.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us