/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Haldwani-violence.jpg)
હલ્દવાનીમાં પોલીસના ઘણા વાહનો સળગાવી દેવામાં આવ્યા (તસવીર - ANI)
Today News in Gujarati,9 february 2024,આજના તાજા સમાચાર : આજે શુક્રવાર ગુજરાત રાજ્ય સહિત દેશ વિદેશમાં બનતી તમામ ઘટનાઓ વિશે અહીં જાણકારી આપવામાં આવશે. વેપારથી લઈને કરિયર સુધી, સ્પોસ્ટ્સ લઈને ટેક્નોલોજી સુધીના તમામ સમાચાર વાંચવા માટે અમારી ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ સાથે જોડાયેલા રહો.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/breaking-News.jpg)
આજના સમાચાર અહીં જાણો
હલ્દવાની હિંસામાં 5 ના મોત, સીએમ પુષ્કર સિંહ ધામી ઇજાગ્રસ્ત પોલીસોને મળ્યા
હલ્દવાની હિંસામાં 5 લોકોના મોત થયા છે. જ્યારે ત્રણ ગંભીર છે. હલ્દવાની જિલ્લા મેજિસ્ટ્રેટે શુક્રવારે જણાવ્યું હતું કે ટોળા દ્વારા પોલીસ સ્ટેશનની અંદર ફસાયેલા પોલીસ કર્મચારીઓને જીવતા સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સીએમ પુષ્કર સિંહ ધામીએ શુક્રવારે જિલ્લાની મુલાકાત લીધી હતી અને ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારીઓને મળ્યા હતા. તેમણે કહ્યું કે કોર્ટના નિર્દેશ મુજબ અતિક્રમણ વિરોધી ઝુંબેશ ચાલી રહી હતી અને વહીવટીતંત્રે લોકોને અગાઉથી જાણ કરી હતી. વહીવટી અધિકારીઓ પર પેટ્રોલ બોમ્બ, પથ્થરોથી હુમલો કરવામાં આવ્યો હતો. તેમની સામે કાયદો કડક કાર્યવાહી કરશે.
હલ્દવાની હિંસા લાઇવ : 24 કલાકમાં સ્થિતિ સામાન્ય થશે- DGP
હલ્દવાનીના બાનભૂલપુરા વિસ્તારમાં ફાટી નીકળેલી હિંસા પર ડીજીપી અભિનવ કુમારે કહ્યું કે મેં મુખ્ય સચિવ, એડીજી કાયદો અને વ્યવસ્થા સાથે મળીને વિસ્તારની સ્થિતિનો તાગ મેળવ્યો અને ઘટનાક્રમને સમજવા માટે એક બેઠક કરી. આ પછી અમે ઘાયલોને મળવા હોસ્પિટલ ગયા. જિલ્લા વહીવટીતંત્ર તરફથી મળેલા પ્રતિસાદ બાદ અમારી પાસે બે પ્રાથમિકતા છે. પ્રથમ 24 કલાકની અંદર હલ્દવાની શહેરમાં સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવી અને બીજું તમામ બદમાશોની ઓળખ કરીને તેમની સામે પગલાં લેવા.
- Feb 09, 2024 22:57 IST
Happy Teddy Day 2024 : ટેડી ડે પર તમારા પાર્ટનરને ટેડી સાથે મોકલો પ્રેમ ભર્યા મેસેજ, કહો તમારા દિલની વાત
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Happy-Teddy-Day-2024-.jpg)
Happy Teddy Day 2024 Wishes Messages And Images : ટેડી ડે વેલેન્ટાઇન વીકના ચોથા દિવસ સેલિબ્રેટ કરવામાં આવી છે. ટેડી ડે પર તમારા પાર્ટનરને ટેડીની સાથે આ હૃદય સ્પર્શી મેસેજ દ્વારા તમારા દિલની વાત કહો. વધુ વાંચો
- Feb 09, 2024 22:24 IST
જયંત ચૌધરીની ભાજપ સાથે ‘4 + 1 + 2’ ફોર્મ્યુલા પર બની વાત? ગઠબંધનની જાહેરાત માત્ર એક ઔપચારિકતા
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Jayant-Chaudhary.jpg)
Lok Sabha election 2024 : ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન આપવાની જાહેરાત બાદ આરએલડી ચીફ જયંત ચૌધરીએ પીએમ નરેન્દ્ર મોદીની ખુલ્લેઆમ પ્રશંસા કરી. વધુ વાંચો
- Feb 09, 2024 21:46 IST
સોફ્ટ ટોય સાથે પ્રેમનું શું છે કનેક્શન, ટેડી બિયર કેવી રીતે બન્યું પ્રેમનું પ્રતીક? જુઓ ટેડી ડેનો ઇતિહાસ
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/teddy-day-2024.jpg)
Teddy Day 2024 : વેલેન્ટાઇન વીકના ચોથા દિવસે એટલે કે 10 ફેબ્રુઆરીએ ટેડી ડેની ઉજવણી કરવામાં આવશે. ટેડી ડે પર કપલ્સ ટેડી બિયર ગિફ્ટ કરીને પોતાના પાર્ટનરને પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. વધુ વાંચો
- Feb 09, 2024 20:37 IST
પીએમ મોદીએ એકસમયે મનમોહન સિંહને ‘મૌન-મોહન’, નાઇટ વોચમેન કહ્યા હતા, હવે કર્યા વખાણ
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/PM-modi-Manmohan-singh.jpg)
પીએમ મોદીએ એકસમયે મનમોહન સિંહને 'મૌન-મોહન', નાઇટ વોચમેન કહ્યા હતા. હવે તેમણે ગૃહને માર્ગદર્શન આપવા અને દેશને માર્ગદર્શન આપવા બદલ મનમોહન સિંહનો આભાર માન્યો. વધુ વાંચો
- Feb 09, 2024 19:03 IST
હલ્દવાની હિંસામાં 5 ના મોત, સીએમ પુષ્કર સિંહ ધામી ઇજાગ્રસ્ત પોલીસોને મળ્યા
હલ્દવાની હિંસામાં 5 લોકોના મોત થયા છે. જ્યારે ત્રણ ગંભીર છે. હલ્દવાની જિલ્લા મેજિસ્ટ્રેટે શુક્રવારે જણાવ્યું હતું કે ટોળા દ્વારા પોલીસ સ્ટેશનની અંદર ફસાયેલા પોલીસ કર્મચારીઓને જીવતા સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સીએમ પુષ્કર સિંહ ધામીએ શુક્રવારે જિલ્લાની મુલાકાત લીધી હતી અને ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારીઓને મળ્યા હતા. તેમણે કહ્યું કે કોર્ટના નિર્દેશ મુજબ અતિક્રમણ વિરોધી ઝુંબેશ ચાલી રહી હતી અને વહીવટીતંત્રે લોકોને અગાઉથી જાણ કરી હતી. વહીવટી અધિકારીઓ પર પેટ્રોલ બોમ્બ, પથ્થરોથી હુમલો કરવામાં આવ્યો હતો. તેમની સામે કાયદો કડક કાર્યવાહી કરશે.
- Feb 09, 2024 18:55 IST
IPO : આઈપીઓ ઇન્વેસ્ટમેન્ટ પહેલા આ 5 બાબત ચકાસો પછી રોકાણ કરો, ઉંચા વળતરની સંભાવના વધી જશે
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/ipo.jpg)
How to Select Best IPO : આઇપીઓ શેરબજારમાં કમાણી કરવાનો સરળ રહ્યો છે. વર્ષ 2024માં ઘણી કંપનીઓ આઇપીઓ લાવી રહી છે. આઇપીઓ રોકાણ વખતે આ 5 બાબત ધ્યાનમાં રાખવાથી આકર્ષક રિટર્ન મળવાની સંભાવના વધી જાય છે. વધુ વાંચો
- Feb 09, 2024 18:36 IST
પાંચ ભારત રત્ન, પાંચ દાવ અને મોદી સરકારની ચૂંટણી બ્લૂપ્રિન્ટ તૈયાર
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Bharat-Ratna-2024.jpg)
Bharat Ratna : મોદી સરકારે ચૌધરી ચરણ સિંહ, નરસિમ્હા રાવ અને એમએસ સ્વામીનાથનને ભારત રત્ન આપવાની જાહેરાત કરી, આ પહેલા લાલ કૃષ્ણ અડવાણી અને કર્પૂરી ઠાકુરને ભારત રત્નથી સન્માનિત કર્યા હતા. વધુ વાંચો
- Feb 09, 2024 18:10 IST
અમિતાભ બચ્ચને અયોધ્યા રામ મંદિરમાં બીજી વખત દર્શન કર્યા, ટ્રેડિશનલ લૂકમાં રામ ભક્તિમાં લીન દેખાયા બોલીવુડના બિગ બી
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/amitabh-cachchan-to-visit-ayodhya-ram-mandir.png)
Amitabh Bachchan Visit Ayodhya Ram Mandir : અમિતાભ બચ્ચન અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ બીજા વખત રામ લલ્લાના દર્શન કર્યા છે. આ દરમિયાન બોલીવુડના બીગ ટ્રેડિશનલ લૂકમાં રામ ભક્તિમાં લીન દેખાયા હતા. વધુ વાંચો
- Feb 09, 2024 17:40 IST
ભારત રત્ન : કોણ છે એમએસ સ્વામીનાથન? કૃષિ ક્ષેત્રેમાં દેશને આત્મનિર્ભર બનાવવામાં આવી રીતે કરી હતી મદદ
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/ms-swaminathan.jpg)
Bharat Ratna MS Swaminathan : કેન્દ્ર સરકારે દેશમાં હરિત ક્રાંતિની શરૂઆત કરનાર મહાન કૃષિ વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથનને ભારત રત્ન આપવાની જાહેરાત કરી. વધુ વાંચો
- Feb 09, 2024 16:52 IST
રવિન્દ્ર જાડેજાએ પિતાના ઇન્ટરવ્યૂને ગણાવ્યું વાહિયાત, કહ્યું – મારી પત્નીની છાપ ખરાબ કરવાનું બંધ કરો
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/ravindra-jadeja-.jpg)
રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધ સિંહે એક ઈન્ટરવ્યૂમાં રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબાને પરિવારમાં અણબનાવ ઉભો કરવા માટે જવાબદાર ઠેરવ્યા છે. વધુ વાંચો
- Feb 09, 2024 14:54 IST
Rajkot GRD Bharti 2024, રાજકોટ ગ્રામ્ય રક્ષક દળ ભરતી, ધોરણ 3 પાસ ઉમેદવારો માટે નોકરીની સુવર્ણ તક
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Rajkot-GRD-bharti.jpg)
Rajkot GRD Bharti 2024, રાજકોટ ગ્રામ્ય રક્ષક દળ ભરતી : રાજકટોમાં રહેતા અને માત્ર ધોરણ 3 પાસ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે નોકરીની સુવર્ણ તક આવી છે. રાજકોટ પોલીસ અધિક્ષક કચેરી દ્વારા ગ્રામ રક્ષક દળની ભરતી બહાર પાડી છે. રાજકોટ પોલીસ અધિક્ષક કચેરીએ આપેલી સત્તાવાર જાહેરાત પ્રમાણે ગ્રામ રક્ષક દળની કુલ 324 જગ્યાઓ ભરવાની છે. વધુ વાંચો
- Feb 09, 2024 14:17 IST
હલ્દવાની હિંસા લાઇવ : ઝડપથી સ્થિતિ સામાન્ય થઈ જશેઃ રાધા રતુરી
હલ્દવાની હિંસા લાઇવ : યુપીમાં પણ એલર્ટ
હલ્દવાનીમાં હિંસા બાદ ઉત્તર પ્રદેશમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તમામ જિલ્લાઓને વધારાની તકેદારી રાખવા માટે કહેવામાં આવ્યું છે. ઉત્તરાખંડની સરહદે આવેલા જિલ્લાઓમાં સતર્કતા વધી: ડીજીપી પ્રશાંત કુમાર
- Feb 09, 2024 14:17 IST
હલ્દવાની હિંસા લાઇવ : યુપીમાં પણ એલર્ટ
હલ્દવાનીમાં હિંસા બાદ ઉત્તર પ્રદેશમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તમામ જિલ્લાઓને વધારાની તકેદારી રાખવા માટે કહેવામાં આવ્યું છે. ઉત્તરાખંડની સરહદે આવેલા જિલ્લાઓમાં સતર્કતા વધી: ડીજીપી પ્રશાંત કુમાર
- Feb 09, 2024 14:17 IST
હલ્દવાની હિંસા લાઇવ : 24 કલાકમાં સ્થિતિ સામાન્ય થશે- DGP
હલ્દવાનીના બાનભૂલપુરા વિસ્તારમાં ફાટી નીકળેલી હિંસા પર ડીજીપી અભિનવ કુમારે કહ્યું કે મેં મુખ્ય સચિવ, એડીજી કાયદો અને વ્યવસ્થા સાથે મળીને વિસ્તારની સ્થિતિનો તાગ મેળવ્યો અને ઘટનાક્રમને સમજવા માટે એક બેઠક કરી. આ પછી અમે ઘાયલોને મળવા હોસ્પિટલ ગયા. જિલ્લા વહીવટીતંત્ર તરફથી મળેલા પ્રતિસાદ બાદ અમારી પાસે બે પ્રાથમિકતા છે. પ્રથમ 24 કલાકની અંદર હલ્દવાની શહેરમાં સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવી અને બીજું તમામ બદમાશોની ઓળખ કરીને તેમની સામે પગલાં લેવા.
- Feb 09, 2024 14:12 IST
Bharat Ratna, ભારત રત્ન : ત્રણ મહાનુભાવને ભારત રત્નથી સન્માનિત કરાશે, જ્યંત બોલ્યા દિલ જીતી લીધું
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/bharat-ratna-award.jpg)
Bharat Ratna, ભારત રત્ન : કેન્દ્રની મોદી સરકારે ફરી એકવાર ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે, આ વખતે ત્રણ વ્યક્તિઓને મરણોપરાંત ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. જેમાં ખેડૂતોના મસીહા અને પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહ, પૂર્વ વડાપ્રધાન વીપી નરસિમ્હા રાવ અને પ્રખ્યાત કૃષિ વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથનના નામ સામેલ છે. ચૌધરી ચરણને ભારત રત્ન આપવાની જાહેરાત બાદ તેમના પુત્ર અને RLD ચીફ જયંત ચૌધરીની પ્રતિક્રિયા સામે આવી છે. જયંતે X પર લખ્યું, ‘દિલ જીત્યું’. વધુ વાંચો
- Feb 09, 2024 12:59 IST
દેશના વધુ બે મહાનુભાવને ભારત રત્નથી સન્માનીત કરવાની જાહેરાત, પીએ મોદીએ આપી જાણકારી
દેશના રાજકારણમાં મહત્વનું યોગદાન આપનાર વધુ બે મહાનુભાવને ભારત રત્ન સન્માનની જાહેરાત કરવામાં આવી છે. આ બે મહાનુભાવમાં પૂર્વ વડાપ્રધાન નરસિંહ રાવ અને ચૌધરી ચરણસિંહના નામનો સમાવેશ છે. ઉત્તર પ્રદેશમાં જયંત ચૌધરી ભાજપ સાથે હાથ મિલાવવાના છે તેવી અટકળો વચ્ચે ચૌધરી ચરણસિંહ ને સર્વોચ્ચ સન્માન આપવાની જાહેરાત કરાઈ છે. લાલકૃષ્ણ અડવાણી બાદ વધુ બે રાજકીય મહાનુભાવને ભારત રત્ન મળશે.
हमारी सरकार का यह सौभाग्य है कि देश के पूर्व प्रधानमंत्री चौधरी चरण सिंह जी को भारत रत्न से सम्मानित किया जा रहा है। यह सम्मान देश के लिए उनके अतुलनीय योगदान को समर्पित है। उन्होंने किसानों के अधिकार और उनके कल्याण के लिए अपना पूरा जीवन समर्पित कर दिया था। उत्तर प्रदेश के… pic.twitter.com/gB5LhaRkIv
— Narendra Modi (@narendramodi) February 9, 2024
નરેન્દ્ર મોદીએ આ અંગે એક્સ પર પોસ્ટ કરી હતી કે આ અમારી સરકારનું સૌભાગ્ય છે કે દેશના પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે. આ સન્માન દેશ માટે તેમના અજોડ યોગદાનને સમર્પિત છે. તેમણે પોતાનું સમગ્ર જીવન ખેડૂતોના અધિકારો અને તેમના કલ્યાણ માટે સમર્પિત કર્યું હતું. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હોય કે દેશના ગૃહમંત્રી અને ધારાસભ્ય તરીકે પણ તેમણે હંમેશા રાષ્ટ્ર નિર્માણને પ્રોત્સાહન આપ્યું છે. તેઓ ઈમરજન્સી સામે પણ મક્કમતાથી ઊભા રહ્યા. અમારા ખેડૂત ભાઈઓ અને બહેનો પ્રત્યેનું તેમનું સમર્પણ અને ઈમરજન્સી દરમિયાન લોકશાહી પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા સમગ્ર રાષ્ટ્ર માટે પ્રેરણાદાયી છે.
- Feb 09, 2024 12:43 IST
રિલાયન્સ મોલ આગ : જામનગરમાં રિલાયન્સ મોલમાં ભીષણ આગ, મોલ બળીને ખાખ, 30 ફાયર ફાઇટરે આગ કાબુમાં લીધી
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/reliance-mall-major-fire-1-1.jpg)
Reliance mall major fire, jamnagar news, રિલાયન્સ મોલ આગ : ગુજરાતના જામનગરના મોતી ખાવડી વિસ્તારમાં આવેલા રિલાયન્સ મોલમાં ગુરુવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ ભીષણ આગ લાગી હતી. જ્વાળાઓ આખા સંકુલમાં ફેલાઈ ગઈ હતી. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જામનગર જિલ્લાના અધિકારીઓ અને ફાયર વિભાગ આરઆઈએલના ફાયર ટેન્ડરો સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબૂમાં લેવામાં આવી રહી છે. આગ લાગવાનું કારણ હજુ બહાર આવ્યું નથી, તેના કારણોની તપાસ કરવામાં આવશે. વધુ વાંચો
- Feb 09, 2024 11:39 IST
Pakistan Election Results 2024 Live Updates: પાકિસ્તાન ચૂંટણી પરિણામ લાઇવ, ઈમરાન ખાન નવાજ શરીફ વચ્ચે ટક્કર
Pakistan National Election Results 2024 Live: પાકિસ્તાન ચૂંટણી 2024 લાઈવ અપડેટ ચાલુ છે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન શહબાજ શરીફ પોતાની બેઠક પર જીતી ગયા છે. તેઓ લાહોરની એનએ 123 બેઠક પરથી જીત્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર તેમણે 63953 મતની સરસાઇ મેળવી છે. સામે પક્ષે ઈમરાન ખાન સમર્પિત ઉમેદવારો પણ જીતમાં આગળ ચાલી રહી છે. વધુ વાંચો
- Feb 09, 2024 11:31 IST
સમગ્ર ઉત્તરાખંડમાં હાઈ એલર્ટ, CM ધામીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી
ઉત્તરાખંડની હલ્દવાની હાલ હિંસાનાં સમયગાળામાંથી પસાર થઈ રહી છે. આ હિંસામાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયા છે અને સેંકડો પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે. સ્થિતિને જોતા પોલીસ પ્રશાસને હલ્દવાનીમાં કર્ફ્યુ લાદી દીધો છે. તેમજ હિંસા ફેલાવનારા લોકોને ગોળી મારવાના આદેશ આપવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, હલ્દવાનીમાં ગુરુવારે હિંસા ફાટી નીકળી હતી જ્યારે પોલીસે અતિક્રમણ પર કાર્યવાહી કરી હતી. આ પછી ભીડે પોલીસ પર પથ્થરમારો કર્યો, જે પછી મામલો હિંસાનું સ્વરૂપ લઈ ગયો. શ્વેતપત્ર પર આજે લોકસભામાં ચર્ચા થશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે તેને રજૂ કર્યું હતું. સરકારે શ્વેતપત્રમાં કહ્યું કે જ્યારે અમે 2014માં સત્તા સંભાળી ત્યારે અર્થવ્યવસ્થા ગંભીર સ્થિતિમાં હતી.
Dehradun: Uttarakhand CM Pushkar Singh Dhami chairs a high-level meeting with officials to review the current situation in Banbhoolpura, Haldwani. He has ordered to take strict action against the rioters and miscreants involved in the violence that took place. pic.twitter.com/4syNs0zrmn
— ANI (@ANI) February 9, 2024
ઘટનાને લઈને સીએમ પુષ્કર સિંહ ધામીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. CM ધામીએ બાનભૂલપુરા, હલ્દવાનીમાં પ્રવર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરવા અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી. તેમણે આ સમયગાળા દરમિયાન હિંસામાં સામેલ તોફાનીઓ અને બદમાશો સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.
- Feb 09, 2024 11:23 IST
Today Weather Updates, આજનું હવામાન : ગુજરાતમાં ફરીથી ઠંડી વધી, ઉત્તર ભારતમાં કેવી છે સ્થિતિ? આજે કેવું રહેશે હવામાન?
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/winter-weather.jpg)
Today Weather Updates, Gujarat Winter updates, આજનું હવામાન : ઉત્તર ભારતમાં ઠંડીનો પારો ગગડતા ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી રહી છે. થોડા દિવસના વિરામ બાદ ઠંડીએ ફરીથી પોતાનું સ્વરૂપ દેખાડવાનું શરું કર્યું છે. ગુજરાતમાં ઠંડી સતત ઘટી રહી છે. ઉત્તર ભારતના હવામાનની વાત કરીએ તો આજથી હવામાનમાં ફેરફાર થઈ શકે છે. ગુરુવારે સતત બીજા દિવસે 40 કિમી પ્રતિ કલાકની ઝડપે જોરદાર પવન ફૂંકાયો હતો. વધુ વાંચો
- Feb 09, 2024 10:58 IST
અશાંત ધારો : ગુજરાતના અશાંત વિસ્તારોમાં કેવી રીતે કાયદાએ અલ્પસંખ્યકો માટે આવાસ વિકલ્પોને ઘટાડ્યા
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/vadodara-Disturbed-Areas.jpg)
Disturbed Areas, Ashant dharo, અશાંત ધારો : આ કાયદો પ્રશાસનને સાંપ્રદાયિક ઝઘડાઓના સંદર્ભમાં ક્ષેત્રીય અધિકારી ક્ષેત્રના કેટલાક ભાગોમાં અશાંત જાહેર કરવાનો આધિકાર આપે છે અને જ્યાં સુધી કલેક્ટર મંજૂરી ન આપે ત્યાં સુધી વિવિધ ધર્મોના લોકો વચ્ચે સંપત્તીનું સીધું વેચાણ કરવા પર પ્રતિબંધ લગાવે છે. વધુ વાંચો
- Feb 09, 2024 09:52 IST
પાકિસ્તાન ચૂંટણી પરિણામ : ઈમરાન ખાનની પીટીઆઈના સમર્થનમાં 5 અને નવાઝના 4 ઉમેદવારોની જીત
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન શાહબાઝ શરીફે પોતાની સીટ જીતી લીધી છે. તેઓ લાહોરના એનએ-123થી ઉમેદવાર હતા. મળતી માહિતી મુજબ તેઓ 63953 મતોથી જીત્યા છે. એવા પણ સમાચાર છે કે ઈમરાન ખાનના અપક્ષ ઉમેદવારોએ ખૈબર પખ્તુનખ્વામાં ત્રણ બેઠકો કબજે કરી લીધી છે. પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતે તેમની પાર્ટીના ચૂંટણી ચિન્હ ક્રિકેટ 'બેટ'ને છીનવી લેવાના ચૂંટણી પંચના નિર્ણયને માન્ય રાખ્યા બાદ ખાનના પીટીઆઈ ઉમેદવારો અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે.
- Feb 09, 2024 09:33 IST
Teri Baaton Mein Aisa Uljha Jiya : શાહિદ કપૂર અને કૃતિ સેનનની ફિલ્મ તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા આજથી સિનેમાઘરોમાં
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Teri-Baaton-Mein-Aisa-Uljha-Jiya-shahid-kapoor-kriti-sanon-mira-rajput-review-gujarati-news-.jpg)
Teri Baaton Mein Aisa Uljha Jiya : શાહિદ કપૂર (Shahid Kapoor) અને કૃતિ સેનન (Kriti Sanon) ની રોમેન્ટિક કોમેડી ફિલ્મ ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ (Teri Baaton Mein Aisa Ulza Jiya) આ શુક્રવારે રિલીઝ થાય છે. અમિત જોધી અને આરાધના સાહ દ્વારા ડાયરેક્ટ આ ફિલ્મ એક એવા માણસની સ્ટોરી પર છે જે રોબોટના પ્રેમમાં પડી છે. રિલીઝના થોડા કલાકો પહેલાં, શાહિદની પત્ની, મીરા રાજપૂતે (Mira Rajput) એક ખાસ સ્ક્રીનિંગ વિષે શેર કર્યું અને મીરા રાજપુરએ આવું કહ્યું, વધુ વાંચો
- Feb 09, 2024 09:32 IST
Haldwani Violence: ઈન્ટરનેટ સ્થગિત, શાળાઓ બંધ, શૂટ એટ સાઇટ ઓર્ડર, હલ્દવાની હિંસા પછી કેવી છે સ્થિતિ?
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Haldvani-violence.jpg)
Haldwani Violence, હલ્દવાની હિંસા : ગેરકાયદે મદરેસા અને મસ્જિદ તોડી પાડવાને લઈને હિંસા ફાટી નીકળ્યા બાદ ઉત્તરાખંડના હલ્દવાનીમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. રાજ્યના એડીજી કાયદો અને વ્યવસ્થા એપી અંશુમને જણાવ્યું હતું કે હિંસાગ્રસ્ત બાનભૂલપુરામાં ચાર લોકોના મોત થયા હતા અને 100થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.
બાણભૂલપુરા વિસ્તારમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે અને લોકોને ઘરની અંદર રહેવાની સૂચના આપવામાં આવી છે. શહેરમાં દવાખાના અને દવાની દુકાનો સિવાય બધુ બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. શાળાઓ, ઓફિસો અને બજારો સંપૂર્ણપણે બંધ છે. શહેરમાં પેટ્રોલ પંપ પણ બંધ છે. વધુ વાંચો
- Feb 09, 2024 08:54 IST
Article 370 : આર્ટિકલ 370 પોલિટિકલ ફિલ્મ શું કાશ્મીર ફાઇલ્સ જેવી? યામી ગૌતમ ફિલ્મમાં ઇન્ટેલિજન્સ ઓફિસર બની
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Article-370-Trailer-Launch-Yami-Gautam-.jpg)
Article 370 : યામી ગૌતમ (Yami Gautam) અભિનીત ફિલ્મ આર્ટિકલ 370 (Article 370) નું ટ્રેલર રિલીઝ થયું છે. આ ફિલ્મ જમ્મુ અને કાશ્મીરના વિશેષ દરજ્જાને રદ કરવામાં આવ્યો હતો તે ઘટના પર આધારિત છે. આ ફિલ્મ ‘સાચી ઘટનાઓથી પ્રેરિત’ છે, ત્યારે દાવો ચર્ચાસ્પદ છે.
યામી ગૌતમ (Yami Gautam) ફિલ્મમાં એક ગુપ્તચર અધિકારી (Intelligence Officer)ની ભૂમિકા ભજવે છે, જે દેખીતી રીતે ઘણા નુકસાનમાંથી પસાર થઈ રહી છે, અને પછી તેને “ફ્રી હેન્ડ” આપવામાં આવે છે કારણ કે તે એક મિશનનું નેતૃત્વ કરવા માટે કાશ્મીરમાં પોસ્ટેડ છે. આ ફિલ્મ જોરદાર, હિંસક અને જિન્ગોઇસ્ટિક છે અને 2022માં રિલીઝ થયેલી ધ કાશ્મીર ફાઇલ્સ (Kashmir Files) ના ફોલો-અપ જેવી લાગે છે. કાશ્મીર ફાઇલ્સની તેના પ્રચાર જેવા કન્ટેન્ટ માટે ટીકા કરવામાં આવી હતી પરંતુ તે બોક્સ ઓફિસ પર સફળ રહી હતી.આ ફિલ્મ પ્રોડકશન આદિત્ય ધર દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમણે અગાઉ ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક ડાયરેક્ટકરી હતી અને તેના માટે તેને બેસ્ટ ડાયરેક્ટરનો નેશનલ ફિલ્મ એવોર્ડ જીત્યો હતો. વધુ વાંચો
- Feb 09, 2024 08:53 IST
Happy Chocolate day 2024 Wishes: ચોકલેટ ડે 2024 : ચોકલેટ કરતા મીઠી શાયરીઓ મોકલી પાર્ટનરને કરો દિલની વાત
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/chocolate-day-2024.jpg)
Chocolate day 2024 Message quotes Card, ચોકલેટ ડે 2024 : વેલેન્ટાઈન વીકના ત્રીજા દિવસે એટલે કે 9 ફેબ્રુઆરીએ ચોકલેટ ડે ઉજવવામાં આવે છે. ચોકલેટ ડે મોઢા અને પ્રેમ સંબંધો બંનેમાં મીઠાશ ઉમેરવાનું કામ કરે છે. ચોકલેટ ડે પર યુગલો એકબીજાને ચોકલેટ આપે છે. વધુ વાંચો
- Feb 09, 2024 07:30 IST
પીએમ મોદીનો જન્મ ઓબીસીમાં થયો નથી – રાહુલ ગાંધીનો આક્ષેપ; ગુજરાતમાં મોદી જ્ઞાતિ ક્યારે ઓબીસીમાં સામેલ કરાઇ, ભારતમાં ક્યા રાજ્ય અને સમાજમાં આ અટક હોય છે?
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/rahul-gandhi-pm-narendra-modi.jpg)
Rahul Gandhi On PM Narendra Modi OBC Cast : રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર પર આક્ષેપ કર્યો કે, તેમને જન્મ ઓબીસીમાં થયો નથી. જાન્યુઆરી 2002માં ગુજરાત સરકારે મોઢ ઘાંચી જાતિને ઓબીસીનો દરજ્જો આપવા એક પરિપત્ર જારી કર્યુ હતુ. વધુ વાંચો
- Feb 09, 2024 07:29 IST
ઉત્તરાખંડ : હલ્દવાનીમાં ઉપદ્રવીઓને જોતા જ ગોળી મારવાનો આદેશ, ગેરકાયદેસર મદરેસા હટાવવાને લઈને તણાવ
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Haldwani-violence.jpg)
Shoot on sight orders in Uttarakhand : ઉત્તરાખંડના હલ્દવાનીમાં ગેરકાયદેસર મદરેસાઓ હટાવવાને લઈને મોટો હંગામો થયો છે. પોલીસના ઘણા વાહનો સળગાવી દેવામાં આવ્યા છે, પથ્થરો પણ ફેંકવામાં આવ્યા છે. સ્થળ પર તણાવનો માહોલ છે અને સ્થિતિને કાબુમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે પ્રશાસન તરફથી ગેરકાયદે મદરેસાને બુલડોઝરથી હટાવવાની સૂચના આપવામાં આવી હતી. પરંતુ જ્યારે અધિકારીઓ કાર્યવાહી કરવા ગયા તો તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. વધુ વાંચો
- Feb 09, 2024 07:28 IST
આજનો ઇતિહાસ 9 ફેબ્રુઆરી : ભારતમાં પહેલીવાર ફોટા સાથેની ટપાલ ટિકિટ ક્યારે જારી થઇ હતી? જાણો ઇતિહાસ
Today history 9 February : આજે 9 ફેબ્રુઆરી છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો વર્ષ 1931માં આજના દિવસે ભારતમાં પહેલીવાર ફોટા સાથેની ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે વધુ વાંચો
- Feb 09, 2024 07:27 IST
Chocolate Day 2024 : વેલેન્ટાઇન વીક, જાણો ચોકલેટ ડે કેમ ઉજવવામાં આવે છે
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Chocolate-Day-2.jpg)
Chocolate Day 2024 : ચોકલેટ ડે વેલેન્ટાઈન વીકનો ત્રીજો દિવસ છે, જે દર વર્ષે 9 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસે, તમે તમારા પ્રિયજનો, મિત્રો અને પરિવારજનોને તમારા મનપસંદ ચોકલેટનું બોક્સ ભેટમાં આપી શકો છો. ચોકલેટ એ સર્વવ્યાપી રીતે પ્રિય મીઠાઈ છે જે કોઈપણના ચહેરા પર સ્મિત લાવી શકે છે.
ચોકલેટની એક શ્રેણી છે જે તમે પસંદ કરી શકો છો. ડાર્ક ચોકલેટ, મિલ્ક ચોકલેટ અને મિન્ટ ચોકલેટથી લઈને બદામ અને કિસમિસ સાથેની ચોકલેટ સુધી. હાવભાવને વધુ મધુર બનાવવા માટે તમારા મનપસંદ ચોકલેટના બોક્સને રોમેન્ટિક કાર્ડ અથવા ફૂલોના કલગી સાથે જોડી દો. વધુ વાંચો
- Feb 09, 2024 07:27 IST
Chocolate Day : ડાર્ક ચોકલેટ વિષે રિચર્સ શું કહે છે? જાણો સેવન કરવાના ફાયદા-ગેર ફાયદા
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Chocolate-Day.jpg)
Chocolate Day : વેલેન્ટાઈન વીક (Valentine’s week) ચાલી રહ્યો છે. પ્રેમની કબૂલાત કરવા લવબર્ડ્સ આ સમયની આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે. આમ તો ખાસ દિવસ 14 ફેબ્રુઆરી (February 14) એ આવે છે. પરંતુ આ દિવસના એક સપ્તાહ પહેલા વેલેન્ટાઈન વીક શરૂ થાય છે. શરૂઆત રોઝ ડે, પ્રપોઝ ડે અને પછી ચોકલેટ ડે આવે છે, આજે ચોકલેટ ડે (Chocolate Day) છે. જો તમે તમારા પાર્ટનરને ચોકલેટ આપવાનું વિચારી રહ્યા હોવ તો આ હેલ્થી ઓપ્શન વિષે જાણો અહીં
- Feb 09, 2024 07:26 IST
Today Live darshan : આજના લાઇવ દર્શન, ઊંઝાથી ઉમિયા માતાજીના કરો દર્શન
Unjha Umiya Mataji Today Live Darshan : ઉમિયા માતાજીને પાર્વતી સ્વરૂપ ગણવામાં આવે છે. ત્યારે હજારો લાખો ભક્તો માતાના ચરણોમાં શિશ ઝુકાવવા આવતા હોય છે. ત્યારે અમે આજે ઘરે બેઠાંજ તમને ઉમિયા માતાજીના મંદિરથી દેવીના લાઇવ દર્શન કરાવીશું. લાઇવ દર્શન કરો
- Feb 09, 2024 07:14 IST
Today Horoscope : આજનું રાશિફળ : ચોકલેટ ડે 2024 તમારા માટે કેવો રહેશે, વાંચો રાશિ ભવિષ્ય
Horoscope 9 February 2024, Horoscope: આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ. વધુ વાંચો


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us