Gujarati News Today 5 February Highlights: પીએમ મોદીએ કહ્યું- કોંગ્રેસે લાંબા સમય સુધી વિપક્ષમાં રહેવાનો સંકલ્પ કર્યો છે

Gujarati News Today 5 February Highlights: પીએમ મોદીએ કહ્યું- કોંગ્રેસે લાંબા સમય સુધી વિપક્ષમાં રહેવાનો સંકલ્પ કર્યો છે. 5 ફેબ્રુઆરીના મહત્વના ગુજરાતી સમાચાર જાણો.

Gujarati News Today 5 February Highlights: પીએમ મોદીએ કહ્યું- કોંગ્રેસે લાંબા સમય સુધી વિપક્ષમાં રહેવાનો સંકલ્પ કર્યો છે. 5 ફેબ્રુઆરીના મહત્વના ગુજરાતી સમાચાર જાણો.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
PM Modi, parliament

સંસદમાં પીએમ નરેન્દ્ર મોદી (તસવીર - બીજેપી ટ્વિટર સ્ક્રિનગ્રેબ)

Today News in Gujarati, 5 February 2024,આજના તાજા સમાચાર : આજે સોમવાર ને 5 ફેબ્રુઆરીના ગુજરાત સહિત દેશ વિદેશમાં બનેલી આજની મહત્વની તમામ ઘટનાઓના સમાચાર અહીં જાણી શકો છો. સમાચારથી અપડેટ રહેવા માટે ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ સાથે જોડાયેલા રહો.

Advertisment
breaking news, latest news updates, બ્રેકિંગ ન્યૂઝ, લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ
બ્રેકિંગ ન્યૂઝ, લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ

પીએમ મોદીએ કહ્યું - કોંગ્રેસે લાંબા સમય સુધી ત્યાં (વિપક્ષમાં) રહેવાનો સંકલ્પ કર્યો છે

પીએમ મોદીએ કહ્યું કે વિપક્ષે જે સંકલ્પ લીધો છે તેની હું પ્રશંસા કરું છું, તેમના ભાષણની એક-એક વાતથી મારો અને દેશનો વિશ્વાસ પાક્કો થઇ ગયો છે કે કરી છે કે તેમણે લાંબા સમય સુધી ત્યાં (વિપક્ષમાં) રહેવાનો સંકલ્પ કર્યો છે.

  • Feb 05, 2024 23:52 IST

    કેએસ ભરતની ખરાબ બેટિંગ છતા ત્રીજી ટેસ્ટમાં તક મળશે? કોચ રાહુલ દ્રવિડે આપ્યો આવો સંકેત

    IND vs ENG : ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં વિકેટકિપર કેએસ ભરતે બે મેચની 4 ઈનિંગ્સમાં નિરાશ કર્યા છે. આ કારણે કેએસ ભરતની ટીકા થઈ રહી છે. વધુ વાંચો



  • Feb 05, 2024 22:47 IST

    લોકસભા ચૂંટણી : યુપીમાં સીટ શેરિંગ પર ક્યાં ફસાયો છે પેચ, અખિલેશ યાદવ પાસેથી કોંગ્રેસ શું ઇચ્છે છે?

    Lok Sabha Elections 2024 : ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીએ કોંગ્રેસને અગિયાર બેઠકો આપવાની જાહેરાત કરી છે, જેને રાહુલ ગાંધીની પાર્ટી સ્વીકારવા તૈયાર નથી. યુપી કોંગ્રેસના ઘણા નેતાઓ આનાથી ખુશ નથી. વધુ વાંચો



  • Advertisment
  • Feb 05, 2024 22:15 IST

    ‘તે મકબરો નહી, મહાભારત કાળનું લક્ષાગૃહ છે…’, જ્ઞાનવાપી પછી હિંદુઓની બીજી જીત, કોર્ટે આપ્યો મહત્ત્વનો નિર્ણય

    ઉત્તર પ્રદેશના બાગપતમાં લક્ષાગૃહ અને બદરુદ્દીન શાહની મઝાર જમીન વિવાદમાં કોર્ટે ચૂકાદો આપ્યો, જેમાં હિન્દુ પક્ષની જીત થઈ છે. જાણો શું છે મામલો? વધુ વાંચો



  • Feb 05, 2024 21:56 IST

    Paytm : વિજય શંકર શર્મા કોણ છે, 2016ની નોટબંધી બાદ કિસ્મત ચમકી, વાંચો પેટીએમની કહાણી

    Paytm Founder Vijay Shekhar Sharma : પેટીએમ સામે આરબીઆઈની કાર્યવાહી બાદ વન97 કોમ્યુનિકેશન્સનો શેરમાં કડાકો બોલાયો છે. નોટબંધી બાદ વિજય શેખર શર્માની ડિજિટલ પેમેન્ટ કંપનીની કિસ્મત ચમકી હતી પરંતુ હાલ મુશ્કેલીનો સામનો કરી રહી છે. વધુ વાંચો



  • Feb 05, 2024 20:13 IST

    લોકસભામાં પીએમ મોદીનો પરિવારવાદ પર પ્રહાર, ‘એક જ પ્રોડક્ટને વારંવાર લોન્ચ કરવામાં આવી રહી છે’

    PM Narendra Modi speech : પીએમ નરેન્દ્ર મોદીએ મંગળવારે સંસદના બજેટ સત્ર દરમિયાન પોતાના ભાષણમાં કોંગ્રેસ સહિત વિપક્ષી દળો પર જોરદાર પ્રહાર કર્યો. વધુ વાંચો



  • Feb 05, 2024 18:41 IST

    પીએમ મોદીએ કહ્યું - NDA ને 400 કરતા વધારે સીટો મળશે

    પીએમ મોદીએ કહ્યું - હવે અમારી સરકારનો ત્રીજો કાર્યકાળ પણ ઘણો દૂર નથી. વધુમાં વધુ 100-125 દિવસ બાકી છે અને આખો દેશ કહી રહ્યો છે... કે અબ કી બાર 400 પાર. 2024ના લોકસભા ચૂંટણીમાં NDA ને તો 400 કરતા વધારે સીટો મળશે જ પણ દેશ ભાજપને 370 સીટ અવશ્ય આપશે.



  • Feb 05, 2024 18:15 IST

    પીએમ મોદીએ કહ્યું - ત્રીજા કાર્યકાળમાં અમે વિકસિત ભારતના નિર્માણને નવી ગતિ આપીશું

    પીએમ મોદીએ કહ્યું - અમે પહેલા કાર્યકાળમાં યૂપીએના સમયમાં જે ખાડા હતા તે ખાડા ભરવામાં ઘણો સમય અને શક્તિ લગાવી. અમારા બીજા કાર્યકાળમાં નવા ભારતનો પાયો રાખ્યો અને ત્રીજા કાર્યકાળમાં અમે વિકસિત ભારતના નિર્માણને નવી ગતિ આપીશું.



  • Feb 05, 2024 18:11 IST

    પીએમ મોદીએ કહ્યું - અમે 17 કરોડથી વધુ ગેસ કનેક્શન આપ્યા

    પીએમ મોદીએ કહ્યું - અમે 17 કરોડથી વધુ ગેસ કનેક્શન આપ્યા છે, જો અમે કોંગ્રેસની ઝડપથી ચાલ્યા હોત તો આ કામ પૂર્ણ કરવામાં હજુ 60 વર્ષ લાગી જાય છે. ત્રણ પેઢીઓ ધુમાડામાં રસોઈ બનાવતા-બનાવતા વીતી જાત.



  • Feb 05, 2024 18:06 IST

    અમે ગરીબો માટે 4 કરોડ મકાનો બનાવ્યા - પીએમ મોદી

    આજે દેશમાં જે ગતિથી કામ થઈ રહ્યું છે કોંગ્રેસ સરકાર આ ઝડપની કલ્પના પણ કરી શકતી નથી. અમે ગરીબો માટે 4 કરોડ મકાનો બનાવ્યા, જેમાંથી 80 લાખ પાકાં મકાનો શહેરી ગરીબો માટે બનાવ્યાં. જો કોંગ્રેસની ગતિએ કામ થયું હોત તો આટલું કામ પૂરું કરતાં 100 વર્ષ લાગ્યા હોત, 100 પેઢીઓ વીતી ગઈ હોત.



  • Feb 05, 2024 18:01 IST

    દર વખતની જેમ તમે (વિપક્ષ) દેશને ઘણો નિરાશ કર્યો - પીએમ મોદી

    પીએમ મોદીએ કહ્યું -કબ તક ટુકડો મેં સોચતે રહોગે, કબ તક સમાજ કો બાંટતે રહોગે, બહુત તોડા દેશ કો..સારું થાત કે જતા-જતા આ ચર્ચા દરમિયાન કેટલીક સકારાત્મક વાતો થશે, કેટલાક સકારાત્મક સૂચનો આવ્યા હોત. પરંતુ દર વખતની જેમ તમે દેશને ઘણો નિરાશ કર્યો.



  • Feb 05, 2024 17:55 IST

    પીએમ મોદીએ કહ્યું - આગામી ચૂંટણીઓમાં તમે ચોક્કસપણે દર્શક ગેલેરીમાં જોવા મળશો

    પીએમ મોદીએ કહ્યું - જનતા જનાર્દન ભગવાનનું સ્વરૂપ હોય છે અને તમે (વિપક્ષ) જે રીતે આ દિવસોમાં સખત મહેનત કરી રહ્યા છો, હું દૃઢપણે માનું છું કે જનતા જનાર્દન તમને ચોક્કસપણે આશીર્વાદ આપશે અને આગામી ચૂંટણીઓમાં તમે ચોક્કસપણે દર્શક ગેલેરીમાં જોવા મળશો.



  • Feb 05, 2024 17:47 IST

    ચંદીગઢ મેયરની ચૂંટણી પર CJI ચંદ્રચુડે કહ્યું – લોકતંત્રની આ રીતે હત્યા નહીં થવા દઈએ

    CJI Chandrachud : સુનાવણી દરમિયાન સીજેઆઈ ચંદ્રચુડે રિટર્નિંગ ઓફિસરની ઝાટકણી કાઢતા કહ્યું કે બેલેટ પેપર સાથે ચેડાં થયા હોવાનું સ્પષ્ટ છે. તેમની સામે કાર્યવાહી થવી જ જોઈએ. વધુ વાંચો



  • Feb 05, 2024 17:44 IST

    પીએમ મોદીએ કહ્યું - કોંગ્રેસે લાંબા સમય સુધી ત્યાં (વિપક્ષમાં) રહેવાનો સંકલ્પ કર્યો છે

    પીએમ મોદીએ કહ્યું કે વિપક્ષે જે સંકલ્પ લીધો છે તેની હું પ્રશંસા કરું છું, તેમના ભાષણની એક-એક વાતથી મારો અને દેશનો વિશ્વાસ પાક્કો થઇ ગયો છે કે કરી છે કે તેમણે લાંબા સમય સુધી ત્યાં (વિપક્ષમાં) રહેવાનો સંકલ્પ કર્યો છે.



  • Feb 05, 2024 16:55 IST

    પેપર લીક રોકવા સંસદમાં બિલ રજૂ, પરીક્ષામાં ગેરરીતિ રોકવા કાયદો બનશે, શું છે સજાની જોગવાઈ?

    પરીક્ષામાં ગેરરીતિ કે પેપર લીકની સમસ્યા હવે દૂર થશે, સંસદમાં મોદી સરકારે બિલ રજૂ કર્યું, તો જોઈએ શું છે સજાની જોગવાઈ. વધુ વાંચો



  • Feb 05, 2024 16:51 IST

    શું છે પ્લેસેસ ઓફ વર્શિપ એક્ટ? ભાજપના સાંસદ હરનાથ સિંહ યાદવે નાબૂદ કરવાની માંગ કરી

    places of worship act : કેન્દ્ર સરકારે રામ મંદિર આંદોલનને ધ્યાનમાં રાખીને પ્લેસેસ ઓફ વર્શિપ એક્ટ પસાર કર્યો હતો. આ કાયદો 1991માં તત્કાલીન કોંગ્રેસ સરકાર દ્વારા લાવવામાં આવ્યો હતો. વધુ વાંચો



  • Feb 05, 2024 14:33 IST

    જ્ઞાનવાપીના ભોંયરાઓનો પણ ASI સર્વે કરાવે, હિંદુ પક્ષે બીજી અરજી કરી, આવતીકાલે થશે સુનાવણી

    વારાણસીના જ્ઞાનવાપી સંકુલ કેસમાં, કોર્ટના આદેશ બાદ વ્યાસજીના ભોંયરામાં પૂજા શરૂ થયા પછી, હિન્દુ પક્ષે બાકીના ભોંયરાઓનો પણ ASI સર્વે કરવાની માંગ કરી છે. આ અંગે વારાણસી કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ કેસની સુનાવણી મંગળવારે થઈ શકે છે. અરજીમાં એવી માંગણી કરવામાં આવી છે કે ASI તમામ ભોંયરાઓનો સર્વે કરે અને

    ચાલો જાણીએ કે અહીં પહેલા શું હતું. અગાઉ, 31 જાન્યુઆરીએ, જિલ્લા અદાલતે રીસીવરને સાત દિવસમાં વ્યાસજીના ભોંયરામાં પૂજા શરૂ કરવાની વ્યવસ્થા કરવા આદેશ આપ્યો હતો.

    વ્યાસજીના ભોંયરામાં પૂજા ચાલુ છે

    જિલ્લા કોર્ટના આદેશ બાદ વ્યાસજીના ભોંયરામાં નિયમિત પૂજા ચાલી રહી છે. અહીં અખંડ જ્યોતિ પણ પ્રગટાવવામાં આવી છે. આ મામલે મુસ્લિમ પક્ષે હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. મુસ્લિમ પક્ષનું કહેવું છે કે કોર્ટના આદેશનું પાલન કરવામાં ઉતાવળ દાખવવામાં આવી છે. એટલું જ નહીં, મુસ્લિમ પક્ષનો એવો પણ આરોપ છે કે અહીં મૂર્તિઓ લગાવવામાં આવી છે.



  • Feb 05, 2024 14:29 IST

    રાજુલા વન વિભાગની ટીમે દિપડાને પાંજરે પુરવની સફળતા મળી

    થોડા દિવસ પહેલા છતડીયા રોડ પર નવનિર્માણ પામી રહેલ મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર નિશુલ્ક હોસ્પિટલના બિલ્ડિંગમાં ઘુસ્યો હતો. વન વિભાગની બેદરકારીના લીધે દીપડો હોસ્પીટલ બીજા માળે બેસી ગયો હતો. દિપડો વન વિભાગના હાથમા આવે તે પહેલા ફરાર થઇ ગયો હતો. ત્યારબાદ રાજુલા વન વિભાગે દિપડાને પાંજરે પુરવા માટે કવાયત હાથ ધરાઇ હતી. આજે વહેલી સવારે ફરાર થયેલ દિપડાનું રેસક્યુ કરી વન વિભાગની ટીમે દીપડાને પાંજરે પુરવામા આવ્યો.



  • Feb 05, 2024 14:15 IST

    હેમંત સોરેન નો મોટો આરોપ, ‘ધરપકડમાં રાજ્યપાલનો પણ હાથ, મારી સામે કંઈ મળ્યું તો…’

    ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેને વિધાનસભામાં મોટું નિવેદન આપ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા હેમંત સોરેનની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ આજે ઝારખંડ વિધાનસભામાં બહુમત પરીક્ષણ છે, તેથી તેમને મતદાન માટે વિધાનસભામાં લાવવામાં આવ્યા હતા. આ દરમિયાન હેમંત સોરેનને પણ બોલવાનો મોકો મળ્યો અને તેમણે રાજ્યપાલ પર મોટા આરોપો લગાવ્યા. વધુ વાંચો



  • Feb 05, 2024 14:11 IST

    IND vs ENG Live Score: જસપ્રીત બુમરાહે વિકેટ લીધી હતી

    જસપ્રીત બુમરાહે વિકેટ લીધી હતી. તેણે બેન ફોક્સને પેવેલિયનમાં મોકલ્યો. તેણે 36 રન બનાવ્યા હતા. ટોમ હાર્ટલી 30 રન બનાવીને ક્રીઝ પર છે. ઈંગ્લેન્ડનો સ્કોર 65 ઓવરમાં 8 વિકેટે 275 રન છે. જીતવા માટે 124 રનની જરૂર છે.



  • Feb 05, 2024 14:09 IST

    IND vs ENG Live Score: બેન સ્ટોક્સ રન આઉટ

    ઈંગ્લેન્ડને 7મો આંચકો લાગ્યો છે. બેન સ્ટોક્સ રન આઉટ થયો છે. તેણે 11 રન બનાવ્યા હતા. ભારત જીતથી 3 વિકેટ દૂર છે. ઈંગ્લેન્ડે 52.4 ઓવરમાં 7 વિકેટે 220 રન બનાવ્યા છે. બેન ફોક્સ 12 રન બનાવીને ક્રીઝ પર છે. ક્રિઝ પર નવો બેટ્સમેન ટોમ હાર્ટલી



  • Feb 05, 2024 14:09 IST

    IND vs ENG Live Score: ઇંગ્લેન્ડને જીતવા માટે 201 રનની જરૂર છે

    ઈંગ્લેન્ડે 46 ઓવરમાં 6 વિકેટે 198 રન બનાવ્યા છે. જીતવા માટે 201 રનની જરૂર છે. ખાતું ખોલાવ્યા વિના બેન ફોક્સ અને 4 રન બનાવીને ક્રિઝ પર બેન સ્ટોક્સ. જસપ્રીત બુમરાહ અને કુલદીપ યાદવ બોલિંગ કરી રહ્યા છે.



  • Feb 05, 2024 14:06 IST

    મોહાલી ખાતે યોજાએલી ઓલ ઇન્ડિયા માસ્ટર્સ રેન્કિંગ બેડમિંટન ટુર્નામેન્ટમાં ગુજરાતનાં ખેલાડીઓનુ શાનદાર પ્રદર્શન

    મોહાલી ખાતે યોજાએલી ઓલ ઇન્ડિયા માસ્ટર્સ રેન્કિંગ બેડમિંટન ટુર્નામેન્ટમાં ગુજરાતનાં ખેલાડીઓએ વિવિધ કેટેગરીમાં મેડલ્સ જીતી બાજી મારી છે. ગુજરાત પોલીસના એસીપી જીતેન્દ્ર યાદવ અને સમીર અબ્બાસીએ મેન્સ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે, જ્યારે પૂજા પારેખ મહેતાએ 45+ વયની કેટેગરીમાં 3 ગોલ્ડ મેડલ્સ જીત્યા છે. પૂજાએ ઉપરોક્ત કેટેગરીમાં વિમેન સિંગલ્સ, તેમજ વિમેન ડબલ્સમાં યાશ્મિન શેખ સાથે જ્યારે મિક્સ્ડ ડબલ્સમાં સમીર અબ્બાસી સાથે ગોલ્ડ મેડલ્સ જીત્યા છે. જ્યારે મીત અઘ્યારુએ સિલ્વર જીત્યો છે. આ ટુર્નામેન્ટમાં ગુજરાતનાં વિવેક ઓઝાએ સિલ્વર જ્યારે જૈમિન ગોથરીયાએ બ્રોન્ઝ જીત્યો છે.



  • Feb 05, 2024 14:02 IST

    પેન્ડોરા પેપર્સ કાંડ : અનિલ અંબાણી, સચિન તેંડુલકર અને હરીશ સાલ્વે…, તપાસમાં શું સામે આવ્યું?

    પેન્ડોરા પેપર્સ માં 380 ભારતીયોના નામ છે. આ નામો સામે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. પેન્ડોરા પેપર્સમાં ઉદ્યોગપતિઓથી માંડીને ભાગેડુ વેપારીઓ સુધીના દરેકનો સમાવેશ થાય છે. પેન્ડોરા પેપર્સ માં ઉદ્યોગપતિ અનિલ અંબાણી, ભાગેડુ નીરવ મોદી, ક્રિકેટર સચિન તેંડુલકર, જેકી શ્રોફ, નીરા રાદિયા, હરીશ સાલ્વે સહિત અનેક મોટા નામ સામેલ છે. એજન્સીઓએ આ યાદીમાં જેમના નામ છે, તેમના સ્થાન પર સર્ચ કરવા માટે સમન્સ જાહેર કરવાનું શરૂ કરી દીધું છે, તેમની સંપત્તિ જપ્ત કરવા માટે નિવેદનો નોંધવા, આવકવેરા અને આરબીઆઈ પાસેથી માહિતી એકત્રિત કરવાનું શરૂ કર્યું છે. વધુ વાંચો



  • Feb 05, 2024 14:02 IST

    NEET UG Exam, નીટ પરીક્ષા 2024 : આ દિવસે શરુ થશે યુજી નીટ માટે રજીસ્ટ્રેશન, આવી રીતે કરો અરજી

    NEET UG 2024 Exam, નીટ પરીક્ષા 2024 : નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ – અંડરગ્રેજ્યુએટ 2024 (NEET UG 2024) પરીક્ષા નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા 5 મેના રોજ યોજાવાની છે. આ પરીક્ષા માટે નોંધણી પ્રક્રિયા હજુ શરૂ થઈ નથી. જો કે, આ પરીક્ષામાં બેસવા ઇચ્છુકો રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થવાની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, NEET UG 2024 માટે નોંધણી આ અઠવાડિયાથી 8મી અથવા 9મી ફેબ્રુઆરીથી શરૂ થઈ શકે છે. જોકે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા હજુ સુધી રજીસ્ટ્રેશન શરૂ કરવા માટે કોઈ તારીખ જારી કરવામાં આવી નથી. વધુ વાંચો



  • Feb 05, 2024 12:25 IST

    'વિપક્ષે સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ કર્યો' : સીએમ ચંપાઈ સોરેને વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરતી વખતે કહ્યું

    ચંપાઈ સોરેને કહ્યું- સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે ઝારખંડના મુખ્યમંત્રી ચંપાઈ સોરેને ફ્લોર ટેસ્ટ દરમિયાન પોતાના સંબોધનમાં કહ્યું કે સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અમે એરોપ્લેન દ્વારા કામદારોને લાવ્યા. આ સરકારે કોરોના સમયગાળા દરમિયાન ઘણા મહત્વપૂર્ણ પગલાં લીધા.



  • Feb 05, 2024 11:43 IST

    જિયો એરફાઈબર પ્લાન! માત્ર રૂ. 101માં 100GB ડેટા, નવો સસ્તો AirFiber બૂસ્ટર પ્લાન લૉન્ચ

    જિયો ફાઈબર – નવો અને સસ્તો પ્લાન : રિલાયન્સ જિયોએ તાજેતરમાં બે નવા AirFiber પ્લાન લૉન્ચ કર્યા છે. દેશની સૌથી મોટી ટેલિકોમ કંપનીએ AirFiber ગ્રાહકો માટે બે નવા બૂસ્ટર પ્લાન રજૂ કર્યા છે. તમને જણાવી દઈએ કે, Jio AirFiber કંપનીની 5G વાયરલેસ ઇન્ટરનેટ સેવા છે. મુકેશ અંબાણીની માલિકીની Reliance Jio નું કહેવું છે કે, આ બંને બૂસ્ટર પ્લાનનો ઉપયોગ કરીને કોઈપણ વર્તમાન રિચાર્જ પ્લાન સાથે માસિક ડેટા મર્યાદા વધારી શકાય છે. વધુ વાંચો



  • Feb 05, 2024 11:24 IST

    પાકિસ્તાનમાં ચૂંટણી પહેલા આતંકી હુમલો, 10 પોલીસકર્મીઓના મોત, અનેક ઘાયલ

    ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં એક પોલીસ સ્ટેશન પર થયેલા આતંકવાદી હુમલામાં લગભગ 10 પોલીસકર્મીઓ માર્યા ગયા છે અને છ અન્ય ઘાયલ થયા છે. દક્ષિણ એશિયાઈ રાષ્ટ્રમાં આ અઠવાડિયાના અંતમાં રાષ્ટ્રીય ચૂંટણીના ભાગરૂપે છેલ્લા કેટલાક દિવસોમાં હિંસાના બનાવોમાં વધારો જોવા મળ્યો છે. છેલ્લા પાંચ દિવસમાં બે વખત ચૂંટણી પંચની ઓફિસની બહાર બોમ્બ વિસ્ફોટ થયા છે. બલૂચિસ્તાનના નુશ્કી જિલ્લામાં રવિવારે પાકિસ્તાનના ચૂંટણી પંચ (ECP)ની ઓફિસની બહાર વિસ્ફોટ થયો હતો. જો કે આ વિસ્ફોટમાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.



  • Feb 05, 2024 11:07 IST

    lunar eclipse, ચંદ્ર ગ્રહણ 2024 : આ વખતે હોળી પર રહેશે ચંદ્ર ગ્રહણનો પડછાયો, જાણો ક્યારે છે હોલિકા દહન

    lunar eclipse 2024, Chandra Grahan 2024, holi 2024, ચંદ્ર ગ્રહણ 2024 : રંગોની હોળી ફાલ્ગુન મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે હોલિકા દહન પછીના બીજા દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર 24 અને 25 માર્ચે ઉજવવામાં આવશે. જો કે, 2024નું પ્રથમ ચંદ્રગ્રહણ 25 માર્ચે થવાનું છે, જે હોળીના તહેવારને અસર કરશે. ચંદ્રગ્રહણ એ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ખગોળીય ઘટના હોવા છતાં ભારતમાં તેનું ધાર્મિક અને જ્યોતિષીય મહત્વ છે. ગ્રહણ દરમિયાન પૂજા કરવા પર મનાઈ ફરમાવવામાં આવે છે. આ વખતે ગ્રહણ હોળીના દિવસે (હોળી પર ચંદ્રગ્રહણ) થવાનું છે. ચાલો જાણીએ કે ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે કે નહીં અને ક્યારે આપણે હોલિકા દહન કરી શકીશું. વધું વાંચો



  • Feb 05, 2024 09:35 IST

    મૌલાના મુફ્તી સલમાન અઝહરીને આજે અમદાવાદ લવાશે, ગુજરાત ATSએ મુંબઈમાં કરી હતી અટકાયત

    Maulana Mufti Salman Azhari : મૌલાના મુફ્તી સલમાન અઝહરીએ જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપ્યું હતું. હવે આ કેસમાં ગુજરાત ATSએ સલમાન અઝહરીની મુંબઈથી અટકાયત કરવામાં આવી હતી. સલમાન અઝહરી પર પોતાના નિવેદનો દ્વારા નફરત ફેલાવવાનો અને લોકોની ભાવનાઓને ઠેશ પહોંચાડવાનો આરોપ છે. રવિવારે સાંજે ગુજરાત ATSએ મુંબઈ પોલીસની મદદથી સલમાન અઝહરીને તેના ઘરેથી અટકાયતમાં લીધી હતી. મળતી માહિતી પ્રમાણે મુંબઈથી એટીએસ અને જૂનાગઢ પોલીસની ટીમ મુફ્તી સલમાન અઝહરીને સવારે અમદાવાદમાં એટીએસ હેડક્વાર્ટર ખાતે લાવશે. ત્યારબાદ ત્યાંથી ટીમમાં ફેરફાર કરીને તેને તાત્કાલિક જૂનાગઢ લઈ જવાશે. વધુ વાંચો



  • Feb 05, 2024 08:42 IST

    Abhishek Bachchan Birthday : આટલી ફ્લોપ ફિલ્મો પછી પણ એક્ટરે હાર ન માની! અમિતાભ બચ્ચનને પુત્ર અભિષેક બચ્ચન પર ગર્વ!

    weekly horoscope : તમામ રાશિના જાતકોનું સાપ્તાહ કેવું રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે સપ્તાહ કેવું રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું સાપ્તાહિક રાશિફળ. વધુ વાંચો



  • Feb 05, 2024 08:00 IST

    Jharkhand Floor Test, ઝારખંડ ફ્લોર ટેસ્ટ : ચંપઈ સોરેન સરકારે આજે સાબિત કરવી પડશે બહુમતી, પરત ફર્યા બધા ધારાસભ્યો

    Jharkhand Floor Test, ઝારખંડ ફ્લોર ટેસ્ટ, champai Government latest updates : આજે નવા મુખ્યમંત્રી ચંપઈ સોરેનનો ઝારખંડ ફ્લોર ટેસ્ટનો દિવસ છે. ઝારખંડના પૂર્વ સીએમ અને જેએમએમ નેતા હેમંત સોરેનની ED દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ રાજ્યની રાજનીતિ માટે સોમવારનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ બની રહ્યો છે. રાજકીય સંકટ વચ્ચે, તાજેતરમાં હેમંત સોરેનના નજીકના ચંપાઈ સોરેને સીએમ તરીકે શપથ લીધા. ચંપાઈ સોરેને સોમવારે ઝારખંડ વિધાનસભામાં બહુમતી સાબિત કરવાની છે. અગાઉ, ધારાસભ્યોના હોર્સ-ટ્રેડિંગને રોકવાના ઉદ્દેશ્ય સાથે, જેએમએમ અને કોંગ્રેસના ધારાસભ્યોને કોંગ્રેસ શાસિત રાજ્ય તેલંગાણામાં હૈદરાબાદ મોકલવામાં આવ્યા હતા. સોમવારે યોજાનાર ફ્લોર ટેસ્ટ પહેલા ગઠબંધનના તમામ ધારાસભ્યો રવિવારે જ રાંચી પરત ફર્યા હતા. વધુ વાંચો



  • Feb 05, 2024 07:41 IST

    કાકાના ગઢ પર અજિત પવારની નજર, કહ્યું – શરદ પવારની ભાવુક અપીલ પર ધ્યાન ન આપો

    ajit pawar : મહારાષ્ટ્રમાં વિરોધ પક્ષ એનસીપીમાં સૌથી મોટું વિભાજન થયું હતું. શરદ પવારના ભત્રીજા અજિત પવારે પાર્ટી તોડી એનડીએમાં સામેલ થઈ ગયા હતા. હાલમાં તેઓ એકનાથ શિંદે સરકારમાં દેવેન્દ્ર ફડણવીસની સાથે ડેપ્યુટી સીએમ છે. એનસીપીના એક મોટા ભાગનું નેતૃત્વ અજિત પવાર કરે છે. હવે તેમનું સંપૂર્ણ ધ્યાન એનસીપીની પરંપરાગત લોકસભા બેઠક બારામતી પર છે. તેના માટે તેમણે પ્રચાર પણ શરૂ કરી દીધો છે. અજિત પવારે શરદ પવારની વાતમાં મતદારોને ભાવુક ન થવાની માગણી કરી છે, કારણ કે શરદ પવાર ફરી એક વાર ઇમોશનલ કાર્ડ રમી શકે છે. વધુ વાંચો



  • Feb 05, 2024 07:39 IST

    આજનો ઇતિહાસ 5 ફેબ્રુઆરી : મહર્ષિ મહેશ યોગી કોણ છે, અવકાશમાં સૌથી વધુ સમય રહેનાર મહિલા કોણ છે?

    Today history 5 February : આજે 5 ફેબ્રુઆરી છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો શીખ ધર્મના સાતમાં ગુરુ હર રાયની (Guru Har Rai) જન્મજયંતિ છે. તો ભારતીય યોગ ગુરુ મહર્ષિ મહેશ યોગી અને ચીની બૌદ્ધ સાધુ હ્યુએન ત્સાંગની પુણ્યતિથિ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે વધુ વાંચો



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ