Gujarati News Today 8 February Highlights: આજના તાજા સમાચાર, અંડર 19 વર્લ્ડ કપ : પાકિસ્તાનને હરાવી ઓસ્ટ્રેલિયા ફાઇનલમાં, હવે ભારત સામે ટકરાશે

Gujarati News Today 8 February Highlights: 8 ફેબ્રુઆરીને ગુરુવારના મુખ્ય ગુજરાતી સમાચાર તમે અહીં જાણી શકો છો. અંડર 19 વર્લ્ડ કપમાં પાકિસ્તાનને હરાવી ઓસ્ટ્રેલિયા ફાઇનલમાં આવ્યું છે. હવે ભારત સામે ટકરાશે.

Gujarati News Today 8 February Highlights: 8 ફેબ્રુઆરીને ગુરુવારના મુખ્ય ગુજરાતી સમાચાર તમે અહીં જાણી શકો છો. અંડર 19 વર્લ્ડ કપમાં પાકિસ્તાનને હરાવી ઓસ્ટ્રેલિયા ફાઇનલમાં આવ્યું છે. હવે ભારત સામે ટકરાશે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
australia u19 team, ICC Under 19 World Cup 2024

વિકેટની ઉજવણી કરતા ઓસ્ટ્રેલિયન પ્લેયર્સ (તસવીર - સોશિયલ મીડિયા)

Today News in Gujarati, 8 February 2024,આજના તાજા સમાચાર : આજે ગુરુવાર ને 8 ફેબ્રુઆરી છે. આજના લેટેસ્ટ અને મુખ્ય ગુજરાતી સમાચાર તમે અહીં જાણી શકો છો. ગુજરાત રાજ્ય સહિત દેશ વિદેશમાં બનતી તમામ ઘટનાઓ વિશે અહીં જાણકારી આપવામાં આવશે. વેપારથી લઈને કરિયર સુધી, સ્પોસ્ટ્સ લઈને ટેક્નોલોજી સુધીના તમામ સમાચાર વાંચવા માટે અમારી ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ સાથે જોડાયેલા રહો.

Advertisment
breaking news, latest news updates, બ્રેકિંગ ન્યૂઝ, લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ
બ્રેકિંગ ન્યૂઝ, લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ

આજના બ્રેકિંગ ન્યૂઝ અહીં જાણો

અંડર 19 વર્લ્ડ કપ : પાકિસ્તાનને હરાવી ઓસ્ટ્રેલિયા ફાઇનલમાં, હવે ભારત સામે ટકરાશે

ઓસ્ટ્રેલિયાની ટીમ આઈસીસી અંડર 19 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં પહોંચી ગઇ છે. બીજી સેમિ ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાની અંડર 19 ટીમે પાકિસ્તાનની અંડર 19 ટીમ સામે રોમાચંક મુકાબલામાં એક વિકેટે વિજય મેળવી ફાઈનલમાં સ્થાન બનાવ્યું છે. હવે ફાઇનલ મેચ માટે ઓસ્ટ્રેલિયાનો મુકાબલો રવિવારે ભારત સામે થશે.

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાનની ટીમ 48.5 ઓવરમાં 179 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 49.1 ઓવરમાં 9 વિકેટે 181 રન બનાવી લક્ષ્યાંક મેળી લીધો હતો. ઓસ્ટ્રેલિયાએ છઠ્ઠી વખત આ ટૂર્નામેન્ટની ફાઇનલમાં સ્થાન બનાવ્યું છે.

Advertisment
  • Feb 08, 2024 22:07 IST

    અંડર 19 વર્લ્ડ કપ : પાકિસ્તાનને હરાવી ઓસ્ટ્રેલિયા ફાઇનલમાં, હવે ભારત સામે ટકરાશે

    ઓસ્ટ્રેલિયાની ટીમ આઈસીસી અંડર 19 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં પહોંચી ગઇ છે. બીજી સેમિ ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાની અંડર 19 ટીમે પાકિસ્તાનની અંડર 19 ટીમ સામે રોમાચંક મુકાબલામાં એક વિકેટે વિજય મેળવી ફાઈનલમાં સ્થાન બનાવ્યું છે. હવે ફાઇનલ મેચ માટે ઓસ્ટ્રેલિયાનો મુકાબલો રવિવારે ભારત સામે થશે.

    ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાનની ટીમ 48.5 ઓવરમાં 179 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 49.1 ઓવરમાં 9 વિકેટે 181 રન બનાવી લક્ષ્યાંક મેળી લીધો હતો. ઓસ્ટ્રેલિયાએ છઠ્ઠી વખત આ ટૂર્નામેન્ટની ફાઇનલમાં સ્થાન બનાવ્યું છે.



  • Feb 08, 2024 21:52 IST

    મુંબઈ : ફેસબુક લાઇવ કરી રહેલા ઉદ્ધવ જૂથના નેતા પર ફાયરિંગ

    મુંબઈમાં શિવસેનાના ઉદ્ધવ જુથના નેતા અભિષેક ઘોસાલકર પર જીવલેણ હુમલો થયો છે. અભિષેક પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં તેને ત્રણ વખત ગોળી વાગી હોવાના અહેવાલ છે. ઇજાગ્રસ્ત અભિષેકને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઘટના સમયે અભિષેક ફેસબુક લાઇવ કરી રહ્યો હતો. હવે પોલીસે સમગ્ર કેસની તપાસ શરૂ કરી દીધી છે.



  • Feb 08, 2024 21:38 IST

    ઉત્તરાખંડ : હલ્દવાનીમાં ઉપદ્રવીઓને જોતા જ ગોળી મારવાનો આદેશ, ગેરકાયદેસર મદરેસા હટાવવાને લઈને તણાવ

    ઉત્તરાખંડ : પોલીસના ઘણા વાહનો સળગાવી દેવામાં આવ્યા છે, પથ્થરો પણ ફેંકવામાં આવ્યા છે. સ્થળ પર તણાવનો માહોલ છે. વધુ વાંચો



  • Feb 08, 2024 21:32 IST

    White Paper : શ્વેત પત્રમાં યુપીએ પર ગંભીર આક્ષેપ, જાણો કોંગ્રેસની મનમોહન સરકાર વિશે લખ્યું છે

    White Paper Alleges On UPA Government : શ્વેત પત્રમાં યુપીએ સરકાર પર ભયંકર આક્ષેપ કરવામાં આવ્યા છે. જાણો મોદી સરકારના આ શ્વેત પત્રમાં કોંગ્રેસની મનમોહન સરકાર વિશું લખવામાં આવ્યું છે. વધુ વાંચો



  • Feb 08, 2024 21:02 IST

    ક્યારે મળ્યું હતું પીએમ મોદીની જાતિને ઓબીસી સ્ટેટસ? કોંગ્રેસ સરકારમાં ડેપ્યુટી સીએમ રહેલા નરહરિ અમીને કર્યો મોટો દાવો

    OBC caste : કોંગ્રેસ અધ્યક્ષના આ હુમલા બાદ ભાજપના રાજ્યસભા સાંસદ નરહરિ અમીને વળતો હુમલો કર્યો છે. નરહરિ અમીન કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે. તેઓ 1994માં કોંગ્રેસ પાર્ટીની સરકારમાં ગુજરાતના ડેપ્યુટી સીએમ હતા. વધુ વાંચો



  • Feb 08, 2024 17:42 IST

    RBI on Paytm : પેટીએમ પર પ્રતિબંધ કેમ મૂકાયા? આરબીઆઈ ગવર્નરે કર્યો ખુલાસો, ગ્રાહકને દરેક પ્રશ્નનો જવાબ મળશે

    RBI on Paytm Paymenrs Bank : પેટીએમ શેર આરબીઆઈના પ્રતિબંધ બાદ સતત ઘટી રહ્યો છે. રિઝર્વ બેંકના ગવર્નરે વન97 કોમ્યુનિકેન્શન્સ એટલે કે પેટીએમ વિરુદ્ધ કેમ કડક કાર્યવાહી કરવામાં આવી તે અંગે જાણકારી આપી છે. વધુ વાંચો



  • Feb 08, 2024 16:45 IST

    નર્મદાનું પાણી કચ્છના નાના રણમાં મીઠાના ભંડારને નષ્ટ કરી રહ્યું : અગરિયાઓ

    મોરબીના હળવદ નજીકના ગામોમાં નર્મદાના નહેરના પાણીથી કચ્છના નાના રણમાં મીઠાના તવાઓ સુધી પહોંચી રહ્યા, જેનાથી અગરીયાઓને મીઠાની ખેતી નષ્ટ થવાનો ભય છે. વધુ વાંચો



  • Feb 08, 2024 16:37 IST

    ઇશાન કિશન પ્લેઇંગ 11માં આ ખેલાડીની પસંદગીથી નારાજ હતો : રિપોર્ટ

    ઇશાન કિશન વિશે જ્યારે રાહુલ દ્રવિડને સવાલ કરવામાં આવ્યો તો તેમણે જૂની વાત દોહરાવી. તેમણે કહ્યું કે કિશને વાપસી કરવા માટે ક્રિકેટ રમવું પડશે. વધુ વાંચો



  • Feb 08, 2024 15:35 IST

    લોકસભા ચૂંટણી 2024 : આમ આદમી પાર્ટી પણ ઇન્ડિયા ગઠબંધનથી દૂર? બીજા ત્રણ ઉમેદવારની કરી જાહેરાત

    પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ સંદીપ પાઠકે કહ્યું - અમે ઇ્ન્ડિયા ગઠબંધન સાથે વાત કરતા-કરતા થાકી ગયા છીએ. મહિનાઓ થઇ ગયા વાતચીત કરતા-કરતા પણ પરિણામ કશું સામે આવ્યું નથી. વધુ વાંચો



  • Feb 08, 2024 14:22 IST

    કોંગ્રેસ બ્લેક પેપર, અન્યાયના 10 વર્ષ : ‘ભાજપે 10 ​​વર્ષમાં 411 ધારાસભ્યો તોડ્યા, બેરોજગારી પર કોઈ વાત નહી’

    કોંગ્રેસ બ્લેક પેપર, અન્યાયના 10 વર્ષ : કોંગ્રેસે મોદી સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરવા માટે ‘બ્લેક પેપર’ બહાર પાડ્યું. કોંગ્રેસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર વિરુદ્ધ એક ‘બ્લેક પેપર’ બહાર પાડ્યું, જેમાં તેમણે મોંઘવારી, બેરોજગારી, સામાજિક ન્યાય, ખેડૂતો અને અન્ય ઘણા મુદ્દાઓ પર સરકારની નિષ્ફળતાનો ઉલ્લેખ કર્યો. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુરુવારે આ ‘બ્લેક પેપર’ બહાર પાડ્યું. પાર્ટીએ તેને ‘અન્યાયના 10 વર્ષ’ નામ આપ્યું છે. વધુ વાંચો



  • Feb 08, 2024 14:11 IST

    રાહુલ ગાંધીનો પ્રહાર :’PM મોદી OBC જન્મ્યા નથી, તેઓ ક્યારેય જાતિની વસ્તી ગણતરી કરવા દેશે નહીં’

    Rahul Gandhi Attack On PM Modi, રાહુલ ગાંધીનો પ્રહાર : કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ફરી એકવાર PM મોદી પર મોટો હુમલો કર્યો છે. તેમણે દાવો કર્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓબીસી જાતિમાં જન્મ્યા નથી. તેમનો જન્મ ગુજરાતમાં તેલી જાતિમાં થયો હતો જે તે સમયે સામાન્ય જાતિ હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે આ સમુદાયને વર્ષ 2000માં ભારતીય જનતા પાર્ટી દ્વારા OBCનો ટેગ આપવામાં આવ્યો હતો. વધુ વાંચો



  • Feb 08, 2024 13:49 IST

    દિલ્હીના ગોકુલપુરી મેટ્રો સ્ટેશન પર મોટી દુર્ઘટના, પ્લેટફોર્મનો ભાગ ધરાશાયી

    દિલ્હીથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં અચાનક ગોકુલપુરી મેટ્રો સ્ટેશનનો એક ભાગ ધરાશાયી થઈ ગયો. જેના કારણે રાહદારીઓમાં ફફડાટ ફેલાયો હતો. આ અકસ્માત પિંક લાઇન મેટ્રો સ્ટેશન પર થયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય કેટલાક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે. દિલ્હી પોલીસ ફોર્સ પણ તૈનાત કરવામાં આવી છે.

    અકસ્માત થયો ત્યારે રસ્તા પર ઘણા લોકો હાજર હતા. રાહદારીઓ આવતા-જતા હતા. અચન ગોકુલપુરી મેટ્રો સ્ટેશનની બાજુનો સ્લેબ તૂટી પડ્યો. જેના કારણે કેટલાક લોકો ઘાયલ થયા હતા. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.



  • Feb 08, 2024 12:47 IST

    જસપ્રીત બુમરાહ નંબર 1 બોલર, એબી ડિવિલિયર્સે કર્યા વખાણ, યોર્કર છે ખતરનાક

    અમદાવાદ: ભારત વિ ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝમાં જસપ્રીત બુમરાહ છવાયો છે. ઘાતક બોલિંગ સાથે જસપ્રીત બુમરાહ બેટ્સમેનો માટે જાણે ખતરનાક બન્યો છે. વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં ભારતના આ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે એક મેચમાં નવ વિકેટ લેતાં ઇંગ્લેન્ડ ધરાશાયી થયું હતું. ભારતે આ ટેસ્ટ મેચ જીતી પાંચ મેચની આ સિરીઝ 1-1 થી બરોબર કરી છે. આ સાથે જ જસપ્રીત બુમરાહ આઇસીસી ટેસ્ટ બોલર રેન્કિંગમાં ટોચ પર પહોંચ્યો છે. વધુ વાંચો



  • Feb 08, 2024 12:45 IST

    ગાંધીનગર : Psy ગ્રુપ પર ઈન્કમ ટેક્સ વિભાગના દરોડા, બિલ્ડરોમાં ફફડાટ, બિહારમાં પણ 10 સ્થળે આઈટીની રેડ

    ગાંધીનગર Psy ગ્રુપ આઈટી રેડ : ગાંધીનગરમાં ઈન્કમ ટેક્સનો મોટો દરોડો પાડવામાં આવ્યો છે. ઇન્કમ ટેક્સ વિભાગે ગાંધીનગરમાં રિયલ એસ્ટેટ બિલ્ડર અને કન્સ્ટ્રક્શન કંપની Psy ગ્રુપ ઉપર દરોડા પાડ્યા છે. પીએસવાય કંપનીના ભાગીદારોના ઘર, ઓફિસ સહિતની 27 જગ્યાઓ પર ઈન્કમ ટેક્સ વિભાગની અલગ અલગ ટીમો ત્રાટકી છે. મોટી માત્રામાં બેનામી સંપત્તિ મળવાની સંભાવના છે. વધુ વાંચો



  • Feb 08, 2024 12:44 IST

    Mauni Amavasya 2024, મૌની અમાસ ઉપાય: કરો આ 5 કામ, પિતૃ દોષથી મળશે રાહત, શનિદેવ થશે પ્રસન્ન

    Mauni Amavasya 2024 Upay, મૌની અમાસ ઉપાય: હિન્દુ પંચાંગ મુજબ માઘ માસની અમાસ તિથિનું વિશેષ મહત્વ છે. તે માઘી અમાસ, મૌની અમાસ જેવા નામોથી ઓળખાય છે. આ દિવસે સ્નાન અને દાનનું વિશેષ મહત્વ છે. આ વખતે મૌની અમાસ 9 ફેબ્રુઆરી 2024ના રોજ આવી રહી છે. દિવસ દરમિયાન સ્નાન અને દાન ઉપરાંત પિતૃઓ માટે શુભ કાર્ય કરવાની વિશેષ પરંપરા છે.

    એવું માનવામાં આવે છે કે આ દિવસે વ્રત રાખવાથી અને મૌન રાખવાથી અનેક ગણું વધારે ફળ મળે છે અને જીવનમાં ખુશીઓ રહે છે. તે જ સમયે, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, મુખ્ય અમાસના દિવસે કંઈક ખાસ થાય છે. કામ કરવાથી વ્યક્તિની કુંડળીમાં શનિ દોષ અને પિત્ર દોષની અશુભ અસર ઘણી હદ સુધી ઓછી કરી શકાય છે. આવો જાણીએ મૌની અમાસના દિવસે કયા કયા શુભ કાર્ય કરવા જોઈએ… વધુ વાંચો



  • Feb 08, 2024 12:17 IST

    PM મોદી OBC જન્મ્યા નથી, તેઓ ક્યારેય જાતિની વસ્તી ગણતરી કરવા દેશે નહીં, રાહુલ ગાંધીનો મોટો પ્રહાર

    કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે, "PM મોદીનો જન્મ OBC કેટેગરીમાં થયો નથી. તેઓ ગુજરાતમાં તેલી જાતિમાં જન્મ્યા છે. આ સમુદાયને વર્ષ 2000માં ભાજપ દ્વારા OBCનો ટેગ આપવામાં આવ્યો હતો. તેમનો જન્મ સામાન્ય જાતિમાં થયો હતો. .તેઓ તેમના સમગ્ર જીવનમાં જાતિની વસ્તી ગણતરી કરવા દેશે નહીં કારણ કે તેમનો જન્મ OBCમાં થયો નથી, તેઓ સામાન્ય જાતિમાં જન્મ્યા છે..."



  • Feb 08, 2024 11:30 IST

    મહારાષ્ટ્રમાં કોંગ્રેસને મોટો ફટકો, ત્રણ વખત ધારાસભ્ય બનેલા બાબા સિદ્દીકીએ પાર્ટીમાંથી આપ્યું રાજીનામું

    લોકસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના દિગ્ગજ નેતા અને ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂકેલા બાબા સિદ્દીકીએ ગુરુવારે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. એવી ચર્ચા છે કે બાબા સિદ્દીકી આગામી સપ્તાહે NCPના અજિત પવાર જૂથમાં જોડાઈ શકે છે. એનસીપીના નેતાઓએ પણ આ વાતને સમર્થન આપ્યું છે. જો કે, આ અંગે સિદ્દીકીની તરફથી હજુ સુધી કોઈ નિવેદન બહાર આવ્યું નથી.



  • Feb 08, 2024 10:58 IST

    વડોદરા બોટ દુર્ઘટના : એસઆઈટીએ વધુ બે ભાગીદારોની કરી ધરપકડ, FSL રિપોર્ટમાં શું સામે આવ્યું?

    વડોદરા બોટ દુર્ઘટના : વડોદરા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ બુધવારે 18 જાન્યુઆરીની હરણી બોટ દુર્ઘટનામાં મેસર્સ કોટિયા પ્રોજેક્ટ્સના વધુ બે આરોપી ભાગીદારોની ધરપકડ કરી હતી. આ દુર્ઘટનામાં 12 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકો સહિત 14 લોકોના મોત થયા હતા. એસઆઈટીને અકસ્માતનો એફએસએલ રિપોર્ટ મળી ગયો છે, જેમાં જણાવાયું છે કે, “ઓવર લોડ અને લાઇફ જેકેટ વગર” સવારીના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. વધુ વાંચો



  • Feb 08, 2024 10:54 IST

    કેજરીવાલ અને ભગવંત માન જંતર-મંતર પહોંચશે, પિનરાઈ વિજયનના કેન્દ્ર વિરુદ્ધ વિરોધ પ્રદર્શનમાં જોડાશે

    આ દિવસોમાં સંસદમાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. વચગાળાના બજેટ 2024-25 અને કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના વચગાળાના બજેટ પર આજે રાજ્યસભામાં ફરી ચર્ચા શરૂ થશે. 17મી લોકસભાનું આ 15મું સત્ર 10 ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવ્યું છે. જો કે, ઉપાધ્યક્ષ જગદીપ ધનખરે કહ્યું કે 10 ફેબ્રુઆરીએ બેઠકના દિવસે ન તો ઝીરો અવર હશે કે ન તો પ્રશ્નકાળ હશે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન આજે દિલ્હીના જંતર-મંતર પર કેન્દ્ર વિરુદ્ધ ડાબેરી લોકશાહી મોરચા (LDF)ના વિરોધમાં કેરળના સીએમ પિનરાઈ વિજયન સાથે જોડાશે. આ સાથે જ કોંગ્રેસ કેન્દ્ર સરકારના શ્વેતપત્ર સામે બ્લેક પેપર લાવવાની તૈયારી કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, યુપીએ સરકારના 10 વર્ષ સામે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા 'વ્હાઈટ પેપર'ના જવાબમાં કોંગ્રેસ મોદી સરકારના 10 વર્ષ પર 'બ્લેક પેપર' લાવશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આ બ્લેક પેપર રજૂ કરી શકે છે.



  • Feb 08, 2024 10:46 IST

    શ્વેતપત્ર વિ બ્લેક પેપર : મોદી સરકારના શ્વેતપત્રના જવાબમાં કોંગ્રેસની બ્લેક પેપર લાવવાની તૈયારી, ખડગે રજૂ કરશે

    Modi Government, swetpatra vs black paper, શ્વેતપત્ર વિ બ્લેક પેપર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવનો જવાબ આપ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન પર લાવવામાં આવેલા આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસે બંગાળમાંથી 40ને પાર ન કરવાના પડકારનો સામનો કર્યો છે. હું પ્રાર્થના કરું છું કે તમે 40 બચાવી શકો, જ્યારે કોંગ્રેસ કેન્દ્ર સરકારના વ્હાઇટ પેપર સામે બ્લેક પેપર લાવવાની તૈયારી કરી રહી છે. વધુ વાંચો



  • Feb 08, 2024 09:55 IST

    ગાંધીનગરમાં ITનું મેઘા ઓપરેશન, 100 વધારે અધિકારીઓની ટીમ 27 જગ્યાએ ત્રાટકી

    ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં લાંબા સમય બાદ ઇન્કમટેક્સ વિભાગે ઓપરેશન હાથ ધર્યું છે. ઇન્કમ ટેક્સ વિભાગે Psy ગ્રુપ ઉપર દરોડા પાડ્યા છે. બંકીમ જોશી અને નિલય દેસાઇ, વિક્રાંત પુરોહિત સહિતના ભાગીદારો ઉપર ઇન્કમ ટેક્સ વિભાગ ત્રાટક્યું હોવાની માહિતી મળી રહી છે. ગાંધીનગર સેક્ટર 8,21 સહિતના વિસ્તારોમાં આઇટી વિભાગના 100થી વધારે અધિકારીઓ તપાસમાં જોડાયા છે. એક સાથે 27 જગ્યાએ આઇટી વિભાગ ત્રાટકતા ફફડાટ ફેલાયો હતો.



  • Feb 08, 2024 09:28 IST

    Today Weather Updates,આજનું હવામાન: ગુજરાતમાં ઠંડીનો પારો ફરી ગગડ્યો, ઉત્તર ભારતમાં બર્ફીલી હવાનો કહેર

    Today Weather Updates, Gujarat Winter updates, આજનું હવામાન : શિયાળો હવે પોતાના અંતિમ તબક્કામાં પહોંચી રહ્યો છે. થોડા દિવસની રાહત બાદ ગુજરાતમાં ફરી ઠંડી વધી રહી છે. ઉત્તર ભારતમાં બર્ફીલી હવાઓ ફૂંકાવાના કારણને ગુજરાતમાં ઠંડીનો પારો ફરી ગગડ્યો છે. ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાવાના કારણે લોકો ઠુંઠવાયા હતા. ઉત્તર ભારતમાં ઠંડા પવનોને કારણે ઠંડીમાં વધારો થયો છે. ગ્રેટર નોઈડા, નોઈડા, ગાઝિયાબાદ અને ગુરુગ્રામ સહિત દિલ્હીમાં જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે આ સ્થળોએ ઠંડી વધી ગઈ છે, જોકે આ દિવસોમાં તડકો પડવાની સંભાવના છે. આ ઉપરાંત હળવો વરસાદ પણ પડશે. વધુ વાંચો



  • Feb 08, 2024 09:02 IST

    Today history 8 February : આજનો ઇતિહાસ 8 ફેબ્રુઆરી, પ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યકાર કનૈયાલાલ મુનશીની પુણ્યતિથિ

    Today history 8 February : આજે 8 ફેબ્રુઆરી 2023 (8 February) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે પ્રપોઝ ડે સાથે ગુજરાતી ભાષાના મહાન સાહિત્યકાર, સ્વતંત્રતા સેનાની અને રાજકારણી કનૈયાલાલ માણેકલાલ મુનશીની (Kanaiyalal Maneklal Munshi) પુણ્યતિથિ છે. તો પ્રખ્યાત ગઝલ ગાયક જગજીત સિંહ (jagjit singh) અને ક્રિકેટર અઝરૂદ્દીન મોહમ્મદનો (azruddin mohamed) બર્થ ડે પણ છે. જાણો ઇતિહાસની તવારીખમાં (8 February history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે વધુ વાંચો



  • Feb 08, 2024 08:41 IST

    LRD ભરતીની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર, હવે ફિઝિકલ પરીક્ષાના માર્ક્સ નહીં ગણાય

    Gujarat Police : રાજ્ય સરકારે લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. જે અંતર્ગત અગાઉ લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી તેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા. જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે. દોડના કોઈ ગુણ રહેશે નહીં. વધુ વાંચો



  • Feb 08, 2024 08:38 IST

    Happy Propose Day 2024 Wishes: પ્રપોઝ ડે 2024 : આ શાયરીની સાથે પાર્ટનરને કરો પોતાના દિલની વાત, માહોલ બનશે રોમેન્ટિક

    Happy Propose Day 2024 Wishe, Whatsapp Messages, Photos, પ્રપોઝ ડે 2024 : આજે વેલેન્ટાઈન વીકનો બીજો દિવસ છે. 7મી ફેબ્રુઆરીના રોજ રોડ ડે પછી વેલેન્ટાઈન વીકના બીજા દિવસે 8મી ફેબ્રુઆરીએ પ્રપોઝ ડે ઉજવવામાં આવે છે. આ દિવસે પ્રેમમાં રહેલા લોકો તે ખાસ વ્યક્તિ પ્રત્યે તેમની લાગણીઓ વ્યક્ત કરવાનો પ્રયાસ કરે છે જેને તેઓ ખૂબ પ્રેમ કરે છે. જો તમારા જીવનમાં આવી કોઈ ખાસ વ્યક્તિ છે અને તમે પણ તેમને તમારા દિલની લાગણીઓથી વાકેફ કરવા માંગો છો, તો આ લેખ તમારા માટે મદદરૂપ થઈ શકે છે. વધુ વાંચો



  • Feb 08, 2024 08:04 IST

    Propose Day 2024 | પ્રપોઝ ડે : પ્રેમ અને રિલેશન કાયમ કરવામાં આ દિવસનું શું છે મહત્વ, જાણો દરેક ખાસ વાત

    Propose Day 2024 Date : દુનિયામાં વેલેન્ટાઈન વીકને ઉત્સવની જેમ ઉજવવામાં આવે છે. આ અઠવાડિયાની શરૂઆત રોઝ ડે સાથે થઈ છે. વેલેન્ટાઇન વીકનો બીજો દિવસ છે પ્રપોઝ ડે, જે દર વર્ષે વેલેન્ટાઇન વીકના બીજા દિવસે 8 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. પ્રપોઝ ડે દુનિયાભરના કપલ્સના દિલમાં એક ખાસ સ્થાન ધરાવે છે. આ દિવસ એકબીજા પ્રત્યે પ્રેમ, સ્નેહ અને પ્રતિબદ્ધતા દર્શાવવાનો દિવસ છે. વેલેન્ટાઇન્સ વીકનો ઉદભવ પશ્ચિમી વિશ્વમાં થયો હોવાનું માનવામાં આવે છે, પરંતુ પ્રપોઝ ડેનો ઇતિહાસ કંઈક અંશે અસ્પષ્ટ છે. વધુ વાંચો



  • Feb 08, 2024 08:03 IST

    ઇડી સાથે ખેંચતાણમાં કેજરીવાલને હવે કોર્ટની નોટિસ, ‘આપ’ની ચારેબાજુ આ રીતે ફેલાયેલું છે સંકટ

    Jatin Anand : દિલ્હીની એક કોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લિકર કૌભાંડમાં 17મી ફેબ્રુઆરીએ હાજર થવા માટે કહ્યું છે. પાંચ સમન્સ છતા હાજર ન રહેતા ઇડીએ કોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું હતું કે સીએમ કેજરીવાલ તપાસમાં સહકાર આપી રહ્યા નથી.

    એક દિવસ પહેલા અરવિંદ કેજરીવાલના સૌથી નજીકના અને સૌથી જૂના સહયોગીઓમાંથી એક સહિત આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓ સાથે જોડાયેલા પરિસરો પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં સંડોવાયેલા પક્ષ વિરુદ્ધ તપાસના દાયરામાં વધુ વિસ્તરણ કરવામાં આવ્યું હતું. વધુ વાંચો



  • Feb 08, 2024 08:03 IST

    Smoking : 30 દિવસ સુધી સ્મોકિંગ ન કરવાથી શરીર પર આવી અસર થાય

    Smoking : ધૂમ્રપાન (Smoking) છોડવાનો નિર્ણય એ એક બહાદુર અને જીવન બદલનાર નિર્ણય છે. આ નિર્ણય લાગુ કર્યાના પહેલા જ દિવસથી તમે વિવિધ ફેરફારો જોઈ શકો છો. એવું કહેવાય છે કે જો શરૂઆતમાં શું થશે તેની આગાહી મનમાં સ્પષ્ટ હોય તો તે વસ્તુ કરવાની ઈચ્છા શક્તિ વધે છે. જો તમે પણ ધૂમ્રપાન છોડવાનું (Quitting Smoking)વિચારી રહ્યા છો તો આજે અમે તમને તેના કેટલાક ફાયદા (Benefits Of Quitting Smoking) જણાવવા જઈ રહ્યા છીએ. ઘણી વખત ધૂમ્રપાન છોડવામાં ‘આદત’ અવરોધરૂપ હોય છે, પરંતુ આ આદતને પ્રયત્નોથી તોડી શકાય છે, ધીરજ અને સાતત્ય મહત્વપૂર્ણ છે. આજથી શરૂઆત કરવા માટે આપણે ઓછામાં ઓછા એક મહિના સુધી સિગારેટ છોડી દેવાના ફાયદા જોઈશું. વધુ વાંચો



  • Feb 08, 2024 08:02 IST

    પાકિસ્તાન ચૂંટણી 2024 : જેલમાં ઇમરાન, નવાજ સાથે આર્મી અને આશા રાખીને બેઠા છે બિલાવલ, આજે વોટિંગ

    Pakistan Election 2024, today polls live news updates, પાકિસ્તાન ચૂંટણી 2024: પાકિસ્તાનમાં આ વખતે મુકાબલો ત્રણ પક્ષો વચ્ચે છે, આ ત્રણેય પક્ષોના ત્રણ સૌથી મોટા ચહેરા છે, એટલે કે આ વખતે મુકાબલો ઈમરાન ખાન વિરુદ્ધ નવાઝ શરીફ વિરુદ્ધ બિલાવલ ભુટ્ટો વચ્ચે થશે. વધુ વાંચો



  • Feb 08, 2024 07:51 IST

    Today Horoscope : આજનું રાશિફળ : પ્રપોઝ ડે 2024 તમારા માટે કેવો રહેશે, વાંચો રાશિ ભવિષ્ય

    Horoscope 8 February 2024, Horoscope: આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ. વધુ વાંચો



  • Feb 08, 2024 07:51 IST

    Today Live Darshan: આજના લાઇવ દર્શન, ગુરુવારે શિરડીથી સાંઈ બાબાના કરો દર્શન

    today live darshan, shirdi sai baba, આજના લાઇવ દર્શન: શિરડી સાંઈ બાબાનું ધામ ગણાય છે. અને અહીં સાંઈ બાબાના ચરણોમાં શિશ ઝૂકાવવા માટે હજારો ભક્તો દરરોજ આવે છે. લાઇવ દર્શન કરો



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ