/indian-express-gujarati/media/media_files/2025/12/31/happy-new-year-2026-celebrations-2025-12-31-17-06-47.jpg)
Happy New Year 2026 : હેપ્પી ન્યૂ યર 2026
Happy New Year 2026 : ભારત સહિત વિશ્વભરમાં 2026ના વર્ષની ધમાકેદાર ઉજવણી કરવામાં આવી હતી. 2026ના વર્ષને આવકારવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર અને રાજકોટ સહિતના શહેરોમાં પાર્ટી પ્લોટમાં ન્યૂ યર સેલિબ્રેશન પાર્ટી શરૂ થઈ ચૂકી છે. અમદાવાદના સીજી રોડ, સિંધુ ભવન રોડ પર માનવ મહેરામણ ઉમટી પડ્યું છે.
ભારતના તમામ મોટા શહેરોમાં હોટલ, મોલ, પર્યટન સ્થળો સંપૂર્ણ રીતે પેક છે. શિમલા, મનાલી, નૈનીતાલ, કુલ્લુ સહિત અનેક પર્યટન સ્થળો પર મોટી સંખ્યામાં લોકો નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે. મંદિરોમાં પણ મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે. વૈષ્ણોદેવી, રામ મંદિર, ઉજ્જૈન મહાકાલ મંદિર, કાશી વિશ્વનાથ મંદિર સહિતના તમામ મંદિરોમાં ભક્તો પહોંચ્યા છે.
નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને ગુજરાત સહિત સમગ્ર ભારતમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.દિલ્હી પોલીસે કહ્યું છે કે જે ડ્રાઇવરો દારૂના નશામાં ડ્રાઇવિંગ, મોટરસાયકલ પર સ્ટંટ કરતા, વધુ ઝડપે વાહન ચલાવતા અથવા ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા જોવા મળશે તેમના સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે શહેરભરમાં ખાસ કરીને પાર્ટી સ્થળો, વ્યસ્ત બજારો, મુખ્ય ચાર રસ્તાઓ, ભીડ અને અકસ્માતોની સંભાવના ધરાવતા સંવેદનશીલ વિસ્તારોમાં વધારાના પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
નવું વર્ષ સૌપ્રથમ કિરીટીમાટી ટાપુમાં ઉજવવામાં આવ્યું
નવું વર્ષ સૌપ્રથમ કિરીટીમાટી ટાપુ (ક્રિસમસ આઇલેન્ડ)માં ઉજવવામાં આવ્યું હતું. આ ટાપુ કિરીટીબાટી રિપબ્લિકનો ભાગ છે. તે ભારતથી 7.30 કલાક આગળ છે. કુલ 41 દેશો ભારત પહેલા નવા વર્ષની ઉજવણી કરે છે. ન્યૂઝીલેન્ડમાં પણ નવા વર્ષનું આગમન થઇ ગયું છે. ઓકલેન્ડમાં શાનદાર ઉજવણી જોવા મળી રહી છે. આ પછી ઓસ્ટ્રેલિયામાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી.
#WATCH अहमदाबाद, गुजरात: नए साल की पूर्व संध्या पर लोग नए साल का जश्न मना रहे हैं। वीडियो राजपथ रंगोली रोड इलाके से है। pic.twitter.com/NRZNhbDh8N
— ANI_HindiNews (@AHindinews) December 31, 2025
વિશ્વના અલગ-અલગ ભાગોમાં અલગ-અલગ ટાઈમ ઝોનને કારણે દરેક દેશમાં નવું વર્ષ અલગ-અલગ સમયે શરૂ થાય છે. કિરીટીમાટી ટાપુમાં નવા વર્ષની શરૂઆતની થોડી મિનિટો પછી ન્યૂઝીલેન્ડના ટોંગા અને ચૈથમ ટાપુઓમાં પણ નવું વર્ષ ઉજવવામાં આવે છે. સૌથી છેલ્લે દક્ષિણ પેસિફિકમાં અમેરિકન સમોઆ અને નિયુ ટાપુઓમાં ઉજવવામાં આવે છે.
#WATCH | हरिद्वार, उत्तराखंड: नव वर्ष की पूर्व संध्या पर श्रद्धालु वर्ष की अंतिम गंगा आरती में शामिल हुए।
— ANI_HindiNews (@AHindinews) December 31, 2025
वीडियो हर की पौड़ी से है। pic.twitter.com/rw4urDPzGf
વિશ્વના 41 દેશો ભારત પહેલા નવા વર્ષની ઉજવણી કરે છે
વિશ્વના લગભગ 41 દેશો ભારત પહેલા નવા વર્ષની ઉજવણી કરે છે. કિરીટીમાટી, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, સમોઆ, ટોંગા, પાપુઆ ન્યુ ગિની, મ્યાનમાર, જાપાન અને ઇન્ડોનેશિયા જેવા દેશોનો સમાવેશ થાય છે. પૃથ્વીના પરિભ્રમણ અને ટાઇમ ઝોન મુજબ કિરીટીમાટી દ્વીપ અને ન્યૂઝીલેન્ડમાં 31 ડિસેમ્બરના રોજ સૌથી પહેલા રાતના 12 વાગે છે. આ જ કારણ છે કે આ બે સ્થળોએ નવું વર્ષ સૌથી પહેલા ઉજવવામાં આવે છે.
#WATCH | न्यूजीलैंड के ऑकलैंड में आतिशबाजी के साथ #NewYear2026 का स्वागत किया गया।
— ANI_HindiNews (@AHindinews) December 31, 2025
(सोर्स: TVNZ वाया रॉयटर्स) pic.twitter.com/IfO4u24YnV
આ પણ વાંચો - નવા વર્ષમાં અજીબ પ્રકારની ઉજવણી
વિશ્વને રેખાંશના આધારે 24 ટાઇમ ઝોનમાં વિભાજિત કરવામાં આવે છે, દરેકનો પોતાના સ્ટાન્ડર્ડ ટાઇમ છે. આથી નવા વર્ષની ઉજવણી વિવિધ દેશોમાં અલગ અલગ સમયે કરવામાં આવે છે. ભારત ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઇમ (IST) ને અનુસરે છે, જે કોઓર્ડિનેટેડ યુનિવર્સલ ટાઈમ (UTC +5:30) કરતા 5 કલાક 30 મિનિટ આગળ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us