હેરાફેરી 3નું શૂટિંગ શરૂ: અક્ષય કુમાર, સુનિલ શેટ્ટી અને પરેશ રાવલની ત્રિપુટી ફરી ધૂમ મચાવશે

Hera Pheri 3: 17 વર્ષ બાદ આ હેરા ફેરીના ત્રીજા ભાગનું મેકિંગ (Hera Pheri 3) શરૂ થઈ ગયું છે. ચાહકો ટૂંક સમયમાં રાજુ, ઘનશ્યામ અને બાબુરાવની આ રમૂજી ત્રિપુટીને રૂપેરી પડદે જોઈ શકશે.

Written by mansi bhuva
February 22, 2023 08:47 IST
હેરાફેરી 3નું શૂટિંગ શરૂ: અક્ષય કુમાર, સુનિલ શેટ્ટી અને પરેશ રાવલની ત્રિપુટી ફરી ધૂમ મચાવશે
હેરા ફેરી 3નું શૂટિંગ શરૂ

બોલિવૂડની સૌથી કોમેડી ફિલ્મમાં હેરા ફેરી, ફિર હેરાફેરીનું નામ અવશ્ય દર્શકોના મુખ પર આવે જ. આ એક એવી ફિલ્મો છે જે પરિવાર સાથે જોઇ શકાય છે. ઉપરાંત અને વારંવાર જોઈએ તો કંટાળો પણ આવતો નથી. આ ફિલ્મ એવી છે કે ગમે તેટલું મન ઉદાસ હોય આ કલાકારો તમને ખડખડાટ હસાવી જ દેશે. ત્યારે આ ફિલ્મને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.

રાજુનું પાત્ર કોણ નિભાવશે?

છેલ્લા કેટલાક સમયથી આ ફિલ્મના સિક્વલની જેટલી ચર્ચા થઈ હશે એટલી ભાગ્યે જ કોઈ અન્ય ફિલ્મની થઈ હશે. પહેલા અક્ષય કુમારે કન્ફર્મ કર્યું કે તે આ ફિલ્મમાં નહીં હોય. ત્યારપછી કાર્તિક આર્યનને આ ફિલ્મ માટે લેવામાં આવ્યો હોવાના અહેવાલ સામે આવ્યા હતા, હવે કાર્તિક આર્યનની જગ્યાએ આ ફિલ્મમાં અક્ષય કુમાર જોવા મળશે.

અક્ષયના સમર્થનમાં ચાહકોએ ટ્વિટર પર સતત ટ્રેન્ડ કર્યો

હેરા ફેરીમાં રાજુનું પાત્ર અક્ષય કુમાર સિવાઈ કોઈ સારી રીતે ભજવી શકે નહિ ત્યારે અક્ષયના સમર્થનમાં, ચાહકોએ ટ્વિટર પર સતત ટ્રેન્ડ કર્યો, ત્યારબાદ નિર્માતાઓએ તેની સાથે મુલાકાત કરી. હવે ‘હેરા ફેરી 3’ વિશે જે અપડેટ આવ્યું છે તે સાંભળીને ચાહકો આનંદથી ઉછળી પડશે. કાર્તિક આર્યનની જગ્યાએ હવે અક્ષય આ ફિલ્મમાં જોવા મળશે.

ફિરોઝ નડિયાદવાલાના સ્ટુડિયોમાં શૂટિંગ

પ્રાપ્ત વિગત અનુસાર ફિરોઝ નડિયાદવાલાએ આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે અને તે ખૂબ જ ગુપ્ત રીતે થઈ રહ્યું છે. તેનું શૂટિંગ મુંબઈના એમ્પાયર સ્ટુડિયો (ફિરોઝની માલિકીના)માં ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલ મુખ્ય કલાકાર તરીકે છે. ‘હેરા ફેરી 3’માં જે મોટો ફેરફાર થયો છે તે એ છે કે અનીસ બઝમી હવે ડાયરેક્ટ નહીં કરે. તેમની બદલી કરવામાં આવી છે. ફિલ્મના નિર્દેશક ફરહાદ સામજી છે. અનિસે ફિલ્મ કેમ છોડી તે હજુ સુધી જાણી શકાયું નથી.

આ પણ વાંચો: સંજય લીલા ભણશાલીની હીરા મંડી ઓટીટી પર ધમાલ મચાવવા તૈયાર: આ રીતે શાહી મહલ્લો બન્યો વેશ્યાવૃતિનો અડ્ડો, જાણો

17 વર્ષ બાદ આ ફિલ્મના ત્રીજા ભાગનું મેકિંગ શરૂ

આ કોમેડી સિરીઝની પહેલી ફિલ્મ 2000માં રિલીઝ થઈ હતી. જ્યારે તેની ‘હેરા ફેરી 2’ વર્ષ 2006માં રિલીઝ થઈ હતી. હવે 17 વર્ષ બાદ આ ફિલ્મના ત્રીજા ભાગનું મેકિંગ શરૂ થઈ ગયું છે. ચાહકો ટૂંક સમયમાં રાજુ, ઘનશ્યામ અને બાબુરાવની આ રમૂજી ત્રિપુટીને રૂપેરી પડદે જોઈ શકશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ