US Presidential Election: અમેરિકામાં કેવી રીતે થાય છે રાષ્ટ્રપતિની ચૂંટણી, ભારતથી કેટલી અલગ હોય છે પ્રક્રિયા?

US Presidential Election: અમેરિકામાં 5 નવેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થશે. આ વખતે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટી તરફથી અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ ડેમોક્રેટિક પાર્ટી તરફથી ચૂંટણી લડી રહ્યા છે.

Written by Rakesh Parmar
November 03, 2024 22:05 IST
US Presidential Election: અમેરિકામાં કેવી રીતે થાય છે રાષ્ટ્રપતિની ચૂંટણી, ભારતથી કેટલી અલગ હોય છે પ્રક્રિયા?
અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા 5 તબક્કામાં પૂર્ણ થાય છે (તસવીર: Kamala Harris-Donald Trump/X)

US Presidential Election: અમેરિકામાં 5 નવેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થશે. આ વખતે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટી તરફથી અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ ડેમોક્રેટિક પાર્ટી તરફથી ચૂંટણી લડી રહ્યા છે. અમેરિકન ચૂંટણીને હવે માત્ર 2 દિવસ બાકી છે. ચાલો જાણીએ કે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે થાય છે અને તેની સમગ્ર પ્રક્રિયા શું છે?

તમને જણાવી દઈએ કે અમેરિકામાં દર ચાર વર્ષે નવેમ્બરના પહેલા મંગળવારે રાષ્ટ્રપતિની ચૂંટણી થાય છે. જે આ વખતે 5મી નવેમ્બરે પડી રહી છે. જો કે, અમેરિકન ચૂંટણીની પ્રક્રિયા લગભગ દોઢ વર્ષ અગાઉથી શરૂ થાય છે.

કાર્યકાળઅમેરિકામાં રાષ્ટ્રપતિનો કાર્યકાળ 4 વર્ષનો હોય છે. એક વ્યક્તિ વધુમાં વધુ બે વખત રાષ્ટ્રપતિ બની શકે છે.

અમેરિકામાં રાષ્ટ્રપતિને પોટસની સંજ્ઞા આપવામાં આવી છે. જે યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના રાષ્ટ્રપતિનું ટૂંકું સ્વરૂપ છે.

અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા 5 તબક્કામાં પૂર્ણ થાય છે-

  • પ્રાયમરી અને કોકસ
  • રાષ્ટ્રીય સંમેલન
  • સામાન્ય ચૂંટણી
  • ઈલેક્ટોરલ કોલેજ
  • શપથ ગ્રહણ
  • પ્રાયમરી અને કોકસ

આ પણ વાંચો: મહાકુંભમાં બિન-હિન્દુઓના પ્રવેશને લઈને બાબા બાગેશ્વરનું મોટું નિવેદન, જાણો શું કહ્યું ધીરેન્દ્ર શાસ્ત્રીએ

અમેરિકન ચૂંટણીનો પ્રથમ તબક્કો ડેલિગેટ્સની પસંદગી કરવા માટે હોય છે. આ પ્રતિનિધિઓ રાજકીય પક્ષોમાંથી પ્રાયમરી અને કોકસ દ્વારા ચૂંટાય છે. રજિસ્ટર્ડ સભ્યો અને સામાન્ય જનતા પ્રાઇમરી દ્વારા મત આપે છે. જ્યારે કોકસ એ ખુલ્લામાં યોજાયેલી પાર્ટીની અનૌપચારિક બેઠક છે, જેમાં સામાન્ય લોકો પ્રતિનિધિઓની પસંદગી કરે છે. આ પછી ચૂંટાયેલા પ્રતિનિધિઓ એક જગ્યાએ રાષ્ટ્રપતિની ઉમેદવારીનો દાવો કરતા નેતાઓમાંથી એકને પસંદ કરે છે. આ પછી તેઓ રાષ્ટ્રપતિની ચૂંટણી લડે છે.

રાષ્ટ્રીય કન્વેશન

આમાં રિપબ્લિકન અને ડેમોક્રેટિક પક્ષોમાંથી પસંદ કરાયેલા રાષ્ટ્રપતિ પદના ઉમેદવારો વચ્ચે ખુલ્લા મંચ પર ચર્ચા થાય છે. લગભગ 4 રાષ્ટ્રીય સંમેલનોનું આયોજન કરવામાં આવે છે. આનાથી જનતાના મૂડ અને દેશના મૂડનો ખ્યાલ આવે છે કે તે કયા પક્ષના ઉમેદવારને રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવા માંગે છે.

સામાન્ય ચૂંટણી

આગળની પ્રક્રિયા મતદારોની પસંદગી કરવાની છે. જે રાજ્યની જેટલી વધારે વસ્તી છે, એટલા જ વધારે ઈલેક્ટર્સને મતદારો ચૂંટીને મોકલે છે. આમા વિનર ટેક્સ ઓલનો નિયમ લાગુ પડે છે. આ 5મી નવેમ્બરે છે. રાષ્ટ્રપતિની ચૂંટણીનો આ સૌથી મહત્વપૂર્ણ તબક્કો છે. વધુ મતદારો મેળવનાર પક્ષમાંથી આગામી પ્રમુખ કોણ બનશે તે લગભગ સ્પષ્ટ થઈ જાય છે.

શું ઈલેક્ટર્સ પંસદ કરલાનો નિયમ?

ઉદાહરણ તરીકે જો અમેરિકન રાજ્યમાં 30 ઇલેક્ટર છે… તો જે પક્ષના 16 ઇલેક્ટર જીતે છે, બાકીના 14 ઇલેક્ટર પણ જીત્યા હોવાનું માનવામાં આવે છે. આ રીતે જે પક્ષે 16 ઇલેક્ટર જીત્યા છે તે હવે તમામ 30 ઇલેક્ટર જીત્યા હોવાનું માનવામાં આવશે. આને કહેવામાં આવે છે વિનર ટેકસ ઓલનો નિયમ. આ રીતે સમગ્ર દેશમાંથી 538 ઇલેક્ટરની પસંદગી કરવામાં આવી છે. રાષ્ટ્રપતિની ચૂંટણી જીતનાર પક્ષને જીતવા માટે ઓછામાં ઓછા 270 ઇલેક્ટર્સની જરૂર હોય છે.

ઇલેક્ટોરલ કોલેજ

બાદમાં આ મતદારોએ ડિસેમ્બર મહિનામાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ માટે પોતાનો મત આપે છે. તેને ઈલેક્ટોરલ કોલેજ કહેવામાં આવે છે. યુએસ કોંગ્રેસ જાન્યુઆરીમાં મતદારોના મતોની ગણતરી કરે છે. જેમાં વધુ મત મેળવનાર ઉમેદવારને વિજેતા જાહેર કરવામાં આવે છે. બાદમાં 20 જાન્યુઆરીએ નવા રાષ્ટ્રપતિનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. તેને અમેરિકામાં ઉદઘાટન દિવસ તરીકે ઓળખવામાં આવે છે. આ પછી રાષ્ટ્રપતિ વ્હાઇટ હાઉસમાં પોતાનું સત્તાવાર પદ અને જવાબદારીઓ સંભાળે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ