Manmohan Singh Net Worth: ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહનું આજે (26 ડિસેમ્બર 2024) રાત્રે 9.51 વાગ્યે નિધન થયું. ખરાબ તબિયતને કારણે તેમને રાત્રે 8 વાગ્યાની આસપાસ નવી દિલ્હીની એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ 92 વર્ષના હતા. વર્ષ 2004માં યુપીએ સરકારમાં પ્રથમ વખત વડાપ્રધાન પદ સંભાળનાર ડૉ. મનમનોહન સિંહ જૂન 2014 સુધી દેશના વડાપ્રધાન રહ્યા હતા. ડૉ. મનમોહનસિંહની ગણના ભારતના જાણીતા અર્થશાસ્ત્રીઓમાં થાય છે. તેમણે દેશની સૌથી મોટી કેન્દ્રીય બેંક રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના 15મા ગવર્નર તરીકે પણ સેવા આપી હતી. અમે તમને જણાવી રહ્યા છીએ કે ડૉ.મનમોહન સિંહે પોતાની પાછળ કેટલી સંપત્તિ છોડી છે.
ડૉ. મનમોહન સિંહે 2013માં વડાપ્રધાન તરીકે પોતાની સંપત્તિનો ખુલાસો કર્યો હતો. તેમના દ્વારા દાખલ કરાયેલ એફિડેવિટ મુજબ, મનમોહન સિંહ તે સમયે કેટલીક રહેણાંક મિલકતો, બેંક ડિપોઝિટ અને મારુતિ 800 કારના માલિક હતા.
વર્ષ 2013 માં ડૉ. મનમોહ સિંહની કુલ સંપત્તિ 10.73 કરોડ રૂપિયા હતી. તેમની જંગમ સંપત્તિ વિશે વાત કરીએ તો તેમની પાસે ચંદીગઢ અને દિલ્હીમાં બે મકાનો હતા. જેમની કિંમત 11 વર્ષ પહેલા 7.27 કરોડ રૂપિયા હતી, જે આજે અનેક ગણી વધી ગઈ છે. વર્ષ 2013માં તેમના એસબીઆઈ ખાતામાં કુલ 3.46 કરોડ રૂપિયાની થાપણો અને રોકાણ હતા.
આ પણ વાંચો: પૂર્વ પીએમ મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
વર્ષ 2012માં ડૉ. મનમોહન સિંહે માહિતી આપી હતી કે તેમની પાસે 150.80 ગ્રામ સોનાના દાગીના છે. જો આજની કિંમત પર નજર કરીએ તો આટલા સોનાની કિંમત લગભગ 11 લાખ રૂપિયા છે.
તેઓ 1972 થી 1976 સુધી ભારતના મુખ્ય આર્થિક સલાહકાર હતા. 16 સપ્ટેમ્બર 1982 ના રોજ તેમણે ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો અને 1985 સુધી આ પદ પર રહ્યા હતા.