Worlds tallest woman Rumeysa Gelgi: વિશ્વની સૌથી ઉંચી મહિલા તરીકે જાણીતી રુમેયસા ગેલ્ગીએ એક વીડિયો શેર કર્યો છે જેમાં જોવા મળે છે કે તે કેવી રીતે પ્લેનમાં મુસાફરી કરે છે. તમે સાંભળીને ચોંકી જશો કે પ્લેનમાં મુસાફરી કરતી વખતે તેને સ્ટ્રેચર પર સૂવું પડે છે પણ શા માટે? આ વાત તેણીએ આ વીડિયોમાં કહી છે.
ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ (GWR) દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં રુમેયસા ગેલ્ગીએ ટર્કિશ એરલાઈન્સ સાથેની તેની ફ્લાઇટનો વીડિયો શૂટ કર્યો હતો. અને યુનાઇટેડ સ્ટેટ્સ અને યુનાઇટેડ કિંગડમની મુલાકાત લેવા અંગે તેણીનો અનુભવ જણાવ્યો હતો.
ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, “વિશ્વની સૌથી ઊંચી મહિલા તેના મિત્રોની કેવી રીતે મુલાકાત કરે છે? ટર્કિશ એરલાઇન્સે રુમેયસા ગેલ્ગી માટે યુએસ અને યુકે વચ્ચે મુસાફરી કરવા માટે ફ્લાઇટ્સ પ્રદાન કરી હતી.”
આ વીડિયોમાં રુમેયસા ગેલ્ગી પ્લેનમાં ચડતી વખતે સ્ટ્રેચર પર સૂતી જોવા મળે છે. એરલાઇનનો કર્મચારી તેને સ્ટ્રેચર પર ઉઠાવીને પ્લેનમાં લઈ જાય છે. વીડિયોમાં તે જણાવી રહી છે કે,”હું શાબ્દિક રીતે ખૂબ જ ઉત્સાહિત છું, મારું હૃદય ખુબ જ ઝડપી ધબકી રહ્યું છે,”
આ પણ વાંચો: અહીં લગ્નની રાત્રે દીકરી અને જમાઈ સાથે સૂઈ જાયન છે દુલ્હનની માતા, બીજા દિવસે કહે છે આખી વાત
વીડિયોમાં રુમેયસા ગેલ્ગીએ તેની આગામી અલગ જર્ની વિશે ખુલાસો કર્યો હતો. જેમાં તેણે જણાવ્યું હતું કે,“મને સ્કોલિયોસિસ છે, જે કરોડરજ્જુના ગંભીર વળાંક દ્વારા વર્ગીકૃત થયેલ છે. વધુમાં, મારી કરોડરજ્જુમાં બે લાંબા સળિયા અને 30 સ્ક્રૂ છે, જેથી વાંકા અને વળી જતા અટકાવે છે. એટલા માટે મારે ફ્લાઇટ દરમિયાન સ્ટ્રેચરનો ઉપયોગ કરવો પડે છે. તે મારા માટે સૌથી સુરક્ષિત અને એકમાત્ર વિકલ્પ છે.”
215.16 સેમી (7 ફૂટ 0.7 ઇંચ) ની ઊંચાઈ સાથે રુમેયસા ગેલ્ગી પાંચ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે અને તે એક કાર્યકર, જાહેર વક્તા અને સંશોધક પણ છે. તેણીની અસાધારણ ઊંચાઈ વીવર સિન્ડ્રોમને આભારી છે. વીવર સિન્ડ્રોમ એ એક દુર્લભ આનુવંશિક પરિવર્તન છે જેનું જન્મ સમયે નિદાન થાય છે.
રુમેયસા ગેલ્ગી એક વકીલ અને ક્રાઈમ નવલકથાકાર છે. તેણી અવારનવાર અન્ય લોકોને પ્રેરણા આપવા માટે તેણીના અનુભવો શેર કરે છે, તેણીનો પરિવાર ગર્વથી તેની પડખે ઉભો રહે છે.





