Manmohan Singh: પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનું ગુરુવારે 92 વર્ષની વયે અવસાન થયું હતું. તેમને આજે જ એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. મનમોહન સિંહ 1991માં ભારતના અર્થતંત્રને બચાવવા માટે ઓળખાય છે. ટોચના અર્થશાસ્ત્રીઓની યાદીમાં મનમોહન સિંહનું નામ સન્માન સાથે લેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો તેઓ ન હોત તો ભારત 1991-92માં આર્થિક રીતે અપંગ થઈ ગયું હોત. તેમણે તત્કાલિન વડાપ્રધાન નરસિમ્હા રાવ સાથે મળીને ભારતની આર્થિક દિશા બદલી નાખી હતી.
વર્ષ 1991 ભારતના આર્થિક ઈતિહાસમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થયું હતું. આ વર્ષે તત્કાલિન વડાપ્રધાન પી.વી. નરસિમ્હા રાવ અને નાણામંત્રી ડૉ. મનમોહન સિંહે એવી નીતિઓ રજૂ કરી કે જેણે તે સમયની આર્થિક કટોકટીમાંથી બહાર આવવામાં માત્ર મદદ કરી ન હતી, પરંતુ ભારતને ઉચ્ચ વિકાસના માર્ગ પર પણ લઈ ગયા હતા.
આ પણ વાંચો: પોતાની પાછળ કેટલી સંપત્તિ છોડી ગયા પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ?
1991માં ભારત ગહન આર્થિક સંકટમાં હતું. ગલ્ફ વોરના કારણે તેલના ભાવ આસમાને પહોંચી ગયા હતા અને વિદેશમાં કામ કરતા ભારતીયો તરફથી મોકલવામાં આવતા પૈસામાં ઘટાડો થયો હતો. ભારત પાસે છ અબજ ડોલરનું ફોરેક્સ રિઝર્વ બાકી હતું. આ માત્ર બે અઠવાડિયાની આયાત માટે પૂરતું હતું.