ઉત્તર પ્રદેશના અમરોહાથી એક અજીબ ઘટનાની માહિતી સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે જિલ્લામાં રહેતી એક યુવતીએ પહેલા લગ્ન ખૂબ જ ધામધૂમથી કર્યા હતા. પરંતુ લગ્ન બાદ જ્યારે વરરાજાએ લગ્નની રાત્રે દુલ્હનનો ઘૂંઘટ ઊંચક્યો ત્યારે આખી વાત સામે આવી ગઈ હતી. યુવતી ફોટોશૂટ કરાવવામાં એટલી ઝનૂની હતી કે તેણે માત્ર 12 દિવસમાં જ લગ્ન કરી લીધા અને લગ્નના 48 કલાક પછી જ બંનેના છૂટાછેડા થઈ ગયા.
દરેક વ્યક્તિ લગ્ન દરમિયાનની સુંદર ક્ષણોને યાદગાર બનાવવા માંગે છે. પરંતુ ભાગ્યે જ કોઈ એવું હશે જે માત્ર એટલા માટે લગ્ન કરવા માંગે છે જેથી તે લગ્નની ક્ષણોના ફોટો લઈ શકે. આવો જ એક કિસ્સો યુપીના અમરોહાથી સામે આવ્યો છે. જ્યાં એક છોકરીએ માત્ર એટલા માટે લગ્ન કરી લીધા કે તેને તેના લગ્નના ડ્રેસમાં ફોટા પડાવવાના હતો.
આ પણ વાંચો: મહિલા ડોક્ટરને 3 વાગ્યે ફોન આવ્યો, તરત જ રૂમમાં જઈને કરી લીધી આત્મહત્યા, એવું તો શું સાંભળ્યું ફોન પર?
શહેરની એક યુવતીએ તેના પરિવારને કહ્યું કે તે લગ્ન કરવા માંગે છે. તેણે પરિવારના સભ્યો પર લગ્ન માટે એવું દબાણ કર્યું કે જાણે તે લગ્ન માટે સંપૂર્ણપણે તૈયાર છે. યુવતીના પરિવારને શહેરમાંથી એક યુવક મળ્યો અને માત્ર 12 દિવસમાં જ તેના લગ્ન કરાવી દીધા. બંનેના લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા હતા. સંબંધીઓ અને પરિચિતોને પણ મોટી મિજબાની આપી હતી. જો કે, તેઓ તેમની પુત્રીનું મન વાંચી શક્યા ન હતા.
ઘૂંઘટ હટતાની સાથે જ કર્યો ખુલાસો
લગ્ન પછી કન્યા વરરાજાના ઘરે પહોંચી. આ વાર્તા રાત્રે પ્રકાશમાં આવી જ્યારે વરરાજા લગ્નની રાત્રે રૂમમાં ગયો અને દુલ્હનનો ઘૂંઘટ ઉઠાવ્યો હતો. દુલ્હનએ વરરાજાના હાથ પકડીને તેને આખી વાત કહી કે તેણે માત્ર ફોટો શૂટ માટે જ લગ્ન કર્યા છે. દુલ્હનની વાત સાંભળતા જ વર માથું પકડીને બેસી ગયો. બંને વચ્ચે ઘણી વાતચીત થઈ જે સાંભળીને વરરાજાના પરિવારજનો પણ ત્યાં પહોંચ્યા અને મામલો સામે આવ્યો.
દુલ્હનની વાત સાંભળ્યા બાદ વરરાજાના પરિવારે તેના પરિવારને આખી વાત કહી. જે બાદ અનેક વખત પંચાયત થઈ પરંતુ આખરે યુવતી માની નહીં. જે બાદ બંનેએ લગ્નના 48 કલાકમાં જ છૂટાછેડા લઈ લીધા હતા. છોકરાના પરિવારે લગ્નના આખા દહેજ સાથે છોકરીને પરત મોકલી દીધી હતી.





