લગ્ન કરવાની ના પાડતા પ્રેમિકાએ બોયફ્રેન્ડને માર્યો માર, યુવકના હાથ-પગમાં કૂલ 13 ફ્રેક્ચર થયા

ગર્લફ્રેન્ડે તેના બોયફ્રેન્ડ પાસેથી 21.5 લાખ રૂપિયા લીધા હતા. તેની ગર્લફ્રેન્ડે તેને પૈસા પરત કરવાના બહાને ઘરે બોલાવ્યો હતો. પરંતુ તેણે દાવો કર્યો હતો કે, તે જેવો ઘરે આવ્યો કે તરત જ તેના પરિવારના સભ્યોએ તેને નિર્દયતાથી માર માર્યો હતો.

Written by Rakesh Parmar
April 15, 2025 21:03 IST
લગ્ન કરવાની ના પાડતા પ્રેમિકાએ બોયફ્રેન્ડને માર્યો માર, યુવકના હાથ-પગમાં કૂલ 13 ફ્રેક્ચર થયા
હરિયાણાના ફરીદાબાદમાં એક ભયાનક પ્રેમ કહાની સામે આવી છે. (તસવીર: સોશિયલ મીડિયા, વીડિયો ગ્રેબ)

હરિયાણાના ફરીદાબાદમાં એક ભયાનક પ્રેમ કહાની સામે આવી છે. આ ચોંકાવનારો કિસ્સો એક પ્રેમી અને તેની પ્રેમિકાનો છે. અહીં છોકરીએ તેના બોયફ્રેન્ડને લગ્ન કરવાનો ઇનકાર કર્યા પછી ખરાબ રીતે માર માર્યો. છોકરીએ તેના બોયફ્રેન્ડને ઘરે બોલાવ્યો અને તેના મિત્રોની મદદથી તેના હાથ-પગ તોડી નાખ્યા. પોલીસે આ મામલે 5 લોકો સામે ગુનો નોંધ્યો છે. પીડિતના શરીર પર 13 જગ્યાએ ફ્રેક્ચર મળી આવ્યા હતા. પ્રેમિકાએ કોઈ બહાનાથી યુવકને ઘરે બોલાવ્યો હતો. આ પછી આરોપીઓએ તેને માર માર્યો. યુવાનની હાલત એવી હતી કે તે કોઈને મદદ માટે બોલાવી પણ શકતો ન હતો. યુવતીએ ઉછીના લીધેલા પૈસા પરત કરવાના બહાને યુવકને તેના ઘરે બોલાવ્યો હતો. નવાઈની વાત એ છે કે બંને પરિણીત છે.

તેના બોયફ્રેન્ડને એક મહિલાએ લગ્ન કરવાની ના પાડતા માર માર્યો હતો. આ હુમલામાં તે ખરાબ રીતે ઘાયલ થયો હતો અને તેને 13 ફ્રેક્ચર થયા હતા. છેલ્લા 17 દિવસથી તેની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

ગર્લફ્રેન્ડે તેના બોયફ્રેન્ડ પાસેથી 21.5 લાખ રૂપિયા લીધા હતા. તેની ગર્લફ્રેન્ડે તેને પૈસા પરત કરવાના બહાને ઘરે બોલાવ્યો હતો. પરંતુ તેણે દાવો કર્યો હતો કે, તે જેવો ઘરે આવ્યો કે તરત જ તેના પરિવારના સભ્યોએ તેને નિર્દયતાથી માર માર્યો હતો. મહિલાએ લગ્ન કરવાની પણ માંગ કરી હતી. જો કે, જ્યારે તેણે તેની સાથે લગ્ન કરવાની ના પાડી ત્યારે તેને માર મારવામાં આવ્યો હતો. માર એટલો ગંભીર હતો કે તેના બંને હાથ અને પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ હાલ તેની ફરીદાબાદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો: એક સામાન્ય ભરવાડથી સફળ ડેરી ઉદ્યોગસાહસિક સુધીની સફર, મહિને લાખો રૂપિયાની કમાણી

ચોંકાવનારી વાત તો એ છે કે, બંને વચ્ચે લગ્નેતર સંબંધો છે. ન તો તેમના છૂટાછેડા લેવામાં આવે છે. આમ છતાં બંને એકબીજાના પ્રેમમાં હતા. મહિલા યુવકના મોબાઈલની દુકાને જતી હતી. આ લવ સ્ટોરીની શરૂઆત 2019માં થઈ હતી. તે બંને તેમના મૂળ પાર્ટનરથી છૂટાછેડા લેવાની તૈયારીમાં હતા.

નવભારત ટાઈમ્સના રિપોર્ટ અનુસાર મહિલાને 10 વર્ષની દીકરી છે જ્યારે તેના બોયફ્રેન્ડને ત્રણ બાળકો છે. પોલીસે આ કેસમાં પાંચ આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ