સાઉદી અરબમાં ભીષણ અકસ્માત થયો છે. આ દુર્ઘટનામાં 9 ભારતીયોના મોત થયા છે. જેદ્દામાં ભારતીય કમિશને આ માહિતી આપી છે. કમિશને જણાવ્યું કે આ દુર્ઘટના પશ્ચિમ સાઉદી અરબમાં જિજાનની પાસે થઈ છે. કમિશને જણાવ્યું કે, તેઓ આ અકસ્માતમાં મોતને ભેટેલા લોકોના પરિવારજનો સાથે સંપર્કમાં છે. ભારતીય કમિશન સાઉદીના અધિકારીઓ સાથે પણ સંપર્કમાં છે જ્યાંથી તેમને સંપૂર્ણ સમર્થન મળી રહ્યું છે.
એસ જયશંકરને દુ:ખ વ્યક્ત કર્યું
વિદેશ મંત્રી એસ જયશંકરે પણ આ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે, તેઓ દુર્ઘટના અને લોકોના મોત વિશેને જાણકારી ખુબ જ દુખદ છે. એક્સ પર એક પોસ્ટમાં વિદેશ મંત્રીએ કહ્યું કે, જેદ્દામાં આપણા મહાવાણિજ્યદૂત સાથે વાત થઈ, જેઓ સંબંધિત પરિવારો સાથે સંપર્કમાં છે. તેઓ આ દુખદ પરિસ્થિતિમાં સંપૂર્ણ સમર્થન આપી રહ્યા છે.





