દુનિયાભરમાં લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ માઈગ્રેટ કરી રહ્યા છે. ખુબ જ મોટી સંખ્યામાં લોકોનો જન્મ કોઈ દેશમાં થાય છે પરંતુ તેઓ પોતાનું બાકીનું જીવન અન્ય દેશમાં જીવે છે. યૂનાઈટેડ નેશન્સ ડિપાર્ટમેન્ટ ઓફ ઈકોનોમિક્સ એન્ડ સોશિયલ અફેર્સ (UNDESA) અનુસાર, આ દુનિયામાં લગભગ 281 મિલિયન માઈગ્રેટ્સ છે. આ દુનિયાની જનસંખ્યાના લગભગ 3.5% છે. વર્ષ 2000માં આ આંકડો 2.8% હતો.
UNFPA 2023 ના આંકડાઓ અનુસાર, ભારતે તાજેતરમાં જ જનસંખ્યાના મામલે ચીનને પછાડ્યું હતું. ભારતની જનસંખ્યા લગભગ 1.4286 બિલિયન છે. આ સાથે જ ભારતીય ઇમિગ્રેશનના મામલે પણ નંબર એક પર છે. ખુબ જ મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના લાકો દુનિયાના અલગ-અલગ ભાગોમાં રહે છે. UN વર્લ્ડ માઈગ્રેશન રિપોર્ટ 2024 અનુસાર, દુનિયામાં સૌથી વધુ ઈન્ટરનેશનલ માઈગ્રેંટ્સનું કેન્દ્ર પણ ભારત જ છે. આ સંખ્યા લગભગ 18 મિલિયન છે.
ભારતીય વિદેશ મંત્રાલય અનુસાર, મે 2024 સુધી વિદેશમાં રહેતા ભારતીયોની સંખ્યા લગભગ 35.42 મિલિયન હતી. જેમાં લગભગ 15.85 મિલિયન NRI અને 19.57 મિલિયન PIOs (ભારતીય મૂળના લોક) છે. વાત જો દેશો અનુસાર (મે 2024 સુધી)ની કરીએ તો અમેરિકામાં સૌથી વધુ ભારતીય લોકો રહે છે. આ આંકડો લગભગ 5.4 મિલિયન છે, જે અમેરિકાની જનસંખ્યા (345 મિલિયન)નો 1.6% છે.
કયાં દેશમાં કેટલા ભારતીય?
રેન્ક દેશ બિન-નિવાસી ભારતીયો (NRIs) ભારતીય મૂળના વ્યક્તિઓ (PIOs) વિદેશી ભારતીય 1 અમેરિકા 2,077,158 3,331,904 5,409,062 (5.4M) 2 યૂએઈ 3,554,274 14,574 3,568,848 (3.6M) 3 મલેશિયા 163,127 2,751,000 2,914,127 (2.9M) 4 કેનેડા 1,016,274 1,859,680 2,875,954 (2.8M) 5 સાઉદી અરેબિયા 2,460,603 2,906 2,463,509 (2.5M) 6 મ્યાંમાર 2,660 2,000,000 2,002,660 (2.0M) 7 UK 369,000 1,495,318 1,864,318 (1.9M) 8 સાઉથ આફ્રિકા 60,000 1,640,000 1,700,000 (1.7M) 9 શ્રીલંકા 7,500 1,600,000 1,607,500 (1.6M) 10 કુવૈત 993,284 2,244 995,528 (996K)
વાત જો સાઉથ ઈસ્ટ અને સાઉથ વેસ્ટ એશિયાના દેશોની કરીએ તો મલેશિયા, મ્યાંમાર, શ્રીલંકા અને સિંગાપોરમાં સારી એવી સંખ્યામાં ભારતીય લોકો રહે છે. જેની પાછળ આર્થિક અને શૈક્ષણિક અવસર છે. મિડિલ ઈસ્ટ દેશોમાં યૂએઈ, સાઉદી અરબ અને કુવૈતમાં પણ મોટી સંખ્યામાં ભારતીય માઈગ્રેટ્સ રહે છે. ઓસ્ટ્રેલિયા અને સિંગાપોર જેવા દેશોમાં પણ સારી એવી સંખ્યામાં ભારતીયો રહે છે.