Independence Day 2024 : આ વખતે 15 ઓગસ્ટે ઝાંસીમાં દેશભક્તિની ભાવના વધારતા આ એતિહાસિક સ્થળોની મુલાકાત લો

Happy Independence Day 2024 : અંગ્રેજો સાથે રાણી લક્ષ્મી બાઈની ઐતિહાસિક લડાઇ માટે આ સ્થળ પ્રખ્યાત છે. આ ઉપરાંત તમે ઝાંસીના આ સ્થળો ઉપર પણ ફરી શકો છો

Written by Ashish Goyal
August 08, 2024 23:15 IST
Independence Day 2024 : આ વખતે 15 ઓગસ્ટે ઝાંસીમાં દેશભક્તિની ભાવના વધારતા આ એતિહાસિક સ્થળોની મુલાકાત લો
અંગ્રેજો સાથે રાણી લક્ષ્મી બાઈની ઐતિહાસિક લડાઇ માટે ઝાંસી પ્રખ્યાત છે

Happy Independence Day 2024, 15 August : 15 ઓગસ્ટ નજીક આવી રહી છે. આવી સ્થિતિમાં તમે આ અઠવાડિયે ભારતમાં સ્વતંત્રતા સંગ્રામ સાથે સંકળાયેલા આ ખાસ સ્થળની મુલાકાત લઈ શકો છો. ઝાંસીનો પોતાનો એક ઇતિહાસ છે. અંગ્રેજો સાથે રાણી લક્ષ્મી બાઈની ઐતિહાસિક લડાઇ માટે આ સ્થળ પ્રખ્યાત છે. આ ઉપરાંત તમે ઝાંસીના આ સ્થળો ઉપર પણ ફરી શકો છો. પરંતુ તે પહેલાં આપણે જાણીશું કે ઝાંસી કઇ બાબતો માટે પ્રખ્યાત છે. આવો જાણીએ આ જગ્યાઓ વિશે.

ઝાંસીમાં શું પ્રખ્યાત છે

ઝાંસી રાણી લક્ષ્મીબાઈનું ઘર છે. તે બહાદુર રાણી જેણે અંગ્રેજોના શાસન સામે લડાઇનું નેતૃત્વ કર્યું હતું. આ શહેરે ભારતની આઝાદીની લડાઈમાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ શહેર સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવે છે, જેમાં સ્થાપત્ય, કળા અને સાહિત્યમાં બુંદેલા અને મોગલ પ્રભાવોનું મિશ્રણ છે. ઝાંસી તેની પરંપરાગત હસ્તકળા, જેમ કે ભરતકામ, માટીકામ અને ધાતુના કામ માટે જાણીતું છે.

આ શહેર તેની સ્થાનિક વાનગીઓ માટે પ્રખ્યાત છે, જેમાં દાલ બાટી ચુરમા, અચારી ચિકન અને જલેબી જેવી વાનગીઓનો સમાવેશ થાય છે. ઝાંસી તેના સમૃદ્ધ ઇતિહાસ, સાંસ્કૃતિક મહત્વ અને તેના લોકોની બહાદુરી માટે પ્રખ્યાત છે, જે તેને એક લોકપ્રિય પર્યટન સ્થળ બનાવે છે.

ઝાંસીનો કિલ્લો

ઝાંસી કિલ્લો 1613 માં બાંધવામાં આવેલો એક જાજરમાન કિલ્લો છે. આ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનું નિવાસસ્થાન છે. તમે અહીં ફરવા જઈ શકો છો.

આ પણ વાંચો – સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટે જ કેમ મનાવવામાં આવે છે, જાણો ઇતિહાસ, મહત્વ અને ફેક્ટ

રાની મહેલ

18મી સદીમાં બનેલો આ મહેલ બુંદેલા વંશની વાસ્તુશિલ્પ શૈલીને દર્શાવે છે. સરકારી સંગ્રહાલય, ઝાંસીના ઇતિહાસ સાથે સંબંધિત કલાકૃતિઓ, શિલ્પો અને પેઇન્ટિંગ્સને પ્રદર્શિત કરતું સંગ્રહાલય છે. તમે અહીં જઈ શકો છો.

લક્ષ્મીબાઈ સ્મારક અને કારગિલ સ્મારક

ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને સમર્પિત એક સ્મારક છે. આ સ્મારક કારગિલ યુદ્ધમાં લડનારા સૈનિકોના સન્માનમાં બનાવવામાં આવ્યું છે. સેન્ટ જુડ્ઝ શ્રાઇન અને ૧૯ મી સદીમાં બાંધવામાં આવેલું એતિહાસિક ચર્ચ છે જ્યાં તમે મુલાકાત લઈ શકો છો.

ઓરછા કિલ્લો અને બરુઆ સાગર કિલ્લો

ઓરછા કિલ્લો નજીકનું એક શહેર છે, જે પોતાની સારી રીતથી સચવાયેલા મધ્યયુગીન સ્થાપત્ય માટે જાણીતું છે. ઝાંસી નજીક 16મી સદીનો કિલ્લો તેના ઐતિહાસિક મહત્વ અને સ્થાપિત વારસા માટે જાણીતો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ