જ્યારે ભારત સફળ થાય છે ત્યારે વિશ્વ અધિક સ્થિર, સમદ્ધ થાય છે, EU અધ્યક્ષે ગણાવ્યા ફ્રી ટ્રેડ ડીલના ફાયદા

India-EU FTA : ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે મંગળવારે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ) પર સમજૂતી થઈ હતી. ભારત અને યુરોપિયન યુનિયને સુરક્ષા અને રક્ષા ભાગીદારી કરાર પર હસ્તાક્ષર કર્યા

India-EU FTA : ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે મંગળવારે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ) પર સમજૂતી થઈ હતી. ભારત અને યુરોપિયન યુનિયને સુરક્ષા અને રક્ષા ભાગીદારી કરાર પર હસ્તાક્ષર કર્યા

author-image
Ashish Goyal
New Update
india EU deal

India-EU FTA : ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે મંગળવારે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ) પર સમજૂતી થઈ Photograph: (@narendramodi)

India-EU FTA : ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે મંગળવારે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ) પર સમજૂતી થઈ હતી. ભારત અને યુરોપિયન યુનિયને સુરક્ષા અને રક્ષા ભાગીદારી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા તેમજ ગતિશીલતા માટે વ્યાપક માળખું બનાવવાના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ દરમિયાન યુરોપિયન યુનિયનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને કહ્યું હતું કે અમે અત્યાર સુધીનો સૌથી મહત્વપૂર્ણ કરાર કર્યો છે. આનાથી બંને પક્ષો માટે લાખો નોકરીઓનું સર્જન થશે. તેમણે એમ પણ કહ્યું હતું કે જ્યારે ભારત સફળ થાય છે, ત્યારે વિશ્વ વધુ સ્થિર, વધુ સમૃદ્ધ અને વધુ સુરક્ષિત હોય છે.

Advertisment

ઉર્સુલા વોન ડેર લેયેને મંગળવારે કહ્યું હતું કે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે 'મધર ઓફ ધ ડિલ્સ' તરીકે ગણાતો એક કરાર થયો છે. ભારત-યુરોપિયન યુનિયન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરતી વખતે ઉર્સુલા વોને જણાવ્યું હતું કે તે ભારતીય કુશળતા, સેવાઓ અને વિશાળ ક્ષમતાને યુરોપિયન તકનીક, મૂડી અને ઇનોવેશન સાથે જોડે છે. આ વિકાસના નવા લેવલ મેળવશે જે કોઈ પણ પક્ષ એકલા પ્રાપ્ત કરી શકશે નહીં. આપણી શક્તિઓને જોડીને, આપણે વ્યૂહાત્મક નિર્ભરતા ઘટાડીએ છીએ, ખાસ કરીને એવા સમયે જ્યારે વેપારનો વધુને વધુ દુરુપયોગ થઈ રહ્યો છે. 

ભારતની પ્રગતિથી યુરોપ ખૂબ જ ખુશ છે: ઉર્સુલા વોન

યુરોપિયન કમિશનના પ્રમુખે કહ્યું કે અમને મળેલા અસાધારણ આતિથ્ય માટે ખૂબ ખૂબ આભાર. ગઈકાલે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેવું એ અમારા માટે ખૂબ જ સન્માનની વાત હતી. તે એક એવી યાદગીરી છે જે હું જીવનભર સંભાળી રાખીશ. તેમાં એકતાની ભાવના ખૂબ જ પ્રબળ હતી, લોકો રસ્તાઓ પર ઉમટી પડ્યા હતા, ભારત સાથે જોડાવવાનો ગૌરવ અને આનંદથી એકજૂથ હતા અને તે બિલકુલ સાચું હતું. 

તેમણે કહ્યું કે ભારતે જે પ્રગતિ કરી છે તેનાથી યુરોપ ખૂબ જ ખુશ છે કારણ કે જ્યારે ભારત સફળ થાય છે, ત્યારે વિશ્વ વધુ સ્થિર, વધુ સમૃદ્ધ અને વધુ સુરક્ષિત છે અને આપણે બધાને તેનો લાભ મળે છે. 

Advertisment

આ પણ વાંચો - ભારત યુરોપિયન યુનિયન વચ્ચે ઐતિહાસિક વ્યાપાર કરાર સફળ, જાણો કેમ છે 'મધર ઓફ ઓલ ડીલ્સ'

ઉર્સુલા વોને કહ્યું કે આજે યુરોપ અને ભારત ઇતિહાસ રચી રહ્યા છે. અમે અત્યાર સુધીની સૌથી મોટી સમજુતી કરી લીધી છે. અમે બે અબજ લોકોનો મુક્ત વેપાર વિસ્તાર બનાવ્યો છે જેનો બંને પક્ષોને ફાયદો થશે. આ તો માત્ર શરૂઆત છે. અમે અમારા વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત કરીશું. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુરોપિયન યુનિયનના ટોચના નેતૃત્વએ ભૌગોલિક રાજકીય ઉથલપાથલ અને વેપાર અવરોધોનો સંયુક્ત રીતે સામનો કરવા માટે બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે વાતચીત કરી હતી. પીએમ મોદીએ સમિટમાં યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન અને યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટાની યજમાની કરી હતી. કોસ્ટા અને વોન ડેર લેયેને સોમવારે કર્તવ્ય પથ ખાતે 77માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી.

વડા પ્રધાન મોદીએ ભારત-યુરોપિયન યુનિયન એફટીએ પર શું કહ્યું?

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર પર વડા પ્રધાન મોદીએ કહ્યું કે તે માત્ર વેપાર કરાર નથી પરંતુ સહિયારી સમૃદ્ધિ માટેની નવી બ્લુપ્રિન્ટ છે. તેમણે કહ્યું કે ભારતે આજે 27 દેશો વાળા યુરોપિયન યુનિયન સાથે અત્યાર સુધીના સૌથી મોટા મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આનાથી રોકાણને વેગ મળશે, નવા ઇનોવેશન અને ભાગીદારી થશે.

દેશ નરેન્દ્ર મોદી