લિઝ મૈથ્યુ: ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે 5 ડિસેમ્બરે વોટિંગ પુર્ણ થશે. પરંતુ ભારતીય જનતા પાર્ટી ચૂંટણીના તરત બાદ 2024 લોકસભા ચૂંટણીની તૈયારી કરવામાં લાગી જશે. 5 અને 6 ડિસેમ્બરે ભાજપની પાર્ટી કોર કમિટીની બેઠક છે. પાંચ ડિસેમ્બરે પાર્ટી મુખ્યાલયમાં બપોરના ભોજન સાથે પાર્ટીની કોર કમિટીની બેઠક શરૂ થશે. જેમાં પાર્ટીના વિવિધ આઉટરીચ કાર્યક્રમોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે. જેથી આને પ્રભાવિત બનાવી શકાય.
ભારતમાં જી 20 સમિટનો ઉપલબ્ધિની તરીકે જોઈ રહી છે ભાજપ
બે દિવસીય બેઠક દરમિયાન ભાજપના મુખ્ય નેતાો 2023 માટે ભારતની જી-20ની અધ્યક્ષાને પ્રદર્શિત કરવાની રીતો ઉપર ચર્ચા કરશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર માટે એક પ્રમુખ ઉપલબ્ધિ છે અને આના પર ચર્ચા થશે કે આનો રાજકીય ફયાદો કેવી રીતે લઈ શકાય?
આ પણ વાંચોઃ- અમદાવાદમાં PM મોદીના રોડ-શોમાં કાફલાને રોકીને એમ્બ્યુલન્સને રસ્તો અપાયો, જુઓ વીડિયો
સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બેઠક બાદ પીએમ મોદી પાર્ટીના પ્રમુખ પદાધિકારીઓની સાથે બેઠક કરશે. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાની બેઠક માટે ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓ, રાજ્ય પ્રભારીઓ, સહ પ્રભારીઓ, પ્રદેશ અધ્યક્ષો અને રાજ્ય મહાસચિવોને બોલાવ્યા છે. જે પાર્ટી બૂધ અને પેજ સમિતિઓના ગઠનની સમીક્ષા કરશે. આ ઉપરાંત બૂથ સ્તર ઉપર પીએમ મોદીના નમ કી બાત, લોકસભા પ્રવાસ યોજના અને સોશિયલ મીડિયા સમન્વયની પણ ચર્ચા થશે.
G20 મીટિંગના કાર્યસૂચિના ભાગ રૂપે તેનું મહત્વ અને સમાજની ભાગીદારી
આ અંતર્ગત બીજેપીની કોર ટીમ આવતા વર્ષે G20 મીટિંગની યજમાનીના ભારતના ઐતિહાસિક ક્ષણના રાજકીય ફાયદા અંગે ચર્ચા કરશે. બીજેપી કોર કમિટીની બેઠક આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ ભારતની સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવામાં પીએમ મોદીની સિદ્ધિ તરીકે ભારતના G20 અધ્યક્ષપદને રજૂ કરવાના અભિયાનની રૂપરેખા આપશે.
આ પણ વાંચોઃ- ગુજરાત વિધાનસભાની ચૂંટણી : પીએમ નરેન્દ્ર મોદીનો અમદાવાદમાં ભવ્ય રોડ શો યોજાયો, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
પાર્ટીના કાર્યક્રમોની સમીક્ષા કરવામાં આવશે
બીજેપી નેતૃત્વ દેશભરમાં તેની ઓફિસો સ્થાપવાની પાર્ટીની યોજનાની પ્રગતિની પણ સમીક્ષા કરશે. થોડા મહિનાઓ પહેલા જેપી નડ્ડાએ જાહેરાત કરી હતી કે 512 સૂચિત પાર્ટી કાર્યાલયોમાંથી 230 બનાવવામાં આવી છે અને 150 નિર્માણાધીન છે. તે જ સમયે, બેઠકમાં દરેક રાજ્ય એકમ અને મોરચાની કામગીરી પર એક અહેવાલ પણ રજૂ કરવામાં આવશે. એજન્ડામાં પાર્ટીની સદસ્યતાનું મૂલ્યાંકન પણ સામેલ છે.