Russian Oil imports: ફેબ્રુઆરી 2022 માં જ્યારે રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું ત્યારે ભારતની તેલ આયાતમાં રશિયાનો હિસ્સો 2% કરતા ઓછો હતો. રશિયા-યુક્રેન યુદ્ધ પછી પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે રશિયાએ તેના તેલ પર ભારે ડિસ્કાઉન્ટ આપવાનું શરૂ કર્યું, જેનો ભારતે લાભ લીધો. વર્તમાન સમયની વાત કરીએ તો ભારતની તેલ આયાતમાં રશિયાનો હિસ્સો વોલ્યુમની દ્રષ્ટિએ એક તૃતીયાંશ કરતા વધુ છે. તાજેતરના વર્ષોમાં ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ આયાત કરીને $12 બિલિયનથી વધુ બચાવ્યા છે.
ભારતે કેટલી બચાત કરી?
અમારા સહયોગી ધ ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા ભારતના સત્તાવાર વેપાર ડેટાના વિશ્લેષણ મુજબ ભારતે છેલ્લા 39 મહિનામાં રશિયન તેલ આયાતમાંથી $12.6 બિલિયન (₹. 1111 અબજ) બચાવ્યા છે.
2022-23
2022-23 માં ભારતનું કુલ તેલ આયાત બિલ $162.21 બિલિયન હતું. જો રશિયા તરફથી કોઈ ડિસ્કાઉન્ટ ન હોત તો આ રકમ $167.08 બિલિયન હોત, એટલે કે લગભગ $4.87 બિલિયન વધુ બચત થઈ હોત. રશિયા પાસેથી તેલનો સરેરાશ ભાવ $83.24/બેરલ હતો. જે અન્ય દેશો કરતા $13 ઓછો હતો એટલે કે લગભગ 13.6 ટકા ડિસ્કાઉન્ટ મળ્યું.
ક્રૂડ ઓઇલની કિંમત ગ્રેડ પર આધાર રાખે છે અને તેની કિંમતો નોંધપાત્ર રીતે બદલાઈ શકે છે, જોકે ગણતરી માટે ક્રૂડ ઓઇલની સરેરાશ લેન્ડેડ કિંમત અને સપ્લાયર દેશોમાંથી આયાત જથ્થાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કારણ કે સરકાર ગ્રેડ મુજબ ડેટા જાહેર કરતી નથી.
2023-24
2023-24 માં રશિયા પાસેથી વધુ તેલ આયાત (રશિયા પાસેથી તેલ આયાતની માત્રા 2022-23 ના 373 મિલિયન બેરેલથી વધીને 609 મિલિયન બેરેલ થઈ ગઈ છે) થઈ. પરંતુ છૂટ થોડી ઓછી (10.4%) મળી. બચતની વાત કરીએ તો 5.41 અબજ ડોલર રહી. 2023-34 માં રૂસી ક્રૂડ ઓઇલની કિંમત 76.39 ડોલર પ્રતિ બેરલ હતી, જે બાકીથી 8.89 ડોલર ઓછી હતી.
2024-25
જો આપણે 2024-25ની વાત કરીએ તો આ છૂટ અને બચત ખર્ચ માત્ર 2.8% રહ્યો. જેની માત્ર 1.45 અબજ ડોલરની બચત થઈ. 2024-25 માં રૂસી ક્રૂડ ઓઇલની કિંમતની કિંમત 78.5 ડોલર પ્રતિ બેરલ હતી, જે બાકીથી 2.3 ડોલર ઓછી હતી.
આ પણ વાંચો: ટ્રમ્પ ટેરિફ વિવાદ વચ્ચે ભારતનો મોટો નિર્ણય, અમેરિકા માટે તમામ પોસ્ટલ સર્વિસ બંધ
2025-26 ના જૂન ક્વાર્ટર
2025-26 ના જૂન ક્વાર્ટરમાં જે સમયગાળા માટે દેશવાર અને કોમોડિટી-વિશિષ્ટ વેપાર ડેટા ઉપલબ્ધ છે – ડિસ્કાઉન્ટ વધીને 6.2% થયું, જેમાં રશિયન બેરલની સરેરાશ કિંમત $69.74 હતી, જ્યારે અન્ય સપ્લાયર્સ તરફથી તે $74.37 હતી, જેના કારણે $0.84 બિલિયનની બચત થઈ.
નાણાકિય વર્ષ / સમયગાળો સરેરાશ છૂટ (%) બચત (અબજ ડોલર) 2022-23 13.60% 4.87 2023-24 10.40% 5.41 2024-25 2.80% 1.45 2025-26 (એપ્રિલ-જૂન) 6.20% 0.84
કુલ બચત – 4.87+5.41+1.45+0.84 = $12.57 બિલિયન (રૂ.1111 બિલિયન).
આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ સ્થિર રાખવામાં મદદરૂપ
નોંધનીય છે કે જો ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદ્યું ન હોત તો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધી શક્યા હોત. જો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા હોત તો ભારતને સમાન પ્રમાણમાં ક્રૂડ ઓઇલ આયાત કરવા માટે હાલ કરતાં ઘણા વધુ રૂપિયા ખર્ચવા પડ્યા હોત. એટલે કે આયાત બજેટમાં બચતની સાથે ભારતે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ સ્થિર રાખવામાં પણ મદદ કરી.