કેનેડાથી રાજદુત સહિત ઘણા અધિકારીઓને ભારતે પરત બોલાવ્યા, જાણો ફરીથી કેમ વધી રહ્યો છે તણાવ

India Canada Relations: ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો તણાવ વધુ એક વખત વધી ગયો છે. વિદેશ મંત્રાલયે સખત વલણ અપનાવતા કેનેડામાં હાજર આપણા રાજદૂત સહિત ઘણા અધિકારીઓને ભારત પરત બોલાવવોનો ફેંસલો કર્યો છે.

Written by Rakesh Parmar
October 14, 2024 22:06 IST
કેનેડાથી રાજદુત સહિત ઘણા અધિકારીઓને ભારતે પરત બોલાવ્યા, જાણો ફરીથી કેમ વધી રહ્યો છે તણાવ
ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો તણાવ ફરીથી વધી ગયો છે. (Express File)

India Canada Relations: ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો તણાવ વધુ એક વખત વધી ગયો છે. વિદેશ મંત્રાલયે સખત વલણ અપનાવતા કેનેડામાં હાજર આપણા રાજદૂત સહિત ઘણા અધિકારીઓને ભારત પરત બોલાવવોનો ફેંસલો કર્યો છે. વિદેશ મંત્રાલય તરફથી સાફ રીતે લખવામાં આવ્યું છે કે, કેનેડાની જસ્ટિન ટ્રુડો સરકાર તરફથી આપણા હાઈ કમિશ્નર અને અન્ય અધિકારીઓની સુરક્ષાને લઈ ભરોસો આપવામાં આવ્યો નથી, માટે અમે તેમને પરત બોલાવી રહ્યા છીએ.

ભારતના આ નિર્ણયના ઠીક બાદ કેનેડાના પ્રભારી ડી’અફેયર્સ સ્ટીવર્ટ વ્હીલરે દાવો કર્યો છે કે, કેનેડાની સરકારના એજન્ટો અને નિજ્જર હત્યા વચ્ચેના સંબંધોના પુરાવા આપ્યા છે અને કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે ભારત પોતાના વાયદા પર ખરૂ ઉતરે અને તે તમામ આરોપીઓની તપાસ કરે.

આ પહેલા વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, હરદીપ સિંહ નિજ્જરની હત્યાના મામલે ભારતીય ઉચ્ચાયુક્ત અને અન્ય રાજનાયિકોને પાયાવિહોણી રીતે ટાર્ગેટ કરવા સંપૂર્ણ રીતે અસ્વીકાર્ય છે.

આ પણ વાંચો: ગુરૂના ચંદ્રમા પર જીવન જરૂરી તત્વોની શોધ કરશે નાસાનું યુરોપા ક્લિપર મિશન, કરશે 2.9 અબજ કિલોમીટરની યાત્રા

કેનેડા તરફથી શું આરોપો લગાવાયા હતા?

આ સંપૂર્ણ મામલો કેનેડા તરફથી ભારતના રાજદુત સંજય કુમાર વર્મા અને ભારતીય રાજદ્વારી પર લગાવવામાં આવેલા આરોપો સાથે જોડાયેલ છે. ખરેખરમાં જૂન 2023માં ખાલિસ્તાની સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ કેનેડા તરફથી આરોપો લગાવવામાં આવ્યા હતા કે રાજદુત આ હત્યામાં સામેલ છે. દેને ભારતે પાયાવિહોણા ગણાવ્યા હતા. ભારત તરફથી હવે કહેવામાં આવ્યું છે કે આ સંપૂર્ણ મામલો રાજનીતિ સાથે જોડાઈ ગયો છે. હાલમાં આ મામલો કેનેડા તરફથી ભારતને મોકલેલા એક ડિપ્લોમેટિક કમ્યુનિકેશન સાથે જોડાયેલો હતો. જેમાં આરોપોને ફરીથી કહેવામાં આવ્યું હતું કે, ‘મામલા સાથે જોડાયેલ તપાસમાં જોવા મળ્યું છે કે ભારતના રાજદુત અને અન્ય રાજદ્વારી આ મામલામાં સામેલ હતા’.

ભારતે રાજદુત સંજય કુમાર વર્માનો બચાવ કરતા કહ્યું કે, તેમના પર આ પ્રકારન આરોપો લગાવવા હાસ્યાસ્પદ અને ખોટા છે. સંજય કુમાર વર્મા જાપાન અને સુડાનના પણ રાજદુત રહ્યા છે. હરદીપ સિંહ નિજ્જરની હત્યા 18 જૂને કરી દેવામાં આવી હતી, જેના પછી કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોનું નિવેદન સામે આવ્યું હતું અને તેમણે કહ્યુ હતું કે, આમાં ભારતનો હાથ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ