Science News: હિંદ મહાસાગરમાં 30 લાખ ચોરસ કિમી જેટલો વિશાળ રહસ્યમય ખાડો શોધાયો!

હિંદ મહાસાગરમાં દરિયાની સપાટી 100 મીટર કેમ નીચી છે? વૈજ્ઞાનિકોએ 12 કરોડ વર્ષ જૂના પૃથ્વીના પેટાળમાં છુપાયેલા 30 લાખ ચોરસ કિમીના વિશાળ 'ગ્રેવીટી હોલ' (IOGL) પાછળનું રહસ્ય ઉકેલ્યું છે. પૃથ્વીના નબળા ગુરુત્વાકર્ષણને કારણે સર્જાયેલી આ અજીબ ઘટના વિશે જાણો વિગતવાર અહેવાલ.

હિંદ મહાસાગરમાં દરિયાની સપાટી 100 મીટર કેમ નીચી છે? વૈજ્ઞાનિકોએ 12 કરોડ વર્ષ જૂના પૃથ્વીના પેટાળમાં છુપાયેલા 30 લાખ ચોરસ કિમીના વિશાળ 'ગ્રેવીટી હોલ' (IOGL) પાછળનું રહસ્ય ઉકેલ્યું છે. પૃથ્વીના નબળા ગુરુત્વાકર્ષણને કારણે સર્જાયેલી આ અજીબ ઘટના વિશે જાણો વિગતવાર અહેવાલ.

author-image
Haresh Suthar
New Update
gravity hole in indian ocean

Science News: હિંદ મહાસાગરમાં છુપાયેલ રહસ્ય ગ્રેવીટી હોલ જ્યાં પાણી 100 મીટર નીચું છે Photograph: (AI Generated)

Gravity hole in indian ocean: વિજ્ઞાન માટે આકાશ હજુ પણ અનેક ગૂઢ રહસ્યોથી ભરેલું છે એવી જ સ્થિતિ પૃથ્વી પર પણ છે. દરિયાના અનેક રહસ્યો હજુ પણ વિજ્ઞાન સમજી શક્યું નથી. હિંદ મહાસાગર પણ ગુરુત્વાકર્ષણ છિદ્ર (Gravity Hole) જેવા અનેક રહસ્યો છુપાવોને બેઠો છે. હિંદ મહાસાગરમાં ગુરુત્વાકર્ષણ પૃથ્વી પરના અન્ય કોઇ પણ જગ્યા કરતાં ઓછું છે. વૈજ્ઞાનિકો આ રહસ્ય ઉકેલવા દાયકાઓથી મથી રહ્યા છે. જોકે આ દરમિયાન વૈજ્ઞાનિકોને હિંદ મહાસાગરમાં 30 લાખ ચોરસ કિમી વિસ્તારનો વિશાળ રહસ્યમય ખાડો જોવા મળ્યો છે. 

Advertisment

કહેવાય છે કે, સમુદ્રની સપાટી એક બે ઇંચ વધે તો નજીકના શહેરો પાણીમાં ગરકાવ થઇ જાય પરંતુ અહીં તો એક બે ઇંચ નહીં પરંતુ 100 મીટરની વાત છે. હિંદ મહાસાગરમાં 100 મીટર જેટલો વિશાળ ખાડો છે. ઇન્ડિયન ઓશન જીઓઇડ લો (IOGL) તરીકે ઓળખાતી આ ઘટના હવે વૈશ્વિક બની છે. 

હિંદ મહાસાગર ગ્રેવીટી હોલ શું છે?

હિંદ મહાસાગરમાં જોવા મળતો આ વિશાળ ખાડો એ છિદ્ર નથી પરંતુ પૃથ્વીનો એક એવો પ્રદેશ છે જ્યાં ગુરુત્વાકર્ષણ બળ ઘણું ઓછુ છે. જેના કારણે સમુ્દ્રની સપાટી સરેરાશ સપાટી કરતાં ઓછી છે. આ છિદ્ર કંઇ નાનું નથી. ભારતના દક્ષિણ વિસ્તારમાં અંદાજે તે 30 લાખ ચોરસ કિમી વિસ્તારમાં ફેલાયેલું છે. આ પ્રદેશમાં સમુ્દ્રની સપાટી વિશ્વના અન્ય સરેરાશ સ્તર કરતાં 100 મીટર જેટલું નીચું છે. 

ગુરુત્વાકર્ષણ બળ ઓછું કેમ છે?

અહીં આપણને સવાલ થાય કે ગુરુત્વાકર્ષણ બળ કેમ બદલાય છે? તો ચાલો જાણીએ કે આવું થાય છે કેમ. પહેલા એ સમજીએ કે પૃથ્વી એક સમાન ગોળો નથી. તે તેના આંતરિક ભાગની ઘનતા મુજબ બદલાય છે. વધુ ઘનતાવાળા વિસ્તારોમાં ગુરુત્વાકર્ષણ બળ વધુ હોય છે અને ઓછી ઘનતાવાળા વિસ્તારોમાં ગુરુત્વાકર્ષણ બળ ઓછું હોય છે. પૃથ્વીની સપાટી નીચે, હિંદ મહાસાગરની નીચે હજારો કિલોમીટર દૂર કંઇક આ એવી સ્થિતિ હશે જે આ ગુરુત્વાકર્ષણ બળ માટે જવાબદાર છે. 

Advertisment

જો આ વાતને સરળ શબ્દોમાં સમજવી હોય તો એટલું કહી શકાય કે, વધુ ઘનતાવાળા એક લોખંડના ગોળાને દોરી વડે બાંધી ગોળ ફેરવવામાં અને અને ઓછી ઘનતાવાળા પ્લાસ્ટિકના બોલને દોરી વડે બાંધી ગોળ ગોળ ફેરવવામાં આવે તો તમને હાથમાં જે બળનો અનુભવ થાય છે એવું જ કંઇક અહીં છે. 

Gravity Hole અને પ્લુમ્સ

ભારતીય વિજ્ઞાન સંસ્થાન (IISc) ના સંશોધક આત્રેયી ઘોષ અને તેમની ટીમે આ અંગે વ્યાપક અભ્યાસ કર્યો છે. તેમના મતે આ આફ્રિકાની નીચે પૃથ્વીના આવરણમાંથી નીકળતા ગરમ ઓછા ગાઢ આવરણના પ્લુમ્સને કારણે હોઇ શકે છે. ઠંડા ખડકો ગરમ પદાર્થો કરતાં ઓછી ઘનતાવાળા હોય છે. જેના કારણે આ વિસ્તારમાં ગુરુત્વાકર્ષણ ખેંચાણ નબળું પડતું હોઇ શકે છે. 

120 મિલિયન વર્ષોનો રહસ્યમય ઇતિહાસ

હિંદ મહાસાગરમાં જોવા મળતો આ રહસ્યમય વિશાળ ખાડો કંઇ આજકાલનો નથી. એનો ઇતિહાસ વર્ષો જુનો છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, આ વિશાળ ખાડાની રચના અંદાજે 120 મિલિયન વર્ષો પહેલા થઇ હશે. જ્યારે ભારતીય પ્લેટ પ્રાચીન ગોંડવાના ખંડથી અલગ થઇ અને ઉત્તર તરફ ખસી હશે. એ સમયે જુની સમુદ્રી પ્લેટો પૃથ્વીના આંતરિક ભાગમાં ડૂબી ગઇ હશે.

આ ગતિવિધિને કારણે પૃથ્વીના આંતરિક ભાગમાં મોટા ફેરફારો થયા હશે. ગરમ મેગ્મા ઉપર તરફ ઘકેલાયું જેના કારણે આજે આપણે આ ગુરુત્વાકર્ષણને લીધે આ વિશાળ રહસ્યમય છિદ્ર જોઇ શકીએ છીએ. 

શું આ ખાડો ખતરનાક છે?

સામાન્ય રીતે જોઇએ તો આ વિશાળ ખાડો પૃથ્વી માટે સીધી રીતે કોઇ ખતરો નથી. પરંતુ તે આપણને એ સમજાવી જાય છે કે, પૃથ્વીના આંતરિક ભાગમાં આવા અનેક રહસ્યમયી ફેરફારો વિશે જાણકારી આપી જાય છે. આ ગુરુત્વાકર્ષણ છિદ્ર પૃથ્વીના આંતરિક ભાગો હજુ પણ કેટલા સક્રિય અને ગતિશીલ છે એવો મોટો પુરાવો આપી જાય છે. 

તમારા માટે ખાસ વિજ્ઞાનના રસપ્રદ લેખ

એલોન મસ્ક ચંદ્ર પર બનાવશે પોતાનું શહેર!

AI ની દુનિયા કેવી રીતે બદલાઇ, શું છે ગેમ ચેન્જર?

ચીને રણની રેતીને કેવી રીતે બનાવી ફળદ્રુપ?

શું સૌર તોફાન પૃથ્વી માટે ખતરો છે?

શું તમે વિજ્ઞાનના અવનવા રહસ્યો વિશે વધુ જાણવા ઇચ્છુક છો? અમને haresh.suthar@indianexpress.com પર જણાવો કે તમને શું જાણવામાં રસ છે. 

science