/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/ban-on-iphone-16.jpg)
આ પ્રતિબંધની અસર દેશમાં આવતા પ્રવાસીઓ પર પણ પડશે. (તસવીર: સોશિયલ મીડિયા)
Apple એ તાજેતરમાં જ iPhone 16 સિરીઝને ગ્લોબલી લોંચ કર્યો છે. એપ્પલની આ સિરીઝ લોકો વચ્ચે ખુબ જ લોકપ્રિય બની થે. કંપનીએ પ્રથમવાર પોતાના આઈફોનમાં AI ફીચર પણ આપ્યું છે. ભારત સહિત 50 થી વધુ દેશોમાં એપ્પલ એ નવો આઈફોન 16નું વેચાણ શરૂ કરી દીધુ છે. આ દરમિયાન ઈંડોનેશિયાએ એપ્પલની નવી iPhone 16 સિરીઝ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
રિપોર્ટ અનુસાર, ઈંડોનેશિયાની સરકારે iPhone 16ના વેચાણની સાથે-સાથે દેશની સીમામાં આઈફોન 16 ની એટ્રી પર પ્રતિબંધ લગાવી દીધો છે. આવામાં જો તમારી પાસે iPhone 16 છે અને તમે ઈંડોનેશિયા ટ્રાવેલ કરવા માંગો છો તો તમારે કેટલીક વાતાનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે.
આ કારણ લાગ્યો પ્રતિબંધ
ઈંડોનેશિયાના ઈન્ડસ્ટ્રી મિનિસ્ટર અગુસ ગુમિંવાંગ કર્ટારસમિતાએ કહ્યું કે, દેશમાં iPhone 16ના ઉપીયોગ પર ત્યાં સુધી પ્રતિબંધ રહેશે, જ્યાં સુધી એપ્પલ તેના લોકલ ઇન્વેસ્ટમેન્ટ રિક્વાયરમેન્ટને પૂર્ણ નહીં કરે. રિપોર્ટ અનુસાર, એપ્પલે iPhone 16ને ઈંડોનેશિયામાં રિલીઝ કર્યો નથી, કારણ કે ત્યાંની સરકાર પ્રમાણે કંપનીમાં ઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટને પૂર્ણ કર્યો નથી.
એપ્પલે ઈંડોનેશિયામાં 1-48 ટ્રિલિયન રૂપિયાનું ઉન્વેસ્ટમેન્ટ કર્યું છે, જે સરકાર દ્વારા નક્કી 1.71 ટ્રિલિયન રૂપિયાથી 14.75 મિલિયન રૂપિયા ઓછું છે. ઈંડોનેશિયાના નિયમ અનુસાર, દેશમાં કોઈ પણ પ્રોડક્ટને વેચવા માટે તેમાં 40 ટકા લોકલ કોન્ટેંન્ટ હોવું જરૂરી હોય છે જેમાં કંપોનેટ્સ, લેબર અને ફેસિલિટી સામેલ છે. એપ્પલે iPhone 16ના ઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટને મિસ કર્યો છે. જરૂરીયાત વિના IMEI સર્ટિફિકેશનથઈ તેનું વેચાણ દેશમાં ગેરકાયદેસર માનવામાં આવશે.
આ બાબતોનું રાખો ધ્યાન
આ પ્રતિબંધની અસર દેશમાં આવતા પ્રવાસીઓ પર પણ પડશે. જો તમે ઈન્ડોનેશિયામાં ફરવાનું વિચારી રહ્યા છો તો તમારે આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
- તમારે iPhone 16 સાથે બીજો સેકન્ડરી ફોન પણ તમારી સાથે રાખવો પડશે, જેથી તમે તેનો ઉપયોગ કૉલિંગ અથવા અન્ય સેવાઓ માટે કરી શકો.
- IMEI પ્રમાણપત્ર વિના iPhone 16 માં સ્થાનિક સિમ કાર્ડનો ઉપયોગ કરી શકાતો નથી. આવી સ્થિતિમાં તમારે પોર્ટેબલ Wi-Fi ઉપકરણ અથવા જાહેર Wi-Fi પર નિર્ભર રહેવું પડશે.
- સરકાર હાલમાં iPhone 16 ના IMEI પ્રમાણપત્રની સમીક્ષા કરી રહી છે. આવી સ્થિતિમાં તમારે આઇફોન પરના પ્રતિબંધ હટવાને લઈ અપડેટ રહેવું પડશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us