IndiGo એ ટિકિટના 610 કરોડ રૂપિયા રિફંડ કર્યા, રદ્દ થઈ 610 ઉડાણો, સ્થિતિ ધીમે-ધીમે થઈ રહી છે સામાન્ય

IndiGo એ જણાવ્યું છે કે રવિવારે 1,650 થી વધુ ફ્લાઇટ્સ ઓપરેટ કરી રહી છે, જ્યારે 650 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. કંપનીએ છેલ્લા પાંચ દિવસમાં સેંકડો ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી પરંતુ પરિસ્થિતિ ધીમે-ધીમે સામાન્ય થઈ રહી છે.

Written by Rakesh Parmar
December 07, 2025 22:59 IST
IndiGo એ ટિકિટના 610 કરોડ રૂપિયા રિફંડ કર્યા, રદ્દ થઈ 610 ઉડાણો, સ્થિતિ ધીમે-ધીમે થઈ રહી છે સામાન્ય
ઇન્ડિગોના જણાવ્યા અનુસાર, તેઓ 10 ડિસેમ્બર સુધીમાં તેમનું નેટવર્ક પુનઃસ્થાપિત થવાની અપેક્ષા રાખે છે. (તસવીર: સોશિયલ મીડિયા)

IndiGo એ જણાવ્યું છે કે રવિવારે 1,650 થી વધુ ફ્લાઇટ્સ ઓપરેટ કરી રહી છે, જ્યારે 650 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. કંપનીએ છેલ્લા પાંચ દિવસમાં સેંકડો ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી પરંતુ પરિસ્થિતિ ધીમે-ધીમે સામાન્ય થઈ રહી છે.

ઇન્ડિગોના જણાવ્યા અનુસાર, તેઓ 10 ડિસેમ્બર સુધીમાં તેમનું નેટવર્ક પુનઃસ્થાપિત થવાની અપેક્ષા રાખે છે.

શનિવારે ઇન્ડિગોએ આશરે 1,500 ફ્લાઇટ્સનું સંચાલન કર્યું હતું, જ્યારે આશરે 800 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. આ રદીઓને કારણે હજારો મુસાફરોને નોંધપાત્ર અસુવિધાનો સામનો કરવો પડ્યો હતો.

આ દરમિયાન સરકારે અહેવાલ આપ્યો છે કે કંપનીએ રદ કરેલી અથવા મોડી ફ્લાઇટ્સ માટે ₹610 કરોડના રિફંડની પ્રક્રિયા કરી છે અને 3000 મુસાફરોને સામાન પહોંચાડ્યો છે.

આ પણ વાંચો: “મેં સિલેક્ટરને ક્યારેય કહ્યું નથી કે કોને લેવા,” રવિ શાસ્ત્રીનું મોટું નિવેદન; શું ગૌતમ ગંભીરનો તરફ ઈશારો કર્યો?

શનિવારે સરકારે એરલાઇન્સને રવિવાર સાંજ સુધીમાં રદ કરેલી ફ્લાઇટ્સ સંબંધિત ટિકિટોના રિફંડ પૂર્ણ કરવા અને આગામી 48 કલાકમાં મુસાફરોનો ખોવાયેલો સામાન પહોંચાડવાનો નિર્દેશ આપ્યો હતો. મંત્રાલયે જણાવ્યું હતું કે ઇન્ડિગોના સંકટને ઉકેલવા માટે અસરકારક પગલાં લેવામાં આવ્યા છે જેથી મુસાફરોને વધુ કોઈ અસુવિધાનો સામનો ન કરવો પડે.

મંત્રાલયે જણાવ્યું હતું કે દેશભરમાં હવાઈ સેવાઓ ઝડપથી સામાન્ય થઈ રહી છે. અન્ય તમામ સ્થાનિક એરલાઇન્સ સંપૂર્ણ ક્ષમતાથી ફ્લાઇટ્સ ચલાવી રહી છે, જ્યારે ઇન્ડિગોનું પ્રદર્શન પણ સતત સુધરી રહ્યું છે.

સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે આરોપ લગાવ્યો છે કે ઇન્ડિગો પર કોઈ સરકારી દબાણ કામ કરી રહ્યું નથી કારણ કે ભાજપે તેની પાસેથી ચૂંટણી બોન્ડ લીધા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ