/indian-express-gujarati/media/media_files/2026/01/19/beggar-millions-of-rupees-2026-01-19-17-50-51.jpg)
ભીખારી મંગીલાલ Photograph: (@raaa____1))
Indore Beggar : ઈન્દોર વહીવટીતંત્રે રક્તપિત્તથી પીડિત 50 વર્ષીય ભિખારીને બચાવ્યો છે. સોમવારે અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રાથમિક માહિતી બહાર આવી હતી કે તે ત્રણ મકાનો, એક કાર અને ત્રણ ઓટો રિક્ષા સહિત લાખો રૂપિયાની સંપત્તિનો માલિક છે. વહીવટીતંત્રે ઇન્દોરમાં ભીખ લેવાની સાથે સાથે ભીખ આપવા અને ભિખારીઓ પાસેથી કોઈપણ માલ ખરીદવા પર કાયદેસર પ્રતિબંધ લગાવ્યો છે.
વહીવટીતંત્રનો દાવો છે કે ઇન્દોર શહેર ભિખારીઓથી સંપૂર્ણપણે મુક્ત છે. મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી દિનેશ મિશ્રાએ જણાવ્યું હતું કે સામાન્ય લોકો પાસેથી માહિતી મળ્યા બાદ રક્તપિત્તના દર્દીને ભીખ માંગવાથી મુક્ત કરવા માટે સરાફા વિસ્તારમાંથી તેને બચાવી લેવામાં આવ્યો છે. મિશ્રા પોતે ભિખારી નાબૂદી અભિયાનના નોડલ અધિકારી છે.
અધિકારી દિનેશ મિશ્રાએ જણાવ્યું કે અમને જાણવા મળ્યું છે કે આ વ્યક્તિના ત્રણ પાકા મકાનો છે. જેમાં ત્રણ માળનું મકાન પણ સામેલ છે. આ ઉપરાંત તેની પાસે ત્રણ ઓટો રિક્ષા છે જે તેણે ભાડે આપી રાખી છે. મિશ્રાએ કહ્યું કે આ વ્યક્તિ પાસે કાર પણ છે. તેમાં બેસીને તે ભીખ માંગવા જાય છે અને આ માટે તેણે એક ડ્રાઈવર પણ રાખ્યો છે.
રુપિયા વ્યાજે પણ ફેરવે છે
રક્તપિત્તથી પીડિત આ વ્યક્તિ પૈડાના સહારે ઘસીને જાય તેવા વાહન પર બેસીને ભીખ માંગે છે. મિશ્રાના જણાવ્યા અનુસાર આ વ્યક્તિ 2021-22થી ભીખ માંગી રહ્યો છે અને એવું પણ જાણવા મળ્યું છે કે તેણે બુલિયન સેક્ટરના લોકોને 4થી પાંચ લાખ રૂપિયા ઉધાર આપ્યા છે. તે તેમની પાસેથી દરરોજ વ્યાજ વસૂલતો હોય છે.
આ વ્યાજમાંથી તે દરરોજ 1000 થી 2000 રૂપિયા કમાય છે. આ ઉપરાંત, તેને દરરોજ ભીખ તરીકે 400 થી 500 રુપિયા મળે છે. મિશ્રાએ જણાવ્યું હતું કે આ વ્યક્તિને આશ્રય ગૃહમાં રાખવામાં આવ્યો છે.
આ પણ વાંચો - યુવતીએ બ્લિંકઈટથી મંગાવ્યો આઈફોન 17, અનબોક્સિંગ સમયે થયો મોટો કાંડ
જિલ્લા મેજિસ્ટ્રેટ શિવમ વર્માએ જણાવ્યું હતું કે ઈન્દોર બેગર મુક્ત શહેર છે. ભીખ માંગવા અંગેની કોઈપણ માહિતી મળતા ભિખારીઓનું પુનર્વસન કરવામાં આવે છે. ડીએમએ જણાવ્યું હતું કે વહીવટીતંત્રને બુલિયન વિસ્તારમાં બચાવેલા વ્યક્તિની સંપત્તિ વિશે પ્રાથમિક માહિતી મળી છે અને તથ્યોની ચકાસણી કર્યા પછી, કાયદાકીય જોગવાઈઓ અનુસાર પગલાં લેવામાં આવશે.
આ મામલાને માનવતાના દૃષ્ટિકોણથી જોવો જોઈએઃ રૂપાલી જૈન
એક એનજીઓ પ્રવેશના અધ્યક્ષ રૂપાલી જૈને જણાવ્યું હતું કે રક્તપિત્તથી પીડિત આ વ્યક્તિના કેસને માનવતાની દ્રષ્ટિએ જોવો જોઈએ કારણ કે તેણે ભીખ માંગીને લાખો રૂપિયાની કથિત સંપત્તિ બનાવી નથી. તેમણે કહ્યું કે આ વ્યક્તિ થોડા વર્ષો પહેલા મિસ્ત્રી તરીકે કામ કરતો હતો, પરંતુ રક્તપિત્તના કારણે તેની આંગળીઓ અને પગને ભારે નુકસાન થયા બાદ તે આ કામ ચાલુ રાખી શક્યો નહીં અને સામાજિક અને પારિવારિક ભેદભાવનો ભોગ બન્યા બાદ તેણે સરાફા વિસ્તારના પ્રખ્યાત ચાટ-ચૌપટ્ટી નજીક રાત્રે ભીખ માંગવાનું શરૂ કર્યું.
જૈને કહ્યું કે અમે છેલ્લા ચાર વર્ષમાં આ વ્યક્તિને બે વાર સમજાવ્યું હતું કે તેણે ભીખ માંગવાનું બંધ કરી દેવું જોઈએ. તેણે થોડા સમય માટે ભીખ માંગવાનું પણ બંધ કરી દીધું હતું, પરંતુ બાદમાં તેણે ફરીથી ભીખ માંગવાનું શરૂ કર્યું હતું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us