લોકસભા ચૂંટણી પરિણામ 2024: ઈન્દોરમાં NOTA એ બનાવ્યો નવો રેકોર્ડ , કોંગ્રેસની અપિલ કરી ગઇ કમાલ

Indore NOTA Record In MP Lok Sabha Election Results 2024: લોકસભા ચૂંટણી પરિણામ 2024 દરમિયાન ઇન્દોરમાં નોટા મતનો નવો રેકોર્ડ બન્યો છે. જાણો કોંગ્રેસે ઈન્દોર બેઠકના મતદારોને નોટા ને મત આપવા અપીલ કેમ કરી હતી

Written by Ajay Saroya
June 04, 2024 16:45 IST
લોકસભા ચૂંટણી પરિણામ 2024: ઈન્દોરમાં NOTA એ બનાવ્યો નવો રેકોર્ડ , કોંગ્રેસની અપિલ કરી ગઇ કમાલ
NOTA Vote: ઈવીએમ મશિનમાં નોટા (NOTA) મત નો વિકલ્પ હોય છે. એટલે કે ઉપરોક્ત માંથી કોઇ ઉમેદવાર નહીં. (Express File Photo)

Indore NOTA Record In MP Lok Sabha Election Results 2024: લોકસભા ચૂંટણી પરિણામ 2024માં ઘણા નવા રેકોર્ડ બનવાનું શરૂ થઇ ગયું છે. એક્ઝિટ પોલમાં એનડીએ બહુમતી સાથે ફરી સત્તામાં આવવાની ભવિષ્યવાણી હતી. જો કે ઘણી લોકસભા બેઠકો પર એક્ઝિટ પોલ ખોટા પડતા દેખાય છે. આ વખતે ભાજપના ગઢ ગણાતા મધ્યપ્રદેશની ઈન્દોર લોકસભા બેઠક પર ભાજપ ભલે આગળ હોય પરંતુ કોંગ્રેસની અપીલે કમાલ કર્યો છે. ઈન્દોર લોકસભા બેઠક પર અત્યાર સુધીમાં સૌથી વધુ નોટા વિકલ્પ પર મતદાન થયું છે.

ઇન્દોર લોકસભા બેઠક પર રેકોર્ડ બ્રેક નોટા મતદાન

ઈન્દોર લોકસભા બેઠક પર રેકોર્ડ બ્રેક નોટા વોટ પડ્યા છે. કોંગ્રેસે ઈન્દોર બેઠકના મતદારોને અપીલ કરી હતી કે તેઓ નોટાને મત આપે એટલે કે ઇવીએમ મશિન પર કોઈ પણ ઉમેદવાર પસંદ નથી તેવા વિકલ્પ પર મતદાન કરે. મધ્યપ્રદેશની ઇન્દોર લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર શંકર લાલવાણીને 1226751 મત મળ્યા છે અને હાલ 1008077 મતોની લીડ સાથે આગળ ચાલી રહ્યા છે. જો કે બીજી બાજુ ઇન્દોર લોકસભા બેઠક પર ઇવીએમ મશિનમાં નોટાને 218355 મત મળ્યા છે, જે કૂલ મતદાનના 14 ટકા અને દેશમાં લોકસભા ચૂંટણીની અત્યાર સુધીનો રેકોર્ડ બ્રેક નોટા વોટિંગ છે.

કોંગ્રેસે નોટા મત આપવાની કેમ કરી અપીલ

કોંગ્રેસે ઇન્દોરના મતદારોને નોટ મત આપવા અપીલ કરી હતી. સમગ્ર ઘટનાક્રમની વાત કરીયે તો મતદારોની સંખ્યાની દ્રષ્ટિએ મધ્ય પ્રદેશની સૌથી મોટી લોકસભા બેઠક ઇન્દોરથી કોંગ્રેસના અક્ષય ક્રાંતિ ઉમેદવારી નોંધાવી હતી. અક્ષય ક્રાંતિ પ્રથમવાર ચૂંટણી લડી રહ્યા હતા, પરંતુ ત્યારબાદ તેમણે પોતાનું ઉમેદવારી પત્ર પાછું ખેંચી લીધું હતું. એટલું જ નહીં, અક્ષય ક્રાંતિ એ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાઇ ગયા હતા. કોંગ્રેસે અક્ષય ક્રાંતિને લોકસભા ચૂંટણી મેદાનમાં એવા સમયે ઉતાર્યા હતા જ્યારે ઈન્દોરમાં પાર્ટીના ત્રણ પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા. આ ઘટના બાદ કોંગ્રેસે ઈન્દોર લોકસભા બેઠકના મતદારોને નોટા પર મતદાન કરવાની અપીલ કરી હતી. આમ કોંગ્રેસની અપીલે NOTA વોટના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે.

અગાઉ બિહારમાં સૌથી વધુ નોટા મતનો રેકોર્ડ હતા

ઈન્દોરના મતદારોએ બિહારની ગોપાલગંજ લોકસભા બેઠકના નોટા મતનો રેકોડ તોડી નાંખ્યો છે. અગાઉ લોકસભા ચૂંટણી 2019માં બિહારની ગોપાલગંજ બેઠક પર 51600 નોટ મત પડ્યા હતા, જે તે લોકસભા બેઠકના કૂલ મતદાનના 5 ટકા બરાબર વોટ હતા.

આ પણ વાંચો | કંગના રનૌત લોકસભા ચૂંટણી જીત્યા બાદ બોલિવુડ છોડી દેશે? શું ઇમરજન્સી રિલીઝ થશે કે નહીં?

ઈન્દોર લોકસભા બેઠકના કુલ 14 ઉમેદવારમાંથી 9 અપક્ષ

મધ્યપ્રદેશની ઈન્દોર લોકસભા બેઠક હાઇ પ્રાઇફાલ સીટ ગણાય છે. આ બેઠક પર કુલ 14 ઉમેદવારમાંથી 9 અપક્ષ ઉમેદવાર છે. ઇન્દોર લોકસભા બેઠક પર ભાજપ તરફથી શંકર લાલવાણી 1008077 મતોની લીડ સાથે આગળ ચાલી રહ્યા છે. તો બસપાના સંજય સોલંકી, અખિલ ભારતીય પરિવાર પાર્ટી પવન કુમાર પાછળ ચાલી રહ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ