International Yoga Day 2024, PM Narendra Modi Speech Today Live Streaming Updates, વિશ્વ યોગ દિવસ: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાર્યક્રમમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રીનગરમાં હોલમાં યોગ કર્યા હતા. યોગ કરતા પહેલા જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર PM નરેન્દ્ર મોદીએ કહ્યું, “અમે શ્રીનગરમાં ઊર્જા અનુભવી શકીએ છીએ, જે આપણે યોગ દ્વારા મેળવીએ છીએ. હું દેશના લોકોને અને યોગ પર વિશ્વના દરેક ખૂણે યોગ કરી રહેલા લોકોને શુભેચ્છા પાઠવું છું. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. જમ્મુ અને કાશ્મીર યોગાભ્યાસની ભૂમિ છે.
યોગાભ્યાસ બાદ પીએમ મોદી લોકોને મળ્યા
યોગાભ્યાસ કર્યા બાદ વડાપ્રધાન મોદી યોગ સાથે જોડાયેલા લોકોને મળ્યા અને તેમની સાથે સેલ્ફી પણ લીધી. વડાપ્રધાનને તેમની વચ્ચે જોઈને લોકો પણ ઉત્સાહિત થઈ ગયા. લોકોએ તાળીઓ પાડીને વડાપ્રધાનનું સ્વાગત કર્યું.
વરસાદના કારણે કાર્યક્રમનું સ્થળ બદલાયું
વરસાદના કારણે શ્રીનગરના SKICCના હોલમાં કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. અહીં SKIIC ના હોલમાં માત્ર થોડા લોકો સાથે યોગ કરવામાં આવશે. અગાઉ સાત હજાર લોકો સાથે ડલ તળાવના કિનારે ખુલ્લા આકાશમાં યોગ કરવાના હતા. પરંતુ હવે હોલમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આયુષ્માન આરોગ્ય મંદિરોમાં સામૂહિક કાર્યક્રમોનું આયોજન
તમને જણાવી દઈએ કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને 21 જૂનના રોજ તમામ આયુષ્માન આરોગ્ય મંદિરોમાં સામૂહિક કાર્યક્રમોનું આયોજન કરીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનો અનુરોધ કર્યો છે. મંત્રાલયે સહભાગીઓને પ્રોત્સાહિત કરવા માટે અગ્રણી વ્યક્તિઓને યોગ ‘એમ્બેસેડર’ તરીકે આમંત્રિત કરવાનું પણ સૂચન કર્યું હતું.






