Khamenei Death: ઈરાનના નવા કમાન્ડર ઈન ચીફનું નામ જાહેર, ઇઝરાયલ અને અમેરિકા વિરુદ્ધ તેહરાન આક્રમક

Israel Iran War: ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનીના મોત બાદ નવા કમાઇન્ડ ઈન ચીફનું નામ જાહેર કરવામાં આવ્યું છે. ઈરાને અમેરિકા સામે બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે.

Israel Iran War: ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનીના મોત બાદ નવા કમાઇન્ડ ઈન ચીફનું નામ જાહેર કરવામાં આવ્યું છે. ઈરાને અમેરિકા સામે બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે.

author-image
Ajay Saroya
New Update
Iran Ahmad Vahidi New Commander In Chief

Iran's Ahmad Vahidi New Commander In Chief : અહમદ વહિદી ઇરાનના નવા કમાન્ડર ઇન ચીફ Photograph: (Twitter)

Israel Iran War:  ઇરાન-ઇરાન યુદ્ધની શરૂઆતમાં ઇઝરાયલ દ્વારા ઇરાન પર થયેલા પ્રારંભિક હુમલામાં ઇરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનીનું નિધન થયું છે. જેના કારણે સમગ્ર દેશમાં અમેરિકા અને ઇઝરાયલ વિરુદ્ધ રોષ ફેલાયો છે. ઈરાને અમેરિકા સામે બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે. આ દરમિયાન ઈરાને પોતાના નવા કમાન્ડર ઈન ચીફના નામની જાહેરાત કરી છે.

Advertisment

ઇરાનના નવા પ્રમુખ કોણ છે?

મળતી માહિતી મુજબ અહમદ વાહિદીને ઈરાન દ્વારા ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સની નવી જવાબદારી સોંપવામાં આવી છે. ખાસ વાત એ છે કે 31 ડિસેમ્બર, 2025 ના રોજ, ખામેનીએ તેમને ડેપ્યુટી કમાન્ડર-ઇન-ચીફ તરીકે નિયુક્ત કર્યા હતા. વાહિદી કુદસ ફોર્સના પ્રથમ કમાન્ડર (1988-1998) હતા. તે આઇઆરજીસીની શાખા છે જે ઇરાનની બહાર લશ્કરી અને ગુપ્તચર કામગીરી કરે છે.

ઇરાનના નવા કમાન્ડર ઇન ચીફ અહમદ વાહિદી

અહમદ વાહિદી 2009-13 સુધી ઈરાનના સંરક્ષણ પ્રધાન હતા. અહેમદે ઇબ્રાહિમ રાયસીના શાસન દરમિયાન 2021-24 સુધી ગૃહ પ્રધાન તરીકે પણ સેવા આપી હતી. તેઓ એક્સપેડિયન્સી ડિસ્કનેક્શન કાઉન્સિલના સભ્ય અને સુપ્રીમ નેશનલ ડિફેન્સ યુનિવર્સિટીના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. વાહિદી 1994 માં આર્જેન્ટિનાના બ્યુનોસ એરેસમાં એએમઆઈએ યહૂદી સેન્ટર પર બોમ્બ વિસ્ફોટમાં કથિત સંડોવણી માટે ઇન્ટરપોલની 'રેડ નોટિસ' સૂચિમાં છે. તેમાં 85 લોકો માર્યા ગયા હતા.

અહમદ વાહિદી પર અમેરિકા અને યુરોપિયન યુનિયન દ્વારા અનેક પ્રતિબંધો લાગ્યા છે. આ પ્રતિબંધોનું કારણ ઇરાનના પરમાણુ કાર્યક્રમ સાથેનું તેમનું જોડાણ અને 2022 ના વિરોધ પ્રદર્શન દરમિયાન કથિત માનવાધિકારના ઉલ્લંઘનમાં તેમની સક્રિય ભૂમિકા હોવાનું કહેવાય છે.

Advertisment

ખામેની, પુત્રી, જમાઈ અને પૌત્રની હત્યા

મળતી માહિતી અનુસાર, ઇઝરાયલ અને અમેરિકાના હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેની તેમજ તેમના પરિવારના સભ્યો પણ માર્યા ગયા છે. જો કે, ઘણા મીડિયા અહેવાલો હજી સુધી ખામેનીની પરિવારના સભ્યોના મૃત્યુની પુષ્ટિ કરી રહ્યા નથી. ખામેનીને ત્રણ પુત્રો અને બે પુત્રીઓ છે, અને તે બધા પરિણીત છે. વધુ વાંચવા અહીં ક્લિક કરો.

વિશ્વ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા ઈરાન ઈઝરાયલ યુધ્ધ ઇરાન