ISRO Spadex Mission: ચંદ્રયાન બાદ ઈસરો કરશે વધુ એક પરાક્રમ, સ્પેડએક્સ મિશન દ્વારા એક સાથે જોડશે બે સ્પેસક્રાફ્ટ

ISRO Spadex Mission: હવે ઈસરોની તૈયારી Spadex મિશનની સાથે ભારતીય અંતરિક્ષ ઈતિહાસમાં પ્રથમ એક્સપેરિમેન્ટ કરવાની છે. સ્પેડએક્સ મિશનમાં ઈસરોનું પ્લેન બે અલગ-અલગ સ્પેસક્રાફ્ટને એક સાથે જોડવાનું છે.

Written by Rakesh Parmar
November 13, 2024 18:59 IST
ISRO Spadex Mission: ચંદ્રયાન બાદ ઈસરો કરશે વધુ એક પરાક્રમ, સ્પેડએક્સ મિશન દ્વારા એક સાથે જોડશે બે સ્પેસક્રાફ્ટ
isro spadex mission | ઈસરોનું સ્પેડએક્સ મિશન શું છે? (તસવીર: જનસત્તા)

ISRO Spadex Mission: ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) વધુ એક વખત ડિસેમ્બરમાં નવું પરાક્રમ કરવાની તૈયારીમાં છે. ચંદ્રયાન-3 ને ચંદ્રમાના દક્ષિણી ધ્રુવ પર લેન્ડ કરાવનાર ભારત પ્રથમ દેશ બની ગયો છે. હવે ઈસરોની તૈયારી Spadex મિશનની સાથે ભારતીય અંતરિક્ષ ઈતિહાસમાં પ્રથમ એક્સપેરિમેન્ટ કરવાની છે. સ્પેડએક્સ મિશનમાં ઈસરોનું પ્લેન બે અલગ-અલગ સ્પેસક્રાફ્ટને એક સાથે જોડવાની છે. અને જો ઈસરોની આ યોજના સફળ થાય છે તો ચીન તથા અમેરિકા જેવા કેટલાક દેશોની લાઈનમાં આવી જશે.

ઈસરો પૃથ્વીની ઉપર એક ભારતીય અંતરિક્ષ સ્ટેશન બનાવવાની તૈયારીમાં છે અને સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ મિશન (SpadEX- Space Docing Experiment)ની સાથે આ તરફ પ્રથમ પગલું ઉઠાવશે. સ્પૈડએક્સ મિશનની સાથે ભારત અંતરિક્ષમા યાત્રા કરનારા અમેરિકા, રશિયા તથા ચીન જેવા દેશોની ક્લબમાં સામેલ થઈ શકે છે.

ક્યારે લોંચ થશે Spadex મિશન?

ઈસરોનું આ મહત્ત્વકાંક્ષી મિશન Spadex અંતરિક્ષમાં ડોકિંગ ટેક્નોલોજીને રજૂ કરનાર ભારતનું પ્રથમ મિશન હશે. આ મિશનથી ભારતને ભવિષ્યના મોટા અભિયાનો માટે મહત્ત્વપૂર્ણ મદદ મળશે.

આ પણ વાંચો: મહિલાઓ માટે બેસ્ટ છે પોસ્ટ ઓફિસની આ 5 બચત યોજનાઓ

આ મિશનમાં 400 કિલોગ્રામના બે ઉપગ્રહ- ‘ચેજર’ તથા ‘ટાર્ગેટ’ને સામેલ કરવામાં આવશે. આ બંને ઉપગ્રહોને PSLV કેટેગરીના રોકેટ દ્વારા ધરતીથી એક સાથે લોન્ચ કરવામાં આવશે.

સૌથી ખાસ વાત એ છે કે જ્યારે આ ઉપગ્રહ 700 કિલોમીટરની ઊંચાઈ પર પહોંચ્યા બાદ સટીક અને વ્યવસ્થિત રીતે અલગ થશે અને ડોકિંગ સાથે મિશન પૂર્ણ થશે.

આ મિશનના સફળ થવાથી ભારતના ભવિષ્યના બીજા મિશનો અંતર્ગત અંતરિક્ષ સ્ટેશન બનાવવા, ઉપગ્હમાં ઈંધણ ભરવા અને અંતરિક્ષમાં સ્પેસક્રાફ્ટથી અંતરિક્ષ યાત્રીઓ અથવા સામાનને ટ્રાંસફર કરવામાં મદદ મળશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ