દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમણે ખરાબ સ્વાસ્થ્યને કારણે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. ધનખરે રાષ્ટ્રપતિને લખેલા પત્રમાં રાજીનામું આપવાની વાત કરી છે.
રાષ્ટ્રપતિને સંબોધીને જગદીપ ધનખરે પોતાના પત્રમાં લખ્યું છે કે સ્વાસ્થ્ય સંભાળને પ્રાથમિકતા આપવા અને તબીબી સલાહનું પાલન કરવા માટે હું બંધારણની કલમ 67 (A) અનુસાર તાત્કાલિક અસરથી ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપું છું.
તેમણે કહ્યું કે હું ભારતના મહામહિમ રાષ્ટ્રપતિનો તેમના અતૂટ સમર્થન અને મારા કાર્યકાળ દરમિયાન અમારા વચ્ચે રહેલા સુખદ અને અદ્ભુત કાર્યકારી સંબંધો માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. હું માનનીય પ્રધાનમંત્રી અને માનનીય મંત્રી પરિષદનો ઊંડો આભાર વ્યક્ત કરું છું. પ્રધાનમંત્રીનો સહયોગ અને સમર્થન અમૂલ્ય રહ્યું છે અને મેં મારા કાર્યકાળ દરમિયાન ઘણું શીખ્યું છે. બધા માનનીય સંસદ સભ્યો તરફથી મને મળેલી હૂંફ, વિશ્વાસ અને સ્નેહ હંમેશા મારી યાદમાં રહેશે. આ પ્રતિષ્ઠિત પદને વિદાય આપતાં મને ભારતના વૈશ્વિક ઉદય અને અભૂતપૂર્વ સિદ્ધિઓ પર ગર્વ છે અને તેના ઉજ્જવળ ભવિષ્યમાં મને અતૂટ વિશ્વાસ છે.
આ પણ વાંચો: સુરતના ડુમસ બીચ પર સ્ટંટ કરવું નબીરાને ભારે પડ્યું, મર્સિડીઝ ફસાઈ ગઈ
તમને જણાવી દઈએ કે ઉપરાષ્ટ્રપતિ તરીકે જગદીપ ધનખડનો કાર્યકાળ વર્ષ 2027 સુધી હતો પરંતુ બે વર્ષ પહેલા તેમણે સ્વાસ્થ્ય કારણોસર તેમના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.