/indian-express-gujarati/media/media_files/2026/01/15/justice-yashwant-varma-2026-01-15-16-29-46.jpg)
જસ્ટિસ વર્મા જ્યારે દિલ્હી હાઈકોર્ટમાં ન્યાયાધીશ હતા ત્યારે તેમના સત્તાવાર નિવાસસ્થાનેથી બળી ગયેલી ચલણી નોટોનો ઢગલો મળી આવ્યો હતો Photograph: (File Photo)
Justice Yashwant Varma to Enquiry Panel : અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માએ દિલ્હી સ્થિત તેમના સરકારી નિવાસસ્થાનમાં આગ દરમિયાન રોકડ મળી આવી હોવાના દાવાને નકારી કાઢ્યો છે. જસ્ટિસ યશવંત વર્માએ તેમની વિરુદ્ધ મહાભિયોગની તપાસ કરી રહેલી સંસદીય સમિતિ સમક્ષ આ વાત કહી હતી.
જસ્ટિસ યશવંત વર્માએ કહ્યું છે કે જે દિવસે આ ઘટના બની તે દિવસે તેઓ દિલ્હીમાં ન હતા. તેમણે કહ્યું છે કે જો તેમના સરકારી નિવાસસ્થાનની સુરક્ષામાં તૈનાત અધિકારીઓ પોતાનું કામ કરવામાં નિષ્ફળ જાય છે તો તેના માટે તેમને દોષી ઠેરવી શકાય નહીં.
સત્તાવાર નિવાસસ્થાનેથી બળી ગયેલી ચલણી નોટોનો ઢગલો મળી આવ્યો હતો
જસ્ટિસ વર્મા જ્યારે દિલ્હી હાઈકોર્ટમાં ન્યાયાધીશ હતા ત્યારે તેમના સત્તાવાર નિવાસસ્થાનેથી બળી ગયેલી ચલણી નોટોનો ઢગલો મળી આવ્યો હતો. આ પછી જસ્ટિસ વર્માની અલ્હાબાદ હાઈકોર્ટમાં બદલી કરવામાં આવી હતી.
આ કેસમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ અરવિંદ કુમારની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી હતી. જસ્ટિસ વર્માએ સમિતિને જણાવ્યું હતું કે જ્યારે આ ઘટના બની ત્યારે પોલીસ અને ફાયર વિભાગના અધિકારીઓએ જરૂરી કાર્યવાહી કરી ન હતી.
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જસ્ટિસ વર્માએ તે જ વાત કહી છે જે તેમણે સુપ્રીમ કોર્ટના તત્કાલીન CJI જસ્ટિસ સંજીવ ખન્ના દ્વારા રચાયેલી તપાસ સમિતિ સમક્ષ કહી હતી. ત્યારબાદ જસ્ટિસ વર્મા વિરુદ્ધ ઇન-હાઉસ તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી.
આ પણ વાંચો - ઇરાનમાં હિંસક વિરોધ પ્રદર્શન વચ્ચે ભારતીય દૂતાવાસે એડવાઇઝરી જાહેર કરી, તાત્કાલિક ઇરાન છોડી દો
જસ્ટિસ વર્માએ કહ્યું છે કે જ્યાં આગની ઘટના બની હતી ત્યાંથી કોઈ રિકવરી થવાનો રેકોર્ડ નથી અને તે તે સ્થળથી અલગ છે જ્યાં તે રહે છે. તેમણે એમ પણ કહ્યું કે આ સ્થળ સીઆરપીએફ બેરેકની નજીક છે અને બીજા ઘણા લોકો પણ અહીં આવી અને જઈ શકે છે. ન્યાયાધીશ વર્માએ એમ પણ કહ્યું છે કે તેમની સામેના આક્ષેપોને યોગ્ય ઠેરવવા માટે કોઈ સીસીટીવી ફૂટેજ નથી.
14-15 માર્ચની રાત્રે આગ લાગી હતી
જસ્ટિસ વર્માના સરકારી આવાસમાં આગની ઘટના ગયા વર્ષે 14 અને 15 માર્ચની મધ્યરાત્રિએ બની હતી. આ કેસમાં ભારે હંગામો મચી ગયો હતો.
સુપ્રીમ કોર્ટની ઇન-હાઉસ તપાસ સમિતિને જસ્ટિસ વર્મા સામેના આક્ષેપો સાચા હોવાનું જણાયું હતું અને ત્યારબાદ આ મામલો આગળની કાર્યવાહી માટે રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનને મોકલવામાં આવી હતી. જસ્ટિસ વર્માએ આંતરિક તપાસની બંધારણીયતાને સુપ્રીમ કોર્ટ સમક્ષ પડકારી હતી, પરંતુ બે ન્યાયાધીશોની બેન્ચે તેમની અપીલને ફગાવી દીધી હતી.
આ પછી સંસદના બંને ગૃહોમાં તેમની વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો અને લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ જસ્ટિસ વર્મા સામેના આરોપોની તપાસ માટે એક સમિતિની રચના કરી હતી. આ સમિતિમાં મદ્રાસ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ મનિન્દ્ર મોહન શ્રીવાસ્તવ અને વરિષ્ઠ વકીલ બી.વી.આચાર્યનો પણ સમાવેશ થાય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us