/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Kerala-High-Court.jpg)
કેરળ હાઈકોર્ટ (Express File Photo)
Kerala High Court: કેરળ હાઈકોર્ટે એક મહિલાના મોતના મામલે મહત્ત્વની ટિપ્પણી કરી છે. આ મામલામાં મહિલાની લાશ એક લોજના રૂમમાં નગ્ન અવસ્થામાં લટકેલી મળી આવી હતી અને રૂમ બહારથી બંધ હતો. ન્યાયાધીશ પીબી સુરેશકુમાર અને ન્યાયાધીશ સી. પ્રથીપ કુમારની બેંચે આ મામલે સુનાવણી કરી હતી. બેંચે પોલીસ તરફથી આપાવામાં આવેલા પુરાવાને લઈ કહ્યું કે, ભારતીય મહિલાઓ જ્યારે આત્મહત્યા કરે છે ત્યારે નગ્ન અવસ્થામાં કરતી નથી.
કોર્ટે પત્નીની હત્યા માટે આઈપીસીની કલમ 302 અંતર્ગત પતિને આપવામાં આવેલી આજીવન કારાવાસની સજાને યથાવત રાખી છે. કોર્ટે પોતાના નિર્ણયમાં આત્મહત્યાની સંભાવનાઓને પાયાવિહોણી ગણાવી અને પતિની સજાને યથાવત રાખી હતી.
આ મામલો આત્મહત્યાનો નહીં પણ હત્યાનો છે
કોર્ટે કહ્યું કે અમે સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યૂટરના નિવેદન સાથે-સાથે PW20 ના પુરાવા સાથે સહેમત છીએ કે કોઈ પણ મહિલા નગ્ન અવસ્થામાં આત્મહત્યા કરતી નથી. Ext. P9 ની તસવીરોમાં મૃતક મહિલા નગ્ન અવસ્થામાં લટકેલી મળી હતી અને તેથી સ્પષ્ટ સંકેત મળે છે કે આ મામલો આત્મહત્યાનો નહીં પણ હત્યાનો છે.
પત્નીના ચરિત્ર પર શંકાનો આરોપ
અભિયોજન પક્ષે કહ્યું હતું કે આ મામલે આરોપીને પોતાની પત્નીના ચરિત્ર પર શંકા હતી અને તેને ફાંસી પર લટકાવીને મારી નાંખી. પોલીસે આ મામલાની તપાસ કરી અને તેને લાગ્યું કે આ મામલો લગ્ન બાદ થતા કોઈ ઝઘડાનો મામલો છે. પરંતુ તપાસમાં જાણવા મળ્યું કે આ મામલો હત્યાનો છે તો તેમાં કલમ 302ને પણ જોડી હતી.
આ પણ વાંચો: અમદાવાદથી દેશના આ ચાર શહેરો માટે સીધી ફ્લાઇટ શરૂ, જાણો ટાઈમ ટેબલ
અભિયુક્તના વકીલે કોર્ટ સામે દલિલ કરી હતી કે આ મામલે કોઈ પ્રત્યક્ષ પુરાવો ન હતો. વકીલે તર્ક આપ્યુ કે અભિયોજન પક્ષ આરોપોને સાબિત કરી શક્યા નથી અને મેડિકલ પુરાવાઓ પણ આત્મહત્યાની સંભાવનાઓને પૂર્ણ રીતે ફગાવી રહ્યા નથી. પરંતુ મામલામાં સુનાવણી બાદ અદાલતે કહ્યું કે મેડિકલ પુરાવાઓથી જાણવા મળે છે કે આ મોત પહેલા ફાંસો લગાવવાનો મામલો છે.
આ સિવાય કોર્ટે પોલીસ સર્જન દ્વારા આપવામાં આવેલા નિવેદન પર પણ ભરોસો કર્યો કે જ્યાં સુધી મહિલાઓ માનસિક રીતે પરેશાન ન હોય ત્યાં સુધી તેઓ નગ્ન થઈને આત્મહત્યા કરતી નથી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us