રાજદ ચીફ લાલુ પ્રસાદ યાદવે પોતાના પુત્ર અને પૂર્વ મંત્રી તેજ પ્રતાપ યાદવને 6 વર્ષ માટે પાર્ટીમાંથી નીકાળી દીધો છે. લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે તેની ગતિવિધિ, લોક આચરણ તથા ગૈરજવાબદાર વ્યવહાર અમારા પારિવારિક મૂલ્યો અને સંસ્કારોના અનુરૂપ નથી. તેથી ઉપરોક્ત પરિસ્થિતિઓના કારણે તેને પાર્ટી અને પરિવારથી દૂર કરૂ છું.
લાલુ પ્રસાદ યાદવની પોસ્ટ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખેલી પોસ્ટમાં લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે વ્યક્તિગત જીવનમાં નૈતિક મૂલ્યોનો અનાદર કરવાથી સામાજિક ન્યાય માટેના આપણા સામૂહિક સંઘર્ષ નબળો પડે છે. મોટા દીકરાની પ્રવૃત્તિઓ, જાહેર આચરણ અને બેજવાબદાર વર્તન અમારા પારિવારિક મૂલ્યો અને સંસ્કારો અનુસાર નથી. ઉપરોક્ત સંજોગોને કારણે, હું તેમને પાર્ટી અને પરિવારમાંથી દૂર કરું છું.
‘પાર્ટી અને પરિવારમાં કોઈ ભૂમિકા રહેશે નહીં’
લાલુ પ્રસાદ યાદવે સ્પષ્ટ કર્યું કે હવેથી તેની પાર્ટી અને પરિવારમાં કોઈપણ પ્રકારની ભૂમિકા રહેશે નહીં. તેને 6 વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યો છે. તે પોતાના અંગત જીવનના સારા અને ખરાબ અને ગુણદોષો જોવા માટે સક્ષમ છે. જે લોકો તેની સાથે સંબંધ રાખશે તેમણે પોતાના નિર્ણયો જાતે લેવા જોઈએ. હું હંમેશા જાહેર જીવનમાં જાહેર શરમનો હિમાયતી રહ્યો છું. પરિવારના આજ્ઞાકારી સભ્યોએ જાહેર જીવનમાં આ વિચાર અપનાવ્યો છે અને તેનું પાલન કર્યું છે.





