/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Indian-rail-parcel-service.jpg)
વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક સ્ટેશન પર એક ટ્રેન ઉભી છે અને કેટલાક કર્મચારીઓ ટ્રેનમાં સામાન ભરી રહ્યા છે. (તસવીર /amshubhamking instagram)
Indian Rail Parcel Service: આપણે ઘણીવાર વિવિધ પ્રકારના સામાનને એક શહેરમાંથી બીજા શહેરમાં લઈ જવા અથવા તેને પાર્સલ તરીકે મોકલવા માંગીએ છીએ. પરંતુ કેટલીકવાર લાંબા અંતરને કારણે તે વસ્તુઓને કારમાં લઈ જવી શક્ય નથી બનતી. આવી સ્થિતિમાં આપણે ખાનગી પેકર્સ અને મૂવર્સ કંપનીની મદદ લઈએ છીએ.
આ રીતે ટ્રેનના ડબ્બામાં માલ ભરાય છે.
જોકે કેટલીકવાર આ માટે ઘણા પૈસા ખર્ચવામાં આવે છે. આવી સ્થિતિમાં કેટલાક લોકો ભારતીય રેલવેની પાર્સલ સુવિધાની મદદ લે છે. ભારતીય રેલવેની આ સુવિધાથી તમે ખૂબ જ ઓછા ખર્ચે ટ્રેનની મદદથી તમારો સામાન બીજા શહેરમાં લઈ જઈ શકો છો. પરંતુ શું તમે ક્યારેય જોયું છે કે તમારા પાર્સલ ટ્રેનમાં કેવી રીતે લોડ થાય છે? જો નહીં તો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ ચોંકાવનારો વીડિયો જોવો અને ટ્રેનમાં મોંઘી ઈલેક્ટ્રોનિક્સ અને અન્ય વસ્તુઓ મોકલતા પહેલા સૌ વાર વિચારી લેજો.
આ સ્ટેશનો પર ટ્રેનો લોડ કરવામાં આવે છે
તમે જોયું હશે કે લાંબા અંતરની ટ્રેનોમાં પાર્સલ ડબ્બાઓ હોય છે. બાઈકથી લઈને નાની-નાની પેકિંગ આઈટમ સુધીની દરેક વસ્તુ તેમાં લોડ કરવામાં આવે છે. આ પાર્સલ સ્ટેશનો પર લોડ અથવા અનલોડ કરવામાં આવે છે જ્યાં ટ્રેન લાંબા સમય સુધી અટકે છે.
આ પણ વાંચો: ગુજરાતમાં 10 દિવસમાં ગેસ ગળતરની બીજી ઘટના, અમદાવાદના નારોલમાં ગેસ ગળતરથી બે કર્મચારીના મોત
E
જોકે વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ટ્રેનમાં આ સામાનને લોડિંગ અને અનલોડ કરવામાં ઘણી બેદરકારી રાખવામાં આવી રહી છે. ઘણા લોકો ટીવી, ફ્રિજ, બાઇક જેવી મોંઘી ચીજવસ્તુઓ ખૂબ જ વિશ્વાસ સાથે ટ્રેન દ્વારા મોકલે છે. પરંતુ ટ્રેનમાં પાર્સલ લોડ અને અનલોડ કરતા કર્મચારીઓ આ વસ્તુઓને કચરાની જેમ ટ્રેનમાં ફેંકી દે છે.
પેક્ડ માલ કચરા જેમ ફેંકી દીધો
વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક સ્ટેશન પર એક ટ્રેન ઉભી છે અને કેટલાક કર્મચારીઓ ટ્રેનમાં સામાન ભરી રહ્યા છે. તેઓ પેક્ડ સામાન ઉપાડી રહ્યા છે અને તેને સીધો ટ્રેનમાં ફેંકી રહ્યા છે. પાર્સલમાં બે ટીવી બોક્સ પણ દેખાય છે.
વીડિયોમાં જોવા મળે છે કે કર્મચારીએ તે બોક્સને પણ કચરાની જેમ અંદર ફેંકી દીધો. કર્મચારીઓ ટ્રેનના પાર્સલ કમ્પાર્ટમેન્ટમાં અન્ય વસ્તુઓ પણ ફેંકતા જોવા મળે છે. એ જ રીતે લોકોના પાર્સલ તેમના ઇચ્છિત સ્થળોએ ટ્રેન દ્વારા પહોંચાડવામાં આવે છે.
વાયરલ વીડિયોને જોયા બાદ ઘણા લોકોએ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે આ ખૂબ જ ખોટી પદ્ધતિ છે. વાયરલ વીડિયો @amshubhamking ના એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે. આના પર લોકો વિવિધ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે.
એક યુઝરે લખ્યું, “જો તેઓ આરામથી બધી સામગ્રી લોડ કરે છે, તો તે તેમને એક કલાકથી વધુ સમય લાગશે. પછી તમે પોતે જ કહેશો કે ટ્રેન મોડી પડી રહી છે. અન્ય યુઝર્સે લખ્યું, “આ દેશ ત્યારે જ સુધરશે જ્યારે દરેક વ્યક્તિ પોતાની જવાબદારી નક્કી કરે. નહિંતર તે મુશ્કેલ છે. ”


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us