Sunita Williams Return Live Update: અમેરિકન અવકાશ એજન્સી નાસાના અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર 9 મહિના પછી પૃથ્વી પર પરત ફર્યા છે. તેમણે ફ્લોરિડાના કિનારે સફળ ઉતરાણ કર્યું છે. બંને અવકાશયાત્રીઓના પાછા ફર્યા બાદ અવકાશમાં તેમની 9 મહિનાની યાત્રાનો અંત આવ્યો છે. મિશન સફળ રહેતા નાસાએ રાહતનો શ્વાસ લીધો છે જ્યારે નાસાએ સ્પેસએક્સનો આભાર પણ માન્યો હતો.
45 દિવસના પુનર્વાસમાં રહેશે સુનિતા અને વિલ્મોર
સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરે અંતરિક્ષ યાત્રી શક્તિ, કંડીશનિંગ અને પુનર્વાસ વિશષજ્ઞોની દેખરેખમાં 45 દિવસોના પુનર્વાસમાંથી પસાર થવું પડશે. આ પુનર્વાસ કાર્યક્રમ પહેલા કેટલાક ચરણોમાં હરવા ફરવા, માંસપેશીઓને મજબૂત બનાવવા, વ્યાયામ અને હૃદય સંબંધી કંડીશનિંગ પર ધ્યાન આપવામાં આવશે.
અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર 9 મહિના 13 દિવસ બાદ બુદવારે મોડી રાત્રે લગભગ 3.33 કલાકે ધરતી પર પરત ફર્યા છે. સ્પેસએક્સનું ડ્રેગન સ્પેસક્રાફ્ટ તેમને લઈ પૃથ્વી પર હેમખેમ પરત ફર્યું છે. સ્પેસક્રાફ્ટની લેન્ડિંગ અમેરિકાના ફ્લોરિડાના કિનારે સફળ ઉતરાણ કર્યું છે. બંને અવકાશયાત્રીઓના પાછા ફર્યા બાદ અવકાશમાં તેમની 9 મહિનાની યાત્રાનો અંત આવ્યો છે.
સુનિતા વિલિયમ્સની સલામત વાપસીની આખી દુનિયા રાહ જોઈ રહી છે. તેમનો પરિવાર પણ ગુજરાતના તેમના પૈતૃક ગામ ઝુલાસણમાં તેમની રાહ જોઈ રહ્યો છે. તેમના પિતરાઈ ભાઈ દિનેશ રાવલે તેમની બહેનના પાછા ફરવાના સમાચાર પર ખુશી વ્યક્ત કરી છે.
સુનિતા વિલિયમ્સ રિટર્ન લાઇવ
પએમ મોદીએ લખ્યો પત્ર
પીએમ મોદીએ આ પત્ર 1 માર્ચે સુનીતા વિલિયમ્સને લખ્યો હતો. આ પત્રમાં તેમણે સુનિતાને સુરક્ષિત પરત ફરવાની શુભેચ્છા પાઠવી છે અને તેમને ભારતની પુત્રી ગણાવી છે. આ પત્ર વડાપ્રધાને સુનીતા વિલિયમ્સને જાણીતા અવકાશયાત્રી માઇક મેસિમિનો દ્વારા મોકલ્યો હતો.