PM મોદી સાથેની મુલાકાત દરમિયાન મેક્રોનની જાહેરાત, 'અમે માઉન્ટ એવરેસ્ટ ઉપર ઉડી શકે તેવું હેલિકોપ્ટર બનાવીશું'

PM Modi Macron Meeting: ભારતની મુલાકાતે આવેલા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન મુંબઈમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

PM Modi Macron Meeting: ભારતની મુલાકાતે આવેલા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન મુંબઈમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

author-image
Rakesh Parmar
New Update
PM Modi Macron

પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન. Photograph: (સોશિયલ મીડિયા)

PM Modi Macron Meeting: ભારતની મુલાકાતે આવેલા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન મુંબઈમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પણ યોજી હતી. આ મીટિંગમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનએ જણાવ્યું હતું કે માઉન્ટ એવરેસ્ટ જેટલી ઊંચાઈએ ઉડવા સક્ષમ હેલિકોપ્ટર હવે બનાવવામાં આવશે. આ માટે બંનેએ કર્ણાટકના વેમગલમાં ટાટા એરબસના H125 યુટિલિટી હેલિકોપ્ટરના અંતિમ એસેમ્બલીનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું છે.

Advertisment

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, "મને મારા પ્રિય રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનનું મુંબઈમાં સ્વાગત કરીને આનંદ થાય છે. ગયા વર્ષે તેમણે મને ફ્રાન્સમાં AI એક્શન સમિટમાં આમંત્રણ આપ્યું હતું. તે સમયે અમે ફ્રાન્સના સૌથી મોટા બંદર અને ફ્રાન્સ અને સમગ્ર યુરોપના મુખ્ય પ્રવેશદ્વાર માર્સેલીની મુલાકાત લીધી હતી."

પીએમ મોદીએ શું કહ્યું?

પીએમ મોદીએ ફ્રાન્સને ભારતનો ખાસ ભાગીદાર ગણાવ્યો અને કહ્યું કે બંને દેશોએ તેમના સંબંધોને 'સ્પેશિયલ ગ્લોબલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ'ના સ્તરે અપગ્રેડ કરવાનો નિર્ણય લીધો છે. પીએમ મોદીએ કહ્યું કે 'સ્પેશિયલ ગ્લોબલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ'નો અર્થ એ છે કે બંને દેશો ફક્ત વેપાર કે શસ્ત્રોના વેપાર સુધી મર્યાદિત રહેશે નહીં, પરંતુ સુરક્ષા, ટેકનોલોજી, અવકાશ, દરિયાઈ સુરક્ષા અને મુખ્ય વૈશ્વિક મુદ્દાઓ પર સાથે મળીને કામ કરશે.

Advertisment

પીએમ મોદી પછી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે વિશ્વની ઘણી મોટી કંપનીઓના સીઈઓ ભારતીય છે. તેમણે કહ્યું કે આલ્ફાબેટ, માઈક્રોસોફ્ટ, આઈબીએમ, એડોબ અને પાલો અલ્ટો નેટવર્ક્સના સીઈઓ ભારતીય છે. હવે ભારત એક નેતૃત્વ ધરાવતો દેશ બની ગયો છે.

મેક્રોને મેક ઇન ઇન્ડિયાનો ઉલ્લેખ કર્યો

તેમણે જણાવ્યું કે ફ્રાન્સ સંરક્ષણ ક્ષેત્રમાં "મેક ઇન ઇન્ડિયા" માટે એક વિશ્વસનીય ભાગીદાર છે. તેમણે કહ્યું કે બંને દેશો નવા યુગના એન્જિન, મલ્ટી-રોલ હેલિકોપ્ટર, આધુનિક ફાઇટર જેટ અને સબમરીન વિકસાવવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. મેક્રોને જણાવ્યું કે આ ફક્ત સંરક્ષણ સોદા પૂરતું મર્યાદિત નથી, પરંતુ બે મુખ્ય દેશો વચ્ચે મજબૂત ભાગીદારી છે. તેમણે કહ્યું કે ભારત અને ફ્રાન્સ જમીન પર, સમુદ્રમાં અને આકાશમાં દરેક ક્ષેત્રમાં ઇચ્છા અને વિશ્વાસ સાથે એકબીજાની સાથે ઉભા છે.

ઇમેન્યુઅલ મેક્રોને અવકાશ ક્ષેત્રનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે ત્રિશના ઉપગ્રહ એ એક ઉદાહરણ છે કે જ્યારે વૈજ્ઞાનિકો અને ઉદ્યોગ સાથે મળીને કામ કરે છે ત્યારે કેટલા મહાન પરિણામો પ્રાપ્ત કરી શકાય છે. મેક્રોને એ પણ નોંધ્યું કે ભારતમાં નાગરિક અને પરમાણુ ક્ષેત્રોમાં ઘણી પહેલ ચાલી રહી છે. તેમણે એ પણ ભાર મૂક્યો કે નવીનતાનો અર્થ ફક્ત મોટી તકનીકી સિદ્ધિઓ જ નથી, પરંતુ તેનો હેતુ સામાન્ય લોકોના જીવનને વધુ સારું અને સુરક્ષિત બનાવવાનો પણ છે.

india દેશ નરેન્દ્ર મોદી