Madhya Pradesh Mass Murder : મધ્યપ્રદેશના છિંદવાડામાં એક જ પરિવારના 8 લોકોની હત્યાનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, પરિવારના એક સભ્ય પર જ્યારે તેઓ સૂતા હતા ત્યારે હુમલો કરવામાં આવ્યો હતો અને કુહાડી વડે એક પછી એક વાર કરી 8 લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. હુમલો કર્યા બાદ આરોપીએ પણ ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે.
શું છે સમગ્ર મામલો?
આ ઘટના રાત્રે 2-3 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે. જ્યારે માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિએ તેના માતા-પિતા, પત્ની, બાળક અને એક ભાઈની હત્યા કરી હતી. આ મામલો મધ્યપ્રદેશના તામિયા પાસેના જંગલમાં આદિવાસી ગામ બોદલકચરમાં સામે આવ્યો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આરોપીએ પણ પોતાની જાતને ફાંસી લગાવી દીધી અને આત્મહત્યા કરી લીધી છે. પોલીસ હવે આ મામલે તપાસમાં વ્યસ્ત છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે, તે કોઈ ડ્રગનો વ્યસની હતો કે કેમ.
કહેવામાં આવી રહ્યું છે કે, આરોપીને તેની પત્ની સાથે ઝઘડો થયો હતો અને આ બોલાચાલી દરમિયાન આ ઘટના બની હતી.
એસપી મનીષ ખત્રીના નેતૃત્વમાં પોલીસે ઘટના સ્થળેથી કુલ્હાડી કબજે કરી છે. આ ઘટના પાછળનો હેતુ હજુ જાણી શકાયો નથી.
આ પણ વાંચો – Monsoon 2024 Forecast : આનંદો! ચોમાસું ટૂંક સમયમાં કેરળ પહોંચશે, ત્રણે મહિનામાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે
કેવી રીતે ઘટના સામે આવી?
પરિવારનું એક બાળક કોઈક રીતે નાસી છૂટવામાં સફળ રહ્યું હતુ અને આ અંગે પોલીસને જાણ કરી હતી. પરિવારના અન્ય સભ્યો નજીકના મકાનમાં જ રહેતા હતા. પીડિતોના મૃતદેહ ઘરની અંદર વેરવિખેર હાલતમાં મળી આવ્યા હતા. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા અને કેસની તપાસ ચાલુ છે.





