/indian-express-gujarati/media/media_files/2026/02/09/tarn-taran-law-college-2026-02-09-15-37-49.jpg)
લો કોલેજમાં થયેલી આ ગંભીર ઘટના અંગે ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. Photograph: (સોશિયલ મીડિયા)
પંજાબના તરનતારનમાં એક ભયાનક ઘટના બની છે. સોમવારે તરનતારનના ઉસ્મા ગામ સ્થિત લો કોલેજના વર્ગખંડમાં એક પાગલ વ્યક્તિએ ગોળી મારીને હત્યા કરી દીધી. ત્યારબાદ આરોપીએ એજ પિસ્તોલથી પોતાને પણ લમણે ગોળી મારી દીધી. બંનેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું.
મૃતકની ઓળખ સંદીપ કૌર (20) તરીકે થઈ છે, જે નૌશેરા પન્નુઆનનો રહેવાસી છે. આરોપી પ્રિન્સ રાજ સિંહ માલિયાણ ગામનો રહેવાસી હતો. આ ઘટનાને કારણે ઘટનાસ્થળે હોબાળો મચી ગયો. વર્ગખંડમાં રહેલા વિદ્યાર્થીઓ રૂમમાંથી બહાર દોડી ગયા. અહેવાલ છે કે આરોપી પ્રિન્સ પણ તે જ કોલેજનો વિદ્યાર્થી હતો. ઘટનાની માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને આખી કોલેજને સીલ કરી દીધી. બંને મૃતદેહોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને તપાસ શરૂ કરવામાં આવી છે. ઘટનાની માહિતી મળતાં જ છોકરીના પરિવારના સભ્યો પણ કોલેજ પહોંચ્યા હતા.
This is a heart-wrenching tragedy. On the morning of February 9, 2026 a shocking incident occurred at Mai Bhago Law College in Usma village, Tarn Taran district, Punjab.
— New Bharat Speaks 🇮🇳 (@Vishwas1228) February 9, 2026
A first-year law student, **Prince Raj allegedly shot his classmate Sandeep Kaur(20, resident of Naushehra… pic.twitter.com/RGsLU4aJ6s
એક યુવક પિસ્તોલ લઈને કોલેજ પહોંચ્યો
લો કોલેજમાં થયેલી આ ગંભીર ઘટના અંગે ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. યુવક પિસ્તોલ લઈને કોલેજમાં કેવી રીતે પહોંચ્યો? શું કોલેજમાં કોઈ સુરક્ષા કર્મચારી નહોતા? આરોપી યુવક પિસ્તોલ લઈને ક્લાસરૂમમાં પહોંચ્યો. તેણે પહેલા યુવતીના માથામાં ગોળી મારી. પછી તેણે પિસ્તોલ ફરીથી લોડ કરી અને પોતાના જ લમણે ગોળી મારી લીધી. ગોળી વાગતાં તે પડી ગયો, જેના કારણે વર્ગખંડમાં લોહી વહેવા લાગ્યું.
કોલેજ પ્રશાસન ફરાર
ઘટના બાદ સંદીપ કૌરનો મૃતદેહ કોલેજના વર્ગખંડમાં પડ્યો રહ્યો, જેના કારણે કોલેજમાં ગભરાટનું વાતાવરણ સર્જાયું. પોલીસ અને વહીવટીતંત્રની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આ મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે. દરમિયાન મૃતકનો પરિવાર ન્યાયની માંગ કરી રહ્યો છે. પરિવારે ગુનેગારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. આશ્ચર્યજનક રીતે કોલેજ પ્રશાસન હાલમાં ફરાર છે, જેના કારણે અનેક પ્રશ્નો ઉભા થાય છે. પોલીસે જણાવ્યું છે કે કેસના દરેક પાસાને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે અને સંપૂર્ણ સત્ય બહાર આવશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us