Maoists Surrender In Madhya Pradesh : નક્સલવાદીઓ વિરુદ્ધ કાર્યવાહીમાં સુરક્ષા દળોએ મોટી સફળતા હાંસલ કરી છે. છત્તીસગઢના ખૈરાગઢ છુઇખદન ગંડાઈ જિલ્લામાં 12 નક્સલીઓએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. આ નક્સલીઓમાં કેન્દ્રીય સમિતિના કુખ્યાત સભ્ય રામધર માજીનો પણ સમાવેશ થાય છે, જેના પર એક કરોડ રૂપિયાનું ઇનામ છે.
આ 12 નક્સવાદીઓએ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ સમક્ષ આત્મસમર્પણ કર્યુ હતું. રામધર માજી સહિત 12 નક્સલવાદીઓના હથિયાર સોંપવા એમએમસી ક્ષેત્ર (મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને છત્તીસગઢ) માં માઓવાદીઓ માટે મોટો ઝટકો માનવામાં આવે છે.
રામધર માજીને એમએમસી ઝોનમાં સૌથી મોટા પડકારોમાંના એક માનવામાં આવતા હતા. સમાચાર એજન્સી આઈએએનએસના જણાવ્યા અનુસાર, રામધરે તેની ડિવિઝનલ કમિટીના સભ્યો સાથે બકરકટ્ટા પોલીસ સ્ટેશનમાં પોલીસ સમક્ષ એકે 47 સહિતના હથિયારો નીચે મૂકી દીધા હતા.
રામધર મજ્જી સાથે કોણ કોણે હથિયાર મૂક્યા?
રામધર મજજી સાથે હથિયારો સોંપનારા લોકોમાં રામસિંહ દાદા, સુકેશ પોટ્ટમ, લક્ષ્મી, શીલા, યોગીતા, કવિતા અને સાગરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વિભાગીય સમિતિના સભ્ય લલિતા અને ડીવીસીએમ જાનકીએ પણ આત્મસમર્પણ કર્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આત્મસમર્પણથી આ વિસ્તારના માઓવાદી નેટવર્કને મોટો ફટકો પડ્યો છે.





