/indian-express-gujarati/media/media_files/2026/02/24/modi-cabinet-decisions-2026-02-24-17-51-17.jpg)
પીએમ નરેન્દ્ર મોદી Photograph: (@narendramodi)
Modi Cabinet Decisions : કેન્દ્રીય મંત્રીમંડળે નવી કાર્ય સંસ્કૃતિ અને મહત્વાકાંક્ષી નિર્ણયો સાથે 140 કરોડ લોકોના હિતને સર્વોપરી રાખીને મહત્વપૂર્ણ પ્રસ્તાવ પસાર કર્યા છે. કેબિનેટની પ્રથમ બેઠક પીએમઓના નવા બિલ્ડિંગ 'સેવાતીર્થ'માં યોજાઈ હતી. કેન્દ્રીય કેબિનેટે તેની બેઠકમાં એ સંકલ્પ કર્યો હતો કે તમામ નીતિગત નિર્ણયો બંધારણના મૂળભૂત સિદ્ધાંતો અનુસાર હશે.
કેબિનેટે કેરળનું નામ બદલીને 'કેરલમ' કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, બિહાર અને ઝારખંડના આઠ જિલ્લાઓમાં ત્રણ મલ્ટી ટ્રેકિંગ રેલ પ્રોજેક્ટને મંજૂરી આપવા જેવા મોટા નિર્ણયોને પણ લીલી ઝંડી આપવામાં આવી છે.
કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં લેવામાં આવેલા મુખ્ય નિર્ણયો
કેન્દ્રીય મંત્રીમંડળે 140 કરોડ લોકોના હિતમાં તમામ નિર્ણયો લેવાનો સંકલ્પ પ્રસ્તાવ પસાર કર્યો.
કેન્દ્રીય મંત્રીમંડળે GIFT સિટીથી શાહપુર સુધી ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (GMRC) ના મેટ્રો કોરિડોરના વિસ્તરણને મંજૂરી આપી છે. જેનો અંદાજિત ખર્ચ 1,067.35 કરોડ રુપિયા છે. આ રુટની લંબાઈ 3.33 કિમી છે. આ પ્રોજેક્ટ પ્રાદેશિક જોડાણ, રોજગાર અને એકંદર વિકાસને નવી ગતિ આપશે.
મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર પીએમઓના નવા ભવનમાં યોજાયેલી કેબિનેટની પ્રથમ બેઠકમાં 140 કરોડ લોકોના હિતમાં તમામ નિર્ણયો લેવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો.
કેન્દ્રીય મંત્રીમંડળે કેરળનું નામ બદલીને 'કેરલમ' રાખવાની મંજૂરી આપી છે.
નવા PMO ભવનની કાર્ય સંસ્કૃતિમાં એ ધ્યાન રાખવામાં આવશે કે દરેક નીતિ બંધારણના મૂળભૂત સિદ્ધાંતો સાથે સુસંગત હોય.
કેબિનેટે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, બિહાર અને ઝારખંડના આઠ જિલ્લાઓમાં ત્રણ રેલ મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટને મંજૂરી આપી છે.
કેન્દ્રીય કેબિનેટે મંગળવારે માર્કેટિંગ સીઝન 2026-27 માટે કાચા શણના લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) 275 રૂપિયા વધારીને 5,925 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવાની મંજૂરી આપી છે. નવા લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) એ સુનિશ્ચિત કરશે કે ખેડૂતોને દેશભરના સરેરાશ ઉત્પાદન ખર્ચ કરતા 61.8 ટકા વધુ નફો મળે.
માહિતી અને પ્રસારણ પ્રધાન અશ્વિની વૈષ્ણવે બેઠક બાદ પત્રકારોને જણાવ્યું હતું કે માર્કેટિંગ સીઝન 2026-27 માટે જાહેર કરાયેલ કાચા શણની લઘુત્તમ ટેકાના ભાવ એ સિદ્ધાંત સાથે સુસંગત છે કે સરકાર દ્વારા બજેટ 2018-19માં જાહેર કરવામાં આવેલા એમએસપી દેશવ્યાપી સરેરાશ ઉત્પાદન ખર્ચ કરતા ઓછામાં ઓછા 1.5 ગણો હોવો જોઈએ.
તેમણે કહ્યું કે માર્કેટિંગ સિઝન 2026-27 માટે કાચા શણના MSP માં અગાઉની માર્કેટિંગ સિઝન 2025-26ની સરખામણીમાં રૂ. 275/ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે સરકારે કાચા શણની MSP 2026-27માં વધારીને રૂ. 5,925 પ્રતિ ક્વિન્ટલ કરી છે જે નાણાકીય વર્ષ 2014-15માં ક્વિન્ટલ દીઠ રૂ. 2,400 હતી. 2004-05 થી 2013-14ના સમયગાળા દરમિયાન રૂ. 441 કરોડની સરખામણીમાં 2014-15 થી 2025-26ના સમયગાળા દરમિયાન શણના ખેડૂતોને ચૂકવવામાં આવેલા MSP રૂ. 1,342 કરોડ હતા.
આ પણ વાંચો - તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસે નવી એડવાઇઝરી જાહેર કરી, ભારતીય નાગરિકોને તાત્કાલિક ઇરાન છોડવાની સલાહ
કેન્દ્રીય કેબિનેટે શ્રીનગરમાં નવા ઇન્ટિગ્રેટેડ એરપોર્ટ ટર્મિનલ માટે 1,667 કરોડ રૂપિયાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય કેબિનેટે મંગળવારે શ્રીનગર એરપોર્ટ પર 1,677 કરોડ રૂપિયાના ખર્ચે 'સિવિલ એન્ક્લેવ' બનાવવાની મંજૂરી આપી છે. એક સત્તાવાર નિવેદન અનુસાર, સિવિલ એન્ક્લેવ પ્રોજેક્ટ 73.18 એકરમાં ફેલાયેલો હશે અને નવું ટર્મિનલ બિલ્ડિંગ 71,500 ચોરસ મીટરમાં બનાવવામાં આવશે.
માહિતી અને પ્રસારણ પ્રધાન અશ્વિની વૈષ્ણવે કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ પત્રકાર પરિષદમાં આ પ્રોજેક્ટને મંજૂરી આપવાની જાહેરાત કરી હતી. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. 1,677 કરોડ છે. નવી ટર્મિનલ બિલ્ડિંગ પીક અવર્સ દરમિયાન 2,900 મુસાફરોને હેન્ડલ કરવા માટે ડિઝાઇન કરવામાં આવશે અને તેની વાર્ષિક ક્ષમતા એક કરોડ મુસાફરોની હશે.
સરકારે એમ પણ કહ્યું હતું કે આ પ્રોજેક્ટથી રોજગારીની તકો ઊભી થવાની અને રોકાણને વેગ મળવાની અપેક્ષા છે.
કેબિનેટના ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે, અમારા માટે બંધારણીય મૂલ્યો નૈતિક પ્રતિબદ્ધતાની અભિવ્યક્તિ છે જે શાસનને ગૌરવ, સમાનતા અને ન્યાય સાથે જોડે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us