ભારતમાં બનશે બે ન્યુક્લિયર સબમરીન, 40 હજાર કરોડના પ્રોજેક્ટને મોદી સરકારે આપી મંજૂરી

કેન્દ્રની કેબિનેટ કમિટી અને સિક્યોરિટીએ બે સ્વદેશી ન્યુક્લિયર સબમરીનને બનાવવાની પરવાનગી આપી દીધી છે. જેનું નિર્માણ વિશાખાપટ્ટનમના શિપ બિલ્ડિંગ સેન્ચરમાં કરાશે.

Written by Rakesh Parmar
October 10, 2024 18:46 IST
ભારતમાં બનશે બે ન્યુક્લિયર સબમરીન, 40 હજાર કરોડના પ્રોજેક્ટને મોદી સરકારે આપી મંજૂરી
એડવાન્સ ટેક્નોલોજી વેસલ પ્રોજેક્ટ અંતર્ગત બનનારી આ સબમરીનના નિર્માણ બાદ હિંદ મહાસાગર ક્ષેત્ર અને દક્ષિણ ચીન સાગરમાં ભારતીય નેવીની તાકાતમાં વધારો થશે. (તસવીર: Express File)

મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રની કેબિનેટ કમિટી અને સિક્યોરિટીએ બે સ્વદેશી ન્યુક્લિયર સબમરીનને બનાવવાની પરવાનગી આપી દીધી છે. જેનું નિર્માણ વિશાખાપટ્ટનમના શિપ બિલ્ડિંગ સેન્ચરમાં કરાશે. સૂત્રોનું કહેવું છે કે, તેને બનાવવામાં ખાનગી કંપનીઓની પણ મદદ લેવામાં આવી શકે છે. અરિહંત ક્લાસની આ સબમરીન અલગ હશે. એડવાન્સ ટેક્નોલોજી વેસલ પ્રોજેક્ટ અંતર્ગત બનનારી આ સબમરીનના નિર્માણ બાદ હિંદ મહાસાગર ક્ષેત્ર અને દક્ષિણ ચીન સાગરમાં ભારતીય નેવીની તાકાતમાં વધારો થશે.

નેવીની તાકાતમાં થશે વધારો

પ્રથમ ચરણમાં બે સબમરીનનું નિર્માણ કરવામાં આવશે. આ સોદો ગત ઘણા સમયથી લટક્યો હતો અને ભારતીય નેવી તેના પર જોર આપી રહી હતી કારણ કે આ ભારતની અંડર વોટર ક્ષમતાની અછતને દૂર કરવા માટે મહત્ત્વપૂર્ણ જરૂરીયાત હતી. જાણકારી અનુસાર, સબમરીનનું નિર્માણ થયા બાદ વધુ 4 સબમરીનનું નિર્માણ કરવામાં આવશે. આ સિવાય આગામી થોડા વર્ષોમાં નેવીની તાકાતમાં વધારો થશે. ઘણા યુદ્ધપોત અને સમમરીન નેવીમાં સામેલ થવાના છે. આ વર્ષે ડિસેમ્બરમાં આઈએનએસ વિશાખાપટ્ટનમને શામેલ કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો: રતન ટાટા પંચમહાભૂતમાં વિલીન, નમ આંખોએ આપી અંતિમ વિદાય

31 પ્રીટેડ ડ્રોન ખરીદવાની પણ મંજૂરી

મોદી સરકારે વધુ એક સોદાને મંજૂરી આપી છે. અમેરિકન જનરલ એટોમિક્સે 31 પ્રીડેટર ડ્રોનને ખરીદવા માટે મંજૂરી આપી છે. આ સોદાને 31 ઓક્ટોબર પહેલા મંજૂરી આપવાની છે કારણ કે અમેરિકાના પ્રસ્તાવનો સમયગાળો ત્યાં સુધીનો જ છે. હવે તેના પર આગામી થોડા દિવસોમાં જ હસ્તાક્ષર થવા જઈ રહ્યા છે. રક્ષાબળોના સોદા પર હસ્તાક્ષર કર્યાના ચાર વર્ષ બાદ ડ્રોન મળવાનું શરૂ થઈ જશે. કૂલ 31 ડ્રોનમાંથી 15 નેવીને આપવામાં આવશે. આર્મી અને ભારતીય વાયુ સેનાને આઠ-આઠ ડ્રોન આપવામાં આવશે.

શું છે પ્રીડેટરન ખાસિયત

એમક્યૂ-9બી ડ્રોન 40 હજાર ફુટથી પણ વધુની ઉંચાઈ પર ઉડાણ ભરી શકે છે. જેમાં 40 કલા સુધી ઉડાણ ભરવાની ક્ષણતા છે. ચીની ડ્રોનના મામલે આ ખુબ જ આધુનિક અને સટીક હુમલા માચે પ્રખ્યાત છે. તેને હેલફાયર એર-ટૂ-ગ્રાઉન્ડ મિસાઈલો અને સ્માર્ટ બોમ્બથી લેસ કરાયા છે. ભારત અમેરિકા સાથે જે ડિલ કરી રહ્યું છે તેમાં 170 હેલફાયર મિસાઈલો, 310 GBU-39B પ્રેસિજન-ગાઈડેડ ગ્લાઈડ બોમ્બ, નેવિગેશન સિસ્ટમ અને મોબાઈલ ગ્રાઉન્ડ કંટ્રોલ સિસ્ટમ સામેલ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ