આ દેશમાં 3 લાખ રખડતા કૂતરાઓને મારી નાખવામાં આવશે, કારણ જાણીને તમે ચોંકી જશો

મોરોક્કોએ 30 લાખ રખડતા કૂતરાઓને મારવાનો નિર્ણય લીધા બાદ હવે આ નિર્ણયની દુનિયાભરમાં ટીકા થવા લાગી છે. 2030 ફીફા વર્લ્ડ કપ મોરોક્કો, સ્પેન અને પોર્ટુગલમાં રમાશે. તેને વિશ્વની સૌથી મોટી ફૂટબોલ ટૂર્નામેન્ટ તરીકે ગણવામાં આવે છે.

મોરોક્કોએ 30 લાખ રખડતા કૂતરાઓને મારવાનો નિર્ણય લીધા બાદ હવે આ નિર્ણયની દુનિયાભરમાં ટીકા થવા લાગી છે. 2030 ફીફા વર્લ્ડ કપ મોરોક્કો, સ્પેન અને પોર્ટુગલમાં રમાશે. તેને વિશ્વની સૌથી મોટી ફૂટબોલ ટૂર્નામેન્ટ તરીકે ગણવામાં આવે છે.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
2030 FIFA World Cup, Morocco To Cull 3 Million Dogs, International Animal Welfare,

મોરોક્કોમાં 3 લાખ રખડતા કૂતરાઓને મારી નાખવામાં આવશે. (તસવીર: Loksatta)

મોરોક્કોએ 30 લાખ રખડતા કૂતરાઓને મારવાનો નિર્ણય લીધા બાદ હવે આ નિર્ણયની દુનિયાભરમાં ટીકા થવા લાગી છે. 2030 ફીફા વર્લ્ડ કપ મોરોક્કો, સ્પેન અને પોર્ટુગલમાં રમાશે. તેને વિશ્વની સૌથી મોટી ફૂટબોલ ટૂર્નામેન્ટ તરીકે ગણવામાં આવે છે. લાખો રમતપ્રેમીઓ આ મેચ જોવા આવે છે. આ અંતર્ગત મોરોક્કોએ દેશમાં સ્વચ્છતા અભિયાન અમલમાં મૂક્યું છે. પરંતુ આ માટે તેઓએ 30 લાખ રખડતા કૂતરાઓને મારવાનું નક્કી કર્યું છે. જેના કારણે દુનિયાભરમાંથી મોરોક્કોની ટીકા થવા લાગી છે.

Advertisment

ડેઇલી મેઇલ અનુસાર, મોરોક્કાના તંત્રએ રખડતા કૂતરાઓની વસ્તીને નિયંત્રિત કરવા માટે અમાનવીય અને ગેરકાયદેસર પદ્ધતિઓનો ઉપયોગ કરી રહ્યા છે. ઝેરનું ઇન્જેક્શન, જાહેરમાં ગોળીબાર અને બચેલા કૂતરાઓને પાવડા વડે મારવા જેવી પ્રેક્ટિસ કરવામાં આવતી હોવાનો આરોપ છે.

આ પણ વાંચો: AAPનો દાવો- ભાજપે કેજરીવાલ પર ગુંડાઓ દ્વારા હુમલો કરાવ્યો, વીડિયો જાહેર કર્યો

મોરોક્કોમાં વિરોધ પ્રદર્શન શરૂ થયા

પ્રાણી અધિકાર સંગઠનો આ ઘટનાનો વિરોધ કરી રહ્યા છે. એનિમલ રાઇટ્સ એડવોકેટ જેન ગુડૉલ આગળ આવ્યા છે અને ફિફાને પત્ર લખીને આ મામલાની તપાસ કરવા જણાવ્યું છે. FIFAને લખેલા પત્રમાં ગુડૉલે કહ્યું કે, "મોરોક્કન પ્રશાસનના નિર્ણયથી હું ચોંકી ગયો છું." ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર એનિમલ પ્રોટેક્શન આના પર પૂરતું ધ્યાન આપી રહ્યું છે. સાથે જ હું ફૂટબોલ પ્રેમીઓને અપીલ કરવા માંગુ છું કે, શું તમે પ્રાણીઓ પ્રત્યે પ્રેમ દર્શાવો છો? શું તમે આ વિચિત્ર નિર્ણય સાથે સહમત છો?

Advertisment

કેટલાક અહેવાલો એવો પણ દાવો કરે છે કે મોરોક્કન સત્તાવાળાઓએ કેટલીક જગ્યાએ હજારો કૂતરાઓને મારી નાખ્યા છે. જેમ જેમ વર્લ્ડ કપ નજીક આવે છે તેમ તેમ આ સંખ્યા વધુ વધી શકે છે. જોકે પ્રાણી સંગઠનોએ તેમનો અવાજ ઉઠાવ્યો છે અને મોરોક્કોના નિર્ણયની ટીકા કરી છે, તેમ છતાં મોરોક્કન સરકાર અથવા ફિફા તરફથી કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી.

ટ્રેન્ડિંગ ન્યૂઝ વિશ્વ