મુસ્લિમ વ્યક્તિએ હિન્દુ મહિલાના પુત્રની જેમ અગ્નિસંસ્કાર કર્યા, કહ્યું- મેં મારી માતાને ફરીથી ગુમાવી દીધી

રાજસ્થાનના ભીલવાડાથી હૃદયસ્પર્શી સમાચાર આવ્યા છે, જેણે સાંપ્રદાયિક સંવાદિતા અને માનવતાનું ઉદાહરણ રજૂ કર્યું છે, એક મુસ્લિમ વ્યક્તિએ એક હિન્દુ મહિલાના પુત્રની જેમ અગ્નિસંસ્કાર કર્યા. આ ઘટના રાજસ્થાનના ભીલવાડા જિલ્લાની છે.

Written by Rakesh Parmar
September 15, 2025 20:13 IST
મુસ્લિમ વ્યક્તિએ હિન્દુ મહિલાના પુત્રની જેમ અગ્નિસંસ્કાર કર્યા, કહ્યું- મેં મારી માતાને ફરીથી ગુમાવી દીધી
રાજસ્થાનના ભીલવાડાથી હૃદયસ્પર્શી સમાચાર આવ્યા છે.

રાજસ્થાનના ભીલવાડાથી હૃદયસ્પર્શી સમાચાર આવ્યા છે, જેણે સાંપ્રદાયિક સંવાદિતા અને માનવતાનું ઉદાહરણ રજૂ કર્યું છે, એક મુસ્લિમ વ્યક્તિએ એક હિન્દુ મહિલાના પુત્રની જેમ અગ્નિસંસ્કાર કર્યા. આ ઘટના રાજસ્થાનના ભીલવાડા જિલ્લાની છે. આ કિસ્સો શહેરના ગાંધી નગરના જંગી ચોકનો છે જ્યાં રવિવારે 67 વર્ષીય શાંતિ દેવીનું અવસાન થયું. તેમના પરિવારમાં કોઈ નહોતું. ત્રીસ વર્ષના યુવાન અસગર અલીએ હિન્દુ વિધિથી પુત્રની જેમ તેમના અંતિમ સંસ્કાર કર્યા. પ્રાપ્ત માહિતી અનુસાર 2018 માં શાંતિ દેવી તેની ત્રણ પુત્રીઓ અને એક પુત્રના મૃત્યુ પછી એકલી રહેતી હતી. તે થોડા સમયથી બીમાર હતી અને મહાત્મા ગાંધી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી જ્યાં રવિવારે તેમનું અવસાન થયું.

તેમના પરિવારમાં કોઈ નહોતું. આવામાં યુવાન અસગર અલી અને બાકીના વિસ્તારના લોકો આગળ આવ્યા. અગસર વર્ષોથી શાંતિ દેવીને માતા તરીકે જોતા મોટા થયા હતા. આંસુભરી આંખો સાથે અસગરે કહ્યું, ‘નાનપણથી જ તેમણે મને માતૃત્વનો પ્રેમ આપ્યો. દરરોજ તે મને પૂછતી કે મેં જમી લીધુ કે નહીં. તેમના મૃત્યુ સાથે મને એવું લાગ્યું કે મેં મારી માતાને ફરીથી ગુમાવી દીધી છે.’ તેમણે કહ્યું, ‘મારા માતા-પિતા ઘણા સમય પહેલા ગુજરી ગયા… આ શાંતિ દેવીએ તે ખાલી જગ્યા પૂર્ણ કરી હતી.

આ પણ વાંચો: ઓનલાઈન ટ્રેન ટિકિટ બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર, 1 ઓક્ટોબરથી નવા નિયમો લાગુ

કોરોના સમયમાં પણ જ્યારે તે બીમાર પડી ત્યારે મેં તેની સારવારનું ધ્યાન રાખ્યું. રવિવારે તેમના મૃત્યુ સાથે એવું લાગ્યું કે મેં મારી માતાને ફરી એકવાર ગુમાવી દીધી.’ અસગરે તેના પડોશીઓ અને મિત્રો – અશફાક કુરેશી, આબિદ કુરેશી, શાકિર પઠાણ, ફિરોઝ કુરેશી, ઇનાયત અને ઝાબિદ – ની મદદથી અંતિમ સંસ્કારનું આયોજન કર્યું, અર્થીને ખભા પર ઉઠાવી અને હિન્દુ વિધિ મુજબ અગ્નિસંસ્કાર કર્યા.

અંતિમ સંસ્કાર દરમિયાન સ્થાનિક મુસ્લિમ મહિલાઓ પણ રડતી જોવા મળી હતી. શાંતિ દેવી લાંબા સમય સુધી આ વિસ્તારની સભ્ય હતી. શાંતિ દેવીના સંબંધીઓ પાછળથી મધ્યપ્રદેશથી અહીં પહોંચ્યા અને અંતિમ સંસ્કારમાં જોડાયા. અસગરે કહ્યું કે તેમની ઇચ્છા મુજબ તેમની રાખ ત્રિવેણી સંગમ અથવા માતૃકુંડિયામાં વિસર્જન કરવામાં આવશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ