NASA ની ભયાનક ચેતવણી: અવકાશમાં ભ્રમણ કરી રહ્યા છે 15000 'અદ્રશ્ય' લઘુગ્રહો, સેકન્ડોમાં શહેરોનો નાશ કરવા સક્ષમ

NASA Alerts Asteroids: અવકાશમાં 15000 જેટલા એવા લઘુગ્રહો ભમી રહ્યા છે જે હજુ શોધાયા નથી. નાસાની ચેતવણી મુજબ આ લઘુગ્રહો મોટા શહેરોને નેસ્તનાબુદ કરી શકે છે. જાણો સંપૂર્ણ વિગત

NASA Alerts Asteroids: અવકાશમાં 15000 જેટલા એવા લઘુગ્રહો ભમી રહ્યા છે જે હજુ શોધાયા નથી. નાસાની ચેતવણી મુજબ આ લઘુગ્રહો મોટા શહેરોને નેસ્તનાબુદ કરી શકે છે. જાણો સંપૂર્ણ વિગત

author-image
Haresh Suthar
New Update
પૃથ્વી આસપાસ ફરતા એસ્ટરોઈડ વિશે નાસાની - nasa warning 15 thousand undiscovered asteroids earth threat space mysteries

પૃથ્વીની આસપાસ શોધાયા વિનાના 15 હજાર જેટલા લઘુગ્રહો (એસ્ટરોઈડ) ફરી રહ્યા છે Photograph: (NASA)

NASA Warning Asteroids: સૂર્ય મંડળ અને અવકાશ અનેક આશ્વર્યોથી ભરેલું છે. હજુ ઘણા એવા રહસ્યો છુપાયેલા છે જે વિશે આપણે કશું જ જાણી શક્યા નથી. આ બધા વચ્ચે અવકાશ બ્લેક હોલ, લઘુગ્રહો અને તૂટેલા પદાર્થોના ભયથી ભરેલું છે. નાસાએ આ અંગે ચોંકાવનારી ચેતવણી આપતી માહિતી જાહેર કરી છે. અંદાજે 15 હજાર જેટલા લઘુગ્રહો એવા છે જે શોધાયા વિનાના છે. આ લઘુગ્રહો મોટા મોટા શહેરોને નેસ્તનાબુદ કરવાની શક્તિ ધરાવે છે તે હજુ પણ અવકાશમાં ભ્રમણ કરી રહ્યા છે. 

Advertisment

લઘુગ્રહો (એસ્ટરોઈડ) જોખમી કેમ છે?

અવકાશમાં નાના નાના એસ્ટરોઈડ (લઘુગ્રહો) દરરોજ પૃથ્વી સાથે અથડાય છે અને નાશ પામે છે. અવકાશની આ ગતિવિધિઓ પર નાસા સતત નજર રાખી રહ્યું છે. પરંતુ અહીં નાસા માટે પણ કેટલીક મુશ્કેલી છે. તે મોટા એસ્ટરોઈડ પર નજર રાખી શકે છે પરંતુ મધ્યમ અને લઘુ કદના એસ્ટરોઈડ વૈજ્ઞાનિકોને મુશ્કેલીમાં મુકી રહ્યા છે. 

વૈજ્ઞાનિકો આવા લઘુગ્રહોને લઇને સતત ચિંતામાં હોય છે. આ લઘુગ્રહો પૃથ્વી સાથે અથડાય તો મોટી હોનારત સર્જી શકવા સક્ષમ હોય છે. જો કોઇ આવો પદાર્થ પૃથ્વી પર પડે તો મોટા મોટા શહેરો એક ઝાટકે નાશ પામે, મોટા પ્રમાણમાં આગ લાગે અને બધુ બળીને ખાખ થઇ શકે. 

નાસા ચિંતિત કેમ છે?

નાસાના પ્લેનેટરી ડિફેન્સ ઓફિસર ડો.કેલી ફાસ્ટે તાજેતરમાં એરિઝોનમાં એક વિજ્ઞાન પરિષદમાં ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, મને એવા એસ્ટરોઈડ્સ વિશે ચિંતા છે જેના વિશે આપણે જાણતા નથી. 

Advertisment

વૈજ્ઞાનિકોને અંદાજ છે કે, પૃથ્વીની નજીક અંદાજે 25 હજાર જેટલા આવા લઘુગ્રહો ફરી રહ્યા છે. પરંતુ અત્યાર સુધી માત્ર 40 ટકા જેટલા જ શોધી શકાયા છે. બાકીના 15 હજાર જેટલા લઘુગ્રહો ક્યાં છે અને તેઓ કેવી રીતે ફરી રહ્યા છે. પૃથ્વીની નજીક ક્યારે અને કેટલી ઝડપે આવશે એ કોઇને ખબર જ નથી. 

લઘુગ્રહો શોધવા મુશ્કેલ કેમ છે?

લઘુગ્રહો અને આવા પદાર્થો કે જેને આપણે સામાન્ય રીતે ઉલ્કા તરીકે ઓળખીએ છીએ એમને શોધવા મુશ્કેલ છે. એક મોટું કારણ છે કે આવી ઉલ્કાઓ ઘેરા રંગની હોય છે અને તે સૂર્યપ્રકાશને પ્રતિબંધિત કરતી નથી. જેના કારણે સામાન્ય ટેલિસ્કોપથી એમને શોધવી એ મોટો પડાકર છે. 

એલોન મસ્ક ચંદ્ર પર બનાવશે પોતાની મેળે વિકસતું શહેર, જાણો શું છે SpeceX નો માસ્ટરપ્લાન

બીજુ કારણ એ છે કે, આવી ઉલ્કાઓ પૃથ્વીની ભ્રમણકક્ષામાં ફરે છે. જે સૂર્યના તેજસ્વી પ્રકાશમાં દેખાતી નથી. જેમને શોધવી એ તેજ સૂર્યપ્રકાશમાં બેટરીના પ્રકાશના એક નાના બિંદુને શોધવા જેવી બાબત છે. 

NASA પાસે કોઇ ઉકેલ છે ખરો?

NASA આ મામલે ભારે મહેનત કરી રહ્યું છે. અગાઉ 2022 માં નાસાએ DART અવકાશયાન સાથે અથડાવીને એક લઘુગ્રહને પૃથ્વી તરફ આવતો રોક્યો હતો. આ લઘુગ્રહ સાથે અવકાશયાન અથડાવી તેને વિચલિત કર્યો હતો. પરંતુ આવું કરવું એટલું આસાન નથી. પહેલા તો આવા લઘુગ્રહ માટે અગાઉથી જાણ હોવી જોઇએ અને બીજુ એ કે આવું કોઇ તૈયાર અવકાશયાન હોવું જોઇએ. પરંતુ હાલમાં આવા કોઇ અવકાશયાન નથી કે જેને કટોકટીમાં તાત્કાલિક લોન્ચ કરી શકાય. 

એસ્ટરોઇડ વોચ ડેશબોર્ડ વિશે જાણવા જેવું

એસ્ટરોઇડ વોચ ડેશબોર્ડ એવા એસ્ટરોઇડ અને ધૂમકેતોઓને ટ્રેક કરે છે જે પૃથ્વીની નજીક આવતા હોય. આ ટ્રેકિંગમાં એસ્ટરોઇડનો આશરે વ્યાસ, કદ અને પૃથ્વીથી અંતર વિશે માહિતી મેળવાય છે. ઉપરાંત આવા પદાર્થ પૃથ્વીની સૌથી નજીક ક્યારે આવી શકે છે એ સંભવિત તારીખ અને સમય વિશે જાણકારી મેળવાય છે. 

Gaganyaan Mission: ગગનયાન મિશન ક્યારે અને કેવી રીતે આકાશમાં તિરંગો લહેરાવશે? જાણો તમામ લેટેસ્ટ અપડેટ્સ

આ સિસ્ટમ દ્વારા 4.6 મિલિયન માઈલ (7.5 મિલિયન કિલોમીટર અથવા ચંદ્રથી 19.5 ગણું અંતર) ની અંદર પૃથ્વી તરફ આવતા 150 મીટર કરતા મોટા પદાર્થ કે જે આ અંતરની અંદર પૃથ્વીની નજીક પહોંચી શકે છે એવા પદાર્થોને સંભવિત જોખમી પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે.  

વિજ્ઞાન વિશે વધુ રસપ્રદ લેખ અહીં વાંચો

જોકે નાસા આ દિશામાં પોતાના પ્રયાસ ચાલુ રાખી રહ્યું છે. નાસા આ માટે નિયો સર્વેયર નામનો ઇન્ફ્રારેડ સ્પેસ ટેલિસ્કોપ વિકસાવી રહ્યું છે. તેની ખાસિયત એ છે કે તે ઉલ્કાઓની ગરમી શોધી કાઢશે અને અંધારામાં છુપાયેલા ખડકોને પણ શોધી શકશે. જો તે લોન્ચ કરવામાં આવશે તો આપણે આવા લઘુગ્રહો અને ઉલ્કાઓ વિશે સચોટ જાણકારી મેળવી શકવા સક્ષમ બનીશું.

બ્રહ્માંડ nasa science