બુરખો પહેરીને સંસદમાં પહોંચી જમણેરી સેનેટર પૌલિન હેન્સન, થયો જબરજસ્ત હોબાળો

Pauline Hanson burqa: આ ઘટના પર થયેલા હોબાળા બાદ હેન્સને ફેસબુક પર સ્પષ્ટતા જારી કરી છે. હેન્સને કહ્યું કે તેણીએ સેનેટ દ્વારા તેના બિલ પર વિચાર કરવાનો ઇનકાર કરવાના વિરોધમાં બુરખો પહેર્યો હતો.

Written by Rakesh Parmar
November 24, 2025 20:40 IST
બુરખો પહેરીને સંસદમાં પહોંચી જમણેરી સેનેટર પૌલિન હેન્સન, થયો જબરજસ્ત હોબાળો
સંસદમાં પૌલિન હેન્સન બુરખો પહેર્યો હતો. (તસવીર: સોશિયલ મીડિયા)

ઓસ્ટ્રેલિયામાં સોમવારે સંસદના ઉપલા ગૃહ (સેનેટ)માં જોરદાર હોબાળો મચી ગયો જ્યારે જમણેરી સેનેટર પૌલિન હેન્સન બુરખો પહેરીને ગૃહમાં પ્રવેશી. તેમની આ હરકતનો શાસક અને વિપક્ષ બંને પક્ષોએ જોરદાર વિરોધ કર્યો. સેનેટના મુસ્લિમ સભ્યોએ તેને જાતિવાદી ગણાવ્યું છે.

પૌલિન હેન્સન ઓસ્ટ્રેલિયામાં જાહેર સ્થળોએ બુરખો અને સંપૂર્ણ ચહેરો ઢાંકવા પર પ્રતિબંધ મૂકતું બિલ ગૃહમાં રજૂ કરવા માંગતા હતા પરંતુ તેમને મંજૂરી આપવામાં આવી ન હતી.

હેન્સન બુરખો પહેરીને ગૃહમાં પહોંચ્યા ત્યારે બધા સેનેટ સાંસદો ચોંકી ગયા અને તેને ઉતારવાનો ઇનકાર કર્યો. આનાથી ઘણા સાંસદો ગુસ્સે થયા અને પરિણામે થયેલા હોબાળાને કારણે સંસદીય કાર્યવાહી સ્થગિત કરવાની ફરજ પડી.

આ પણ વાંચો: કોંગ્રેસે મૃતક સહાયક BLO ના પરિવારને વળતર અને નોકરી આપવા માંગ કરી

રોઇટર્સના અહેવાલ મુજબ ન્યૂ સાઉથ વેલ્સના પ્રતિનિધિત્વ કરતા મુસ્લિમ સેનેટર મેહરીન ફારુકીએ હેન્સનને જાતિવાદી સેનેટર ગણાવ્યા જે ખુલ્લેઆમ જાતિવાદ અને ઇસ્લામોફોબિયા દર્શાવે છે. પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના મુસ્લિમ સેનેટર ફાતિમા પેમાને આ કૃત્યને શરમજનક ગણાવ્યું. આ બીજી વખત હતું જ્યારે હેન્સને આવું કર્યું હતું. 2017 માં તેણીએ સંસદમાં બુરખો પહેરીને વિરોધ પણ કર્યો હતો.

હેન્સનનો ખુલાસો

આ ઘટના પર થયેલા હોબાળા બાદ હેન્સને ફેસબુક પર સ્પષ્ટતા જારી કરી છે. હેન્સને કહ્યું કે તેણીએ સેનેટ દ્વારા તેના બિલ પર વિચાર કરવાનો ઇનકાર કરવાના વિરોધમાં બુરખો પહેર્યો હતો. હેન્સને લખ્યું, “જો તેઓ (સેનેટ) મને તે પહેરવા માંગતા નથી, તો બુરખા પર પ્રતિબંધ મૂકો.”

હેન્સન કોણ છે?

હેન્સન વન નેશન પાર્ટીના નેતા છે અને ઓસ્ટ્રેલિયામાં ઇમિગ્રન્ટ વિરોધી રાજકારણ માટે જાણીતી છે. હેન્સન ક્વીન્સલેન્ડનું પ્રતિનિધિત્વ કરે છે. તેમની વન નેશન પાર્ટી સેનેટમાં ચાર બેઠકો ધરાવે છે અને આ વર્ષે મે મહિનામાં યોજાયેલી સામાન્ય ચૂંટણી દરમિયાન તેમના જમણેરી એજન્ડાને નોંધપાત્ર સમર્થન મળ્યું હતું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ