Pahalgam Terror Attack: રાહુલ ગાંધી કાલે શ્રીનગર જશે; સર્વપક્ષીય બેઠક બાદ કહ્યું- વિપક્ષ સરકારની સાથે

Pahalgam Terror Attack: કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આવતીકાલે શ્રીનગરની મુલાકાતે જશે. પહેલગામ આતંકી હુમલા બાદ તેમની કાશ્મીરની આ પ્રથમ મુલાકાત છે.

Written by Rakesh Parmar
April 24, 2025 21:27 IST
Pahalgam Terror Attack: રાહુલ ગાંધી કાલે શ્રીનગર જશે; સર્વપક્ષીય બેઠક બાદ કહ્યું- વિપક્ષ સરકારની સાથે
રાહુલ ગાંધીએ પાકિસ્તાન સાથે સીઝફાયરના સરકારના નિર્ણય પર સવાલો ઉઠાવ્યા છે. (તસવીર: X)

કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આવતીકાલે શ્રીનગરની મુલાકાતે જશે. પહેલગામ આતંકી હુમલા બાદ તેમની કાશ્મીરની આ પ્રથમ મુલાકાત છે. પહેલગામ હુમલા બાદ કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા કેસી વેણુગોપાલ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા શ્રીનગર ગયા હતા.

ગુરુવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પહેલગામ આતંકવાદી હુમલાને લઈને રાજધાની નવી દિલ્હીમાં યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં કોંગ્રેસ પાર્ટી વતી ભાગ લીધો હતો. બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે તમામ પક્ષોએ આ આતંકવાદી હુમલાની નિંદા કરી છે અને સરકારને તેની કાર્યવાહી માટે સંપૂર્ણ સમર્થન આપ્યું છે.

મલ્લિકાર્જુન ખડગેએ શું કહ્યું?

સર્વપક્ષીય બેઠક બાદ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે બેઠકની અધ્યક્ષતા કરી હતી. તેમણે કહ્યું કે આ બેઠકમાં ગૃહમંત્રી પણ હાજર હતા. તમામ પક્ષોએ પહેલગામ આતંકી હુમલાની નિંદા કરી હતી. અમે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં શાંતિ જાળવવાના તમામ પ્રયાસો કરવા જોઈએ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ