/indian-express-gujarati/media/media_files/2026/02/05/pm-modi-speech-2026-02-05-19-03-59.jpg)
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર જવાબ આપ્યો હતો
parliament budget session pm modi speech: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર જવાબ આપ્યો હતો. પીએમ મોદી જેવા ભાષણ આપવા ઉભા થતાં જ વિપક્ષે સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા. વિપક્ષી નેતા વિપક્ષને બોલવા દો ના નારા લગાવી રહ્યા હતા. આ દરમિયાન વડા પ્રધાને કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે પર કટાક્ષ કર્યો હતો. વિપક્ષે વોકઆઉટ કર્યા પછી પણ પીએમ મોદીએ બોલવાનું ચાલુ રાખ્યું અને તેમની સરકારની ઉપલબ્ધિઓ ગણાવી હતી.
પીએમ મોદીના ભાષણની 10 મુખ્ય બાબતો
પીએમ મોદી ભાષણ આપવા ઉભા થતાં જ વિપક્ષે સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા. વિપક્ષના સાંસદો વિપક્ષના નેતાને બોલવા દો ના નારા લગાવી રહ્યા હતા. આ દરમિયાન વડા પ્રધાને કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે પર કટાક્ષ કરતા કહ્યું હતું કે અધ્યક્ષ ખડગેજીની ઉંમરને ધ્યાનમાં રાખીને તેમને બેસીને સૂત્રોચ્ચાર કરવાની મંજૂરી આપો. જોકે આ પછી વિપક્ષે વોકઆઉટ કર્યું હતું.
પીએમ મોદીએ કહ્યું કે જ્યારે દેશ આઝાદ થયો ત્યારે આપણે વિશ્વની છઠ્ઠા નંબરની અર્થવ્યવસ્થા હતી. પરંતુ આ લોકોએ એવો હાલ કર્યો કે 11મા નંબર પર પહોંચી ગયા હતા. આજે આપણે નંબર 3 તરફ જવાની દિશામાં તેજ ગતિએ આગળ વધી રહ્યા છીએ. આજે ભારત દરેક ક્ષેત્રમાં આત્મવિશ્વાસથી ભરેલું છે.
રાષ્ટ્રપતિના સંબોધન પર પીએમ મોદીએ કહ્યું ક રાષ્ટ્રપતિ જી એ આ દેશના મધ્યમ વર્ગ, નીચલા મધ્યમ વર્ગ, ગરીબો, ગામડાંઓ, ખેડૂતો, મહિલાઓ, વિજ્ઞાન, ટેકનોલોજી, કૃષિ તમામ વિષયોને વિગતવાર રાખીને સંસદમાં ભારતની પ્રગતિનો એક સ્વર ગુંજાવ્યો છે. દેશના યુવાનો ભારતના સામર્થ્યને કેવી રીતે આગળ લઈ જઈ રહ્યા છે તેની પણ વિગતવાર ચર્ચા કરી છે. તેમણે દરેક વર્ગના સામર્થ્યને શબ્દોમાં વર્ણવ્યું છે. એટલું જ નહીં તેમણે ભારતના ઉજ્જવળ ભવિષ્ય પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તે આપણા બધા માટે પ્રેરણારૂપ છે.
બંગાળની ટીએમસી સરકાર પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે ટીએમસી વાળા પોતાની ગરિમા જુએ, નિર્મમ સરકાર અહીં નવા રેકોર્ડ બનાવી રહી છે અને અહીં ઉપદેશ આપી રહ્યા છે. આવી નિર્મમ સરકારથી ત્યાંના લોકોનું ભવિષ્ય ડૂબી રહ્યું છે. તેઓ અહીં ઉપદેશ આપે છે. વિશ્વનો સૌથી ધનિક દેશ પણ પોતાને ત્યાં ગેરકાયદેસર નાગરિકોનો નિકાલ કરી રહ્યો છે. અહીં ઘૂસણખોરોને બચાવવા માટે તાકાત લગાવવામાં આવી રહી છે. ઘૂસણખોરો મારા દેશના નાગરિકોના અધિકારો છીનવી રહ્યા છે.
પીએમ મોદીએ કહ્યું કે મોટા-મોટા દેશો ભારત સાથે સંબંધો બનાવવા માટે ઉત્સુક છે. આખું વિશ્વ ખુલ્લીને ટ્રેડ ડીલના વખાણ કરી રહ્યું છે. જ્યારે યુરોપિયન યુનિયનની સાથે સમગ્ર વિશ્વને ખાતરી થઈ ગઈ હતી કે સ્થિરતાની સંભાવના વધશે. અમેરિકા સાથેના ટ્રેડ ડીલ બાદ સ્થિરતાની સાથે ગતિનો અહેસાસ પણ થવા લાગ્યો છે.
Speaking in the Rajya Sabha. https://t.co/MelS1S0NF2
— Narendra Modi (@narendramodi) February 5, 2026
કોંગ્રેસ પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે અમારી ઘણી ઉર્જા તેમની (કોંગ્રેસની) ભૂલોને સુધારવા માટે લાગી રહી છે. દુનિયાના મનમાં જે તેમના સમયની છબી છે, તે છાપને ધોવામાં લાગી છે. કારણ કે તેમણે દેશને તે હાલતમા છોડી દીધો હતો અને આ માટે અમે ફ્યૂચર રેડી પોલિસી પર ભાર મૂક્યો છે. આજે તમે જોયું જ હશે કે દેશ નીતિના આધારે ચાલી રહ્યો છે. તેથી જ આજે દેશ પર વિશ્વનો વિશ્વાસ વધી રહ્યો છે. આજે દેશ રિફોર્મ એક્સપ્રેસ પર સવાર થઇ ગયો છે.
પીએમ મોદીએ કહ્યું કે આજે મારો દેશ સંપૂર્ણ ક્ષમતા બતાવી રહ્યો છે. આવું ત્યારે થાય છે જ્યારે તમારી પાસે આર્થિક તાકાત હોય, તમારા નાગરિકોમાં દેશ પ્રત્યેની ઊર્જા હોય અને ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ માટે એક મજબૂત ઇકોસિસ્ટમ હોય, ત્યારે જ દુનિયા તમારી સાથે ડિલ કરવા માટે આગળ આવે છે. વોટબેંકની રાજનીતિમાં ડૂબેલા લોકોએ દેશના આવા અનેક પાસાઓને મજબૂત કરવાનું ક્યારેય પ્રાથમિકતા માન્યું નથી. જ્યાં સુધી કોંગ્રેસ પક્ષનો સવાલ છે, હું સ્પષ્ટ કહેવા માંગુ છું કે તેમની પાસે ના કોઇ વિચાર હતો, ના કોઈ વિઝન અને ના કોઈ ઇચ્છાશક્તિ હતી.
પીએમ મોદીએ કહ્યું કે 2014 પહેલાં ફોન બેંકિંગનું ચલણ હતું, જેમાં રાજકારણીઓ લોન વિતરણને પ્રભાવિત કરવા માટે કોલ કરતા હતા. ઘણી વાર યોગ્ય મૂલ્યાંકનને બદલે આ ફોન કોલના આધારે લોન આપવામાં આવતી હતી. ગરીબોને ઘણીવાર લોનથી વંચિત રાખવામાં આવતા હતા અને લગભગ 50% વસ્તી પાસે બેંક ખાતા પણ ન હતા. કોંગ્રેસના નેતાઓની ભલામણ પર એવા લોકોને લાખો રૂપિયા આપવામાં આવ્યા હતા જેમણે ક્યારેય પૈસા પાછા ન આપ્યા હતા. યુપીએ શાસન દરમિયાન તેણે બેંકિંગ સિસ્ટમને પતનના આરે ધકેલી દીધી હતી.
આ પણ વાંચો - પ્રિયંકા ગાંધીએ કહ્યું - પીએમ મોદી ડરી ગયા, રેલવે મંત્રી અને નિશિકાંત બુલેટ ટ્રેનની જેમ ભાગ્યા
પીએમ મોદીએ કહ્યું કે સૌથી મોટી વાત એ છે કે દુનિયાના સૌથી ધનિકથી ધનિક દેશો પણ વૃદ્ધ થઈ રહ્યા છે. ત્યાંની વસ્તી ઉંમરના તે તબક્કે પહોંચી ગઈ છે, જેને આપણે વૃદ્ધો તરીકે ઓળખીએ છીએ. આપણો દેશ એવો છે કે જે વિકાસની નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યો છે. તે સમયે આપણો દેશ દિવસેને દિવસે યુવાન પણ થઈ રહ્યો છે. યુવા વસ્તી ધરાવતો દેશ છે.
પીએમ મોદીએ કહ્યું કે, 21મી સદીનો પહેલો ક્વાર્ટર પૂરો થઈ ગયો છે પરંતુ આ બીજો ક્વાર્ટર એટલો જ નિર્ણાયક છે જેટલો પાછલી સદીમાં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં બીજો ક્વાર્ટર નિર્ણાયક રહ્યો હતો. હું સ્પષ્ટપણે જોઈ રહ્યો છું કે વિકસિત ભારતના નિર્માણની દિશામાં આ બીજો ક્વાર્ટર પણ એટલો જ સામર્થ્યવાન બનવાનો છે, તેટલી જ ઝડપી ગતિથી આગળ વધવાનો છે. આજે દેશનો દરેક વ્યક્તિ અનુભવી રહ્યો છે કે આપણે એક મહત્વપૂર્ણ પડાવ પર પહોંચી ગયા છીએ. હવે આપણે અટકવાનું નથી, આપણે પાછું વળીને જોવાની જરૂર નથી. આપણે ઝડપી ગતિએ આગળ વધવાનું છે અને લક્ષ્યને પ્રાપ્ત કર્યા પછી જ આગળ વધવાનું છે. આ જ દિશા છે અમે આગળ વધી રહ્યા છીએ.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us